જાણો ગાજરના અઢળક ફાયદાઓ, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક

આંખનું તેજ વધારવું હોઈ કે ત્વચાની સુંદરતા તેના માટે ગાજર ઉત્તમ સેવન છે. ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે એવું નથી પરંતુ તેના બીજા ઘણા ફાયદાઓ છે. ગાજર અનેક પોષ્ટીક ગુણોથી ભરપૂર છે. આમાં વિટામિન ઇ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી8, પૈટોથેનિકએસિડ, ફોલેટ, પોટેશિયમ, આયન, તાંબા અને મૈગનીજ જેવા અનેક વિટામિન્સ જોવા મળે છે. 

ગાજરને આખો માટેનો ખોરાક તરીકે પણ ઑળખવામાં આવે છે. સદીઓથી,ગાજર આહારનો એક અભિન્ન અંગ રહ્યો છે,આનું સરળ કારણ એકજ છેકે તેનાથી શરીરને ઘણાબધા લાભો થાય છે. માતાપિતા હંમેશાં ગાજર ખાવા પર આગ્રહ કરે છે તેનું આજ કારણ છે કે,તેઓ કુદરતી રીતે આખોની  દૃષ્ટિને જાળવી રાખે અને સુધારી શકે છે.

સ્વાસ્થ્ય જાળવવા બધો ખેલ ગાજરનો છે

ગાજરએ બીટા કેરોટીન અને લ્યુટીનનું સમૃદ્ધ સ્ત્રોત છે. જે એન્ટીઑકિસડન્ટો છે કે જે આખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. ગાજર વિટામિન A, C, K અને B8 તેમજ પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર અને મેંગેનીઝ જેવા વિટામિનથી સમૃદ્ધ છે.

પીળા કલરના ગાજરમાં મોટા ભાગના લ્યુટીન તત્વો જોવા મળે છે, કે જે વય-સંબંધિત મેકુલર ડિજનરેશન માં પણ મદદ કરે છે,એવી પરિસ્થિતિઓમાં કે જેમાં તમારી આખોની દ્રષ્ટિ ધીરે ધીરે અથવા એકદમથી ખોવાઇ જતી હોય છે.

ગાજરનો ઉપયોગ દૈનિક આહારમાં

વપરાશ પહેલાં ગાજરને યોગ્ય રીતે ધોવા જોઈએ. ગાજરને આહારમાં જરૂરિયાત મુજબ કાચા-કાચા, ઉકાળેલા, બાફેલી, પેનમાં તળીને ખાઈ શકાય છે. ગાજરને દૈનિક આહારમાં લેવાની કેટલીક સામાન્ય રીતો નીચે મુજબ છે:

  • દૈનિક આહારમાં સલાડ રૂપે….
  • ચટપટા ભોજનની જગ્યાએ એક ગાજરની લાકડી ખાવી…
  • ગાજરને લિક્વિડ રૂપે એટલે કે ગાજરનું જ્યુશ બનાવીને…

તેથી જ કાચૂ અથવા ઉકાળેલ ગાજરમાં પોષકતત્વોનું મૂલ્ય સૌથી વધુ હોય છે.

ગાજર તમારી આખોની દ્રષ્ટિ માટે…

ગાજર આખોની દ્રષ્ટિ સુધારી શકે પરંતુ માત્ર જો તમે યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરો છો તો. હકીકતમાં, ગાજરના વધારે વપરાશથી આખોને નુકસાન પણ થાય છે. આ જાણકારી ફક્ત એટલા માટે છે કે તેમાં વિટામિન એ શામેલ હોય છે અને વિટામીન A ની ખામી ઝેરોફ્થાલેમિયાનું કારણ બને છે, જે એક પ્રગતિશીલ આંખનો રોગ છે જે સામાન્ય દ્રષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે અને તેના પરિણામ રાતના અંધત્વમાં થાય છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અનુસાર, “A વિટામિન નો અભાવ એ બાળકોમાં અંધત્વના મુખ્ય રોકેલા કારણો પૈકીનું એક છે.”

Mgid

આ રુટ શાકભાજી નિયમિત વપરાશથી થાય છે,જે રાત્રિના અંધત્વને ઉપચારમાં મદદ કરે છે અને કુદરતી રીતે આંખોની દૃષ્ટિ સુધારે છે.પરંતુ જો કોઈ બાળક પહેલેથી જ વિટામિન A ની ઉણપ સાથે જન્મે છે, તો ગાજર અમુક અંશે મદદ કરી શકે છે પરંતુ સંપૂર્ણપણે નહીં, આવા કિસ્સાઓમાં તબીબી સલાહ માટે જવું આવશ્યક છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment