🇮🇳મે મહિનામાં ફરવા માટે જ ખૂબ જ અદભુત છે ભારતની આ જગ્યાઓ, 5000 રૂપિયામાં પૂરુ થઈ જશે તમારી શાનદાર ટ્રીપનું સપનું

કોણ કહે છે કે યાત્રા કરવી ખૂબ જ મોંઘી હોય છે? માત્ર એટલા માટે જ કે તમારી પાસે ફરવા જવા માટે રૂપિયા નથી, તેનો અર્થ એ નથી કે તમે કોઈ સારી જગ્યા ઉપર ફરી શકતા નથી. જો તમે આ મહિનામાં કરવા માટે એવી જગ્યા શોધી રહ્યા છો જે ખૂબ જ સુંદર હોય અને ત્યાં જવા માટે ખર્ચો પણ વધુ ન થાય તો ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યા છે જ્યાં તમે મસ્તીથી તમારી રજાઓનો આનંદ માણી શકો છો અને તમારું કરવાનું સપનું પણ પૂરું કરી શકો છો અને તે પણ માત્ર પાંચ હજાર રૂપિયામાં ભારતમાં એવી ઘણી બધી ફેમસ જગ્યા છે જ્યાં લોકો ને ખૂબ જ મોંઘી લાગે છે પરંતુ ખરેખર તે બજેટને ધ્યાનમાં રાખીને યાત્રા કરનારા લોકો માટે ખૂબ જ સારો ઓપ્શન છે, તો આવો જાણીએ અમુક એવી જગ્યાઓ વિશે જ્યાં તમે તમારા બજેટની અંદર જ લાંબુ અઠવાડિયું વિતાવી શકો છો.

Image Source

બિનસર

ઉત્તરાખંડના કુમાઉના પહાડીઓમા એક નાનું ગામ બિનસરમાં તમે વાઇલ્ડલાઇફ સફારી નો આનંદ ઉઠાવી શકો છો. અને તેની સાથે જ પહાડોથી ઘેરાયેલા આ ગામમાં તમે શાંતિ અને સુકુનના પળ વિતાવી શકો છો.

Image Source

વારાણસી

દુનિયાની સૌથી સુંદર જગ્યા અને દુનિયાના પ્રસિદ્ધ પર્યટક સ્થળો માંથી વારાણસી એક છે. વારાણસીની ઘાટ ઉપર તમે આરતીનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો, તથા તેની આસપાસ કાશીવિશ્વનાથ સહિત ઘણા બધા મંદિરોની યાત્રા પણ કરી શકો છો.

Image Source

કસોલ

તમારા ટ્રેકિંગ ટ્રાવેલ્સ માટે ખૂબ જ સુંદર કસોલ માં તમે પ્રાકૃતિક સુંદરતા જોઈ શકો છો. માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના મહિનામાં દુનિયાભરના લોકો આ હિલ સ્ટેશન ઉપર ખૂબ જ સુંદર વાતાવરણનો આનંદ ઉઠાવવા માટે આવે છે.

Image Source

ઉદયપુર

ઝરણા અને મહેલના શહેર ઉદયપુર માં તમે ફરવા માટે જઈ શકો છો, જે ખૂબ જ જોવાલાયક સ્થળ છે. જોવા તથા ફરવા માટેના હિસાબથી આ શહેર થોડું મોંઘું લાગે છે પરંતુ જો તમે બજેટમાં રહીને અહીંની ટ્રીપ પ્લાન કરવા માંગો છો તો તે થઈ શકે છે.

Image Source

ઋષિકેશ

રિવર રાફ્ટિંગ માટે ખૂબ જ પોપ્યુલર ઋષિકેશ એડવેન્ચર પ્રેમીઓ માટે ખૂબ જ સારી જગ્યા છે. જો તમે બજેટમાં રહીને આ સુંદર શહેર ની યાત્રા કરવા માંગો છો તો સસ્તી યાત્રા માટે બસની ટિકિટ બુક કરાવો.

Image Source

લેન્સડાઉન

તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ તમારા બજેટમાં રહીને તમે સંપૂર્ણ લેન્સડાઉનમાં ફરવાની મજા માણી શકો છો. તે ભારતના સૌથી સંરક્ષિત હિલ સ્ટેશનોમાંથી એક છે.

તો હવે રાહ શેની જોવાની, તમારા વેકેશનમાં આ જગ્યા ની યાત્રા કરવાની યોજના જરૂરથી બનાવો અને એક બજેટ યાત્રાનો આનંદ માણો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “🇮🇳મે મહિનામાં ફરવા માટે જ ખૂબ જ અદભુત છે ભારતની આ જગ્યાઓ, 5000 રૂપિયામાં પૂરુ થઈ જશે તમારી શાનદાર ટ્રીપનું સપનું”

Leave a Comment