7 વર્ષના છોકરાની ZOMATO ડિલિવરી બોય બનવાની કહાની | આ જોઈને માત્ર તમે એટલું જ કહેશો કે આવું કોઈની સાથે ન થવું જોઈએ

Image Source

નમસ્કાર મિત્રો આપ સૌનું આજના રસપ્રદ આર્ટિકલમાં હાર્દિક સ્વાગત છે. આજનો આર્ટીકલ વાંચીને તમે માત્ર એમ જ કહેશો કે આવું તો કોઈની સાથે ન થવું જોઈએ. હા આવું એટલે કહી રહ્યો છું કારણ કે થયું છે જ એવું કે જે જોઈને દરેક લોકોને દુઃખ થઈ રહ્યું છે. શું છે પુરી ઘટના ચલો તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.

7 વર્ષનો છોકરો બન્યો ZOMATO ડિલિવરી બોય :

હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક સાત વર્ષનો છોકરો ઘરે ઘરે જઈને ડિલિવરી કરી રહ્યો છે. અને આ સાત વર્ષના છોકરાને ડીલીવરી કરતો જોઈને ઘણા બધાના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે ઘણા બધા લોકો કહે છે કે તેના પપ્પાએ કામ કરવું જોઈએ છોકરાને બાળમજૂરી ન કરાવી જોઈએ તો ઘણા બધા લોકો કહે છે કે છોકરા પર એવી તો શું સ્થિતિ આવી હશે કે તેને આ કામ કરવા માટે તૈયાર થવું પડ્યું તો ઘણા બધા લોકો એવું કહે છે કે શું છોકરો ભણે છે કે પછી આ જ કામ કરે છે ભારતનું આમાં ભવિષ્ય શું હશે લોકોને આવા ઘણા બધા વિચારો આવી રહ્યા છે અને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે અને સ્વાભાવિક છે આ આર્ટિકલ વાંચ્યા બાદ અને આ વિડીયો જોયા બાદ તમને પણ આવા પ્રશ્ન થતા હશે તો ચાલો હવે આ પ્રશ્નનો આપણે સિમ્પલ જવાબ આપીએ.

શું છે આ ZOMATO Boy ની કહાની :

મિત્રો zomato boy ની કહાની આવી છે કે તે છોકરો એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે અને થોડાક સમય પહેલા તેના પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને તેના પપ્પાનું એક્સિડન્ટ થયું જેના કારણે તેના પપ્પા તેના કામ ઉપર જઈ શકતા નથી અને તેના પપ્પા તેના કામ ઉપર ન જઈ શકવાના કારણે તેમનો જે છોકરો છે તે તેમની જગ્યાએ બધા ઘરે જઈને ડીલીવરી કરી રહ્યો છે જેથી તેમની આવક પણ ચાલુ રહે અને તેઓનું ગુજરાત ચાલતું રહે.

તે છોકરો હાલ શું કરે છે?

આ વિડીયો જ્યારે વાયરલ થયો હતો ત્યારે તેમાં એક વ્યક્તિ તે છોકરાને પૂછી રહ્યો છે કે તે હાલમાં શું કરે છે ત્યારે તે છોકરો જણાવે છે કે તે છોકરો હાલમાં સવારે ભણવા જાય છે અને સ્કૂલ પરથી આવીને સાંજે ડિલિવરીનું કામ કરે છે આ વિડીયો ખૂબ જ વાયરલ થયેલો છે અને ઘણા બધા લોકોએ zomato ને ટાર્ગેટ કરીને એવું પણ કહ્યું છે કે zomato બાળમજૂરી કરાવે છે ત્યારે આવા સમયમાં zomato એ પણ આ લોકોને ખૂબ જ સરસ જવાબ આપ્યો છે જે આપણે સૌએ જોવું જોઈએ.

શું જવાબ આપ્યો ZOMATO?

આવા યુઝર્સને જોમેટો એ જવાબ આપ્યો છે કે તેઓ કોઈ છોકરાને બાળમજૂરી કરવા પ્રેરિત નથી કરતા અને સાથે આ કહાની ZOMATO ને ખબર પડતા તે કંપની દ્વારા તે છોકરા નો નંબર માંગવામાં આવ્યો છે અને તેના પપ્પાને મેડિકલની જે કોઈ પણ સુવિધા જોઈએ તે સુવિધાઓ પણ આપવામાં આવી છે અને બધો ખર્ચો પણ આપવામાં આવ્યો છે અને ZOMATO એ તેના પપ્પાનું જે જોબ કાર્ડ છે એ પણ થોડાક સમય માટે સસ્પેન્ડ કરેલું છે તે પાછા સાજા થઈ જશે ત્યારે જોબકાર્ડ પાછું રીન્યુ કરી દેવામાં આવશે. અને સાથે તેમનાથી જે સહાય થઈ છે તે સહાય કંપનીએ તેમને કરેલી છે.

મિત્રો આર્ટીકલ તમને કેવો લાગ્યો તેની પર તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો અને હા જો તમને આર્ટીકલ ગમ્યો હોય તો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો અમારો આ આર્ટિકલ વાંચવા બદલ આપ સૌનો ખુબ ખુબ દિલથી આભાર.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment