આરામ અને સ્ટાઈલ માટે આ ખાસ 5 વસ્તુઓ!!! જે દરેક બેડરૂમમાં હોવી જોઈએ

Image Source

બેડરૂમ ઘરનો સૌથી જરૂરી ઓરડો કેહવામા આવે છે અને તેવામાં તે ખૂબ મહત્વનું છે કે તેની સ્ટાઈલ પણ એવી કરવામાં આવે કે આરામનું ધ્યાન સંપૂર્ણપણે રાખવામાં આવે.

ઘરને શણગારવાની વાત કરીએ તો ફકત ડ્રોઈંગ રૂમ અથવા રસોડું જ જરૂરી હોતું નથી, બેડરૂમની ખાસિયત અલગ હોય છે. તે તમારી અંગત જગ્યા હોય છે જેમાં વધારે લોકો આવી શકતા નથી. તે જરૂરી છે કે તમે તમારી પર્સનલ કમ્ફર્ટ નું ધ્યાન રાખો અને તમારા માટે એવું આરામદાયક વાતાવરણ બનાવો જેમાં આરામ પણ હોય, પસંદગીની સ્ટાઈલ પણ હોય અને સાથે સાથે એક એવી જગ્યા હોય કે જ્યાં હકારાત્મક ઉર્જા આવે. આ ફકત એવી જગ્યા નથી જ્યાં ફકત તમે સુવા માટે જાઓ. આ એક ખૂબ જ મહત્વનું સ્થળ હોય છે.

તેથી જરૂરી છે કે તમારા બેડરૂમમાં બધી જરૂરી વસ્તુઓ હોય. તે તમારા પર નિર્ભર છે કે તમારા ઘરને સુશોભિત કરતી વખતે બેડરૂમનું ધ્યાન રાખો. આવી સ્થિતિમાં તમારા માટે કેટલીક ટિપ્સ ફાયદાકરક સાબિત થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ એવી 5 વસ્તુઓની જે તમારા સાધારણ ફર્નિચરની સાથે તમારા બેડરૂમમાં હોવી જોઈએ.

Image Source

1. કાર્પેટ અથવા ગાલીચો

આ તે વસ્તુ છે જેની હંમેશા ઘરોમાં અવગણના કરવામાં આવે છે. આ કાર્પેટ અથવા ગાલીચો તમારા બેડરૂમની સ્ટાઈલ માટે તો જરૂરી છે જ તેની સાથેજ તમારા બેડને પણ ધ્યાનમાં આવે છે. આ રૂમની દરેક વસ્તુ સાથે મેચિંગમાં લઈ શકાય છે. તેની સાથે, બોલ્ડ પેટન વાળો હોવો જોઈએ. કેમકે તે બેડરૂમને થોડું ચમકાવશે. જો બેડરૂમનું ફર્નિચર ડાર્ક છે તો તેને હળવા રંગનું પેટન વાળું રાખો. કેમકે તેનાથી એવું લાગશે કે બેડરૂમમાં વધારે જગ્યા છે. આ નાની એવી રીત બેડરૂમની જરૂરીયાતને પૂરી કરી શકે છે અને તમારો ઓરડો સજાવવામાં મદદ કરી શકે છે. તેને અજમાવી જુઓ તે તમને ખૂબ ગમશે.

2. ઉતમ પ્રકાશ

જો બેડરૂમમાં લાઈટિંગ સારી હશે તો તે તમને તરત આરામદાયક અનુભવ કરાવશે. શિયાળામાં તડકો લેવો હોય અથવા રાત્રીના સમયે પુસ્તક વાંચવું હોય, બધી વસ્તુ આરામથી તમારા ઓરડામાં થવું જોઈએ. એટલે દિવસ અને રાત બંને સમયે તમારા બેડરૂમમાં પ્રકાશ હોવો જોઈએ. એટલે ફકત એક બલ્બ અથવા ટ્યુબલાઈટથી કામ ચાલશે નહીં. ઓરડામાં કુદરતી પ્રકાશ પણ આવવો જોઈએ અને સાથે ઓરડામાં વચ્ચે લાઈટ પણ હોવી જોઈએ. તેની સાથે ઓરડામાં દીવાલ પર નાના લેમ્પ લગાવી શકો છો. તે વાંચવા અને કોઈ બીજા કામ વખતે આરામ રેહશે. તમારા કબાટ પાસે પણ લાઈટ સોર્સ હોવો જોઈએ.

3. યોગ્ય ચાદર

જેના પર તમે સૂઈ રહ્યા છો તે ગાદી તમારી પીઠ માટે આરામદાયક હોવી જોઈએ. તેની સાથેજ તે ખૂબ જરૂરી છે કે ચાદર અને તકિયાનું કવર પણ આરામદાયક હોય. તમે જે કાપડ પર સૂઈ રહ્યા છો તે નક્કી કરે છે કે તમારો દિવસ કેવો રહેશે. તે સંપૂર્ણ રીતે તમારા આરામ પર આધાર રાખે છે. મુલાયમ અને કુદરતી કપડા જેમકે કોટન, લીનન વગેરેથી તમારી ઉંઘમાં મદદ મળશે અને સાથે સાથે શરીરને પણ આરામ મળશે.

4. સામાન રાખવાની જગ્યા

બેડરૂમ સાફ અને સુંદર રહે તેની સાથે જરૂરી છે કે તે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત હોય. તેથી સામાન રાખવાની જગ્યા ખૂબ મહત્વની હોય છે. તમારા બેડરૂમનો આરામ સામાન કઈ રીતે રહેલો છે તેના પર નિર્ભર કરે છે. કપડા, ચપલ, પુસ્તક, બાકી વસ્તુઓ વગેરે બધું સરસ રીતે સંગ્રહિત થવું જોઈએ, તેથી રૂમની સજાવટ કરતી વખતે સંગ્રહનું ધ્યાન રાખો. છાજલીઓ, રૈક વગેરે હશે તો બેડરૂમ વધારે સારો લાગશે. કોઈપણ ઓરડો વધારે જગ્યા ધરાવતો હોય તો તે સારો લાગતો નથી. તમે આ કામ માટે ફોલ્ડેબલ કબાટ પણ લઈ શકો છો. જેનાથી જગ્યા પણ સારી રહે અને સાથે તમારા બેડરૂમની સ્ટાઈલ પણ દેખાય.

5. અંગત વસ્તુઓ

તે કઈ પણ હોઈ શકે છે, જેમકે કોઈ ફોટો ફ્રેમ, કોઈ યાત્રા સાથે જોડાયેલ સામાન, કોઈ તસ્વીર, મનપસંદ ફૂલ, પસંદગીની કળા આ બધી અંગત વસ્તુઓમાં આવી શકે છે. આ એટલા માટે છે કે જ્યારે પણ તમે રૂમમાં પ્રવેશ કરો ત્યારે તમને કેટલીક સારી યાદો દેખાય. તેને મનોવૈજ્ઞાનિક ઉપાય માની લો, જો આવું થાય છે તો લોકોને આનંદનો અનુભવ થાય છે. આ બધી વાતો જણાવે છે કે બેડરૂમ ફકત સુવા માટે નહી પરંતુ તમારી અંગત જગ્યાનો એક એવો ભાગ હોઈ શકે છે જે ચોક્કસપણે સૌથી સારો હોય.

તેને શણગારવાની જવાબદારી તમારી પોતાની છે. તમારો આરામ પણ જરૂરી છે. આ ટિપ્સ જરૂર અજમાવો અને જો આ લેખ સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment