અહીયા શીવજીને ચઢાવામાં આવેલ દૂધથી ગરીબોનું પેટ ભરાય છે..વાંચો જાણવા જેવી માહિતી

Image Source

ભારતના લોકો આસ્થા સાથે જોડાયેલા છે. આપણી સંસ્કૃતી વિશ્વમાં પ્રખ્યાત સંસ્કૃતી છે. આપણા દેશાના લોકોની આસ્થા અને તેમનો વિશ્વાસ તેમને દિશા દેખાડે છે. ખાસ કરીને તહેવારોમાં તો આપણા ત્યા લોકો ભક્તિમાં પૂરી રીતે લીન થઈ જતા હોય છે. તેમા પણ મહાશીવરાત્રીના દિવસે તો શિવજીના ભક્તો તેમને દૂધ જરૂરથી ચઢવાતા હોય છે.

પરંતુ આ દૂધ ખરેખરમાં વહીને ગટરમાં જતું રહેતું હોય છે. દરેક વ્યક્તિના મનમાં આ વિચાર આવતો હોય છે. આ દૂધ જરૂરીયાતમંદને મળવું જોઈએ. ત્યારે મેરઠમાં રહેવા વાળા પાંચ વિદ્યાર્થીઓએ આ વસ્તુ કરી બતાવી છે. તેમણે એવો જુગાડ લગાવ્યો કે શિવજીના મંદિરમાં જે પણ દૂધ ચઢાવામાં આવે છે. તે દૂધ તેઓ જરૂરિયાતમંદ ગરીબને આપી શકે.

Image Source

મેરઠના રહેવાસી કરણ ગોયલે એક એવી સિસ્ટમ તૈયાર કરી કે જેના દ્વારા શિવજીને જે પણ દૂધ ચઢાવામાં આવે તે દૂધ ગરીબો સુધી પહોચતું થાય. મેરઠના બિલેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે પુજારી સાથે આ વીશે ચર્ચા કરી અને પુજારીએ પણ તેને મંદિર પરિસરમાં આ સિષ્ટમ લગાવાની હા પાડી દીધી.

મીડિયા દ્વારા એવી માહિતી સામે આવી હતી કે તેમણે જે સિસ્ટમ તૈયાર કરી હતી. તેના દ્વારા તેમણે 100 લીટર જેટલું દૂધ બચાવ્યું હતું. આ દૂધ તેમણે જરૂરિયાત મંદોને આપી દીધું હતું . આ સિસ્ટમથી ન તો કોઈની ધાર્મિક ભાવના દુભાઈ કે ન તો કોઈને નુકશાન થયું. પરંતુ જરૂરિયાત મંદોને દૂધ મળ્યું તો તેમની દુઆ પણ તેમને મળી હતી.

Image Source

કરણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે લોકો શિવલીંગની ઉપર રાખેલા કળશમાં દૂધ નાખતા હતા. તેને ધ્યાનમાં રાખીને તેણે કળશમાં બે નાના છીદ્ર કર્યા. જે કળશમાં તેણે છીદ્ર કર્યું તે કળશ આશરે 7 લીટરનો હતો. તેણે જે જુગાડ કર્યો હતો તેમા એક લીટર દૂધ શીવલીંગમાં પડ્યા બાદ બાકીનું 6 લીટર દૂઘ બીજા છીદ્ર સાથે જે પાઈપ જોડ્યો હતો તે પાઈપ દ્વારા સાફ વાસણમાં પડતું હતું.

આ જુગાડ કરવામાં કરણ અને તેના મિત્રોને આશરે 2500 રૂપિયાનો ખર્ચ થયો હતો પરંતુ આ જુગાડ દ્વારા લગભગ 100 લીટર જેટલું દૂધ બચાવામાં આવ્યું હતું, આ દૂધને તેણે સત્યકામ માનવ સેવા સિમિતિને આપી દીધું આ સમિતિ અનાથ બાળકોને તેમજ એચઆઈવી પોઝિટીવ બાળકોને આશરો આપે છે.

Image Source

કરણ અને તેના મિત્રોએ જે જુગાડ કર્યો હતો તેને તેમણે મંદિરમાં રાખ્યો હવે મંદિરમાં દર સોમવારે જે પણ લોકો દૂધ ચઢાવે છે. તેનો એક હિસ્સો શહેરના અલગ અલગ અનાથાલયોમાં મોકલવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કરણે કરેલી શરૂઆતને બીજી બધી જગ્યાએ પણ કામ લાગી શકે છે. જેથી જે પણ દૂધનો બચાવ થાય તે આપણે લોકો સુધી પહોચાડી શકીએ. કારણકે દૂધનો બગાડ થાય તેના કરતા  જરૂરીયતામંદોને તે દૂધ મળશે તો તે વધારે સારુ રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *