ચોમાસામાં વાળ સાથે જોડાયેલી દરેક સમસ્યાઓને દૂર કરે છે આ 2 હેર માસ્ક, જાણો તેને બનાવવાની રીત અને ફાયદાઓ

Image Source

ચોમાસા દરમિયાન ત્વચાની સાથે સાથે વાળ સંબંધી પણ ઘણી સમસ્યાઓ હોય છે. તેના કારણે વાળમાં ખોડો, ચિકાસપણું અને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. આવી સ્થિતિમાં રસાયણયુકત ઉત્પાદનોના ઉપયોગથી સમસ્યા વધે છે. તેના કારણે વાળ નિર્જીવ, શુષ્ક, ચીકણા દેખાવા લાગે છે. પરંતુ તમે ત્રિફળા અને ભૃંગરાજ જેવી કુદરતી વસ્તુઓથી બનેલું હેર માસ્ક લગાવીને વાળને અંદરથી પોષિત તેમજ સ્વસ્થ બનાવી શકો છો. ચાલો આજે અમે તમને આ લેખમાં બે હેર માસ્ક બનાવવાની તેમજ તેને લગાવવાની રીત જણાવીએ.

Image Source

1. ત્રિફળા હેર માસ્ક

જરૂરી સામગ્રી:

  • ત્રિફળા પાવડર – 1 મોટી ચમચી
  • નારિયેળ તેલ – 2 મોટી ચમચી

રીત:

  • સૌ પ્રથમ એક વાસણમાં નારિયેળ તેલ ગરમ કરો.
  • હવે તેમાં ત્રિફળા પાવડર નાખીને યોગ્ય રીતે ભેળવો.
  • આ તૈયાર થયેલા તેલથી હળવા હાથે વાળમાં મસાજ કરો.
  • તેને 30 મિનિટ સુધી લગાવેલું રહેવા દો.
  • ત્યારબાદ તાજા ફળ કે માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.
  • સારું પરિણામ મેળવવા માટે આ હેર આ માસ્કને અઠવાડિયામાં બે વાર ચોક્કસ પણે લગાવો.

Image Source

ફાયદાઓ:

  • સફેદ રંગના પાવડર આમળા બહેડા અને હરડનું મિશ્રણ હોય છે જે વાળને મૂળથી પોષીત કરે છે.
  • આ કુદરતી હેર માસ્ક વાળને મૂળથી પોષિત કરી ખરતા વાળની સમસ્યાથી રાહત અપાવે છે. તેવામાં વાળ લાંબા, ઘાટ્ટા અને મજબૂત દેખાય છે.
  • તેને લગાવવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.
  • વાળની શુષ્કતા દૂર થઈ તે મુલાયમ અને ચમકીલા દેખાય છે.
  • જો તમને ખોડાની સમસ્યા હોય તો તેના માટે પણ ત્રિફળા ફાયદાકારક માનવામાં આવે છે.

Image Source

2. ભૃંગરાજ હેર માસ્ક

જરૂરી સામગ્રી:

  • આમળા પાવડર – 1 મોટી ચમચી
  • ભૃંગરાજ તેલ – 1 મોટી ચમચી

રીત:

  • એક વાસણમાં ભૃંગરાજ તેલ ગરમ કરો.
  • તેલ ગરમ થયા પછી તેમાં ભૃંગરાજ પાઉડર ભેળવો.
  • આ તૈયાર થયેલા મિશ્રણને થોડું ઠંડુ કરી વાળમાં લગાવો.
  • તેને 30 મિનિટ સુધી લગાવેલું રહેવા દો.
  • ત્યારબાદ માઇલ્ડ શેમપૂથી વાળ ધોઈ લો.
  • આ હેર માસ્કને અઠવાડિયામાં બે વાર ચોક્કસ પણે લગાવવું.

Image Source

ફાયદાઓ:

  • આયુર્વેદ મુજબ ભૃંગરાજ તેલ વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
  • તેના તેલથી માલિશ કરવાથી સ્કેલપ નું બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે. આવી સ્થિતિમાં વાળ મૂળમાંથી પોષિત થઈને ઝડપથી વધે છે.
  • તેનાથી તૈયાર થયેલું હેર માસ્ક લગાવવાથી વાળનું ખરવુ, ખોડો વગેરે જેવી સમસ્યાઓ દૂર થાય છે.
  • વાળની શુષ્કતા દૂર થઈને વાળ લાંબા, ઘાટ્ટા, મુલાયમ અને ચમકતા જોવા મળે છે.
  • તેનાથી નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment