દૂધ ના પીતા લોકો માટે કેલ્શિયમ મેળવવાનો સૌથી બેસ્ટ ઓપ્શન, રોજ કરી શકો છો આ વસ્તુનું સેવન

ઘણા લોકોને દૂધ પીવું પસંદ નથી હોતું. એવામાં દૂધથી મળતા પોષક તત્વો તે લોકોને મળી નથી શકતા. દૂધમાં કેલ્શિયમની ભરપુર માત્રા હોઈ છે, જે આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે તમે બધા જ જાણો છો. એક્સપર્ટ રોજ સુતી વખતે દૂધ પીવાની સલાહ આપે છે. આજે અમે અમુક એવા લોકો વિષે વાત કરીશું કે જેને દૂધ પીવું ગમતું નથી. આજે અમે 4 વેજીટેરીયન વસ્તુ વિષે જણાવીશું કે જે દૂધ ના પીતા લોકો માટે જરૂરી કેલ્શિયમની ઉણપ દુર કરે છે. આવો જાણીએ તે 4 વસ્તુ કઈ છે.

image source

મગફળી બની શકે છે શ્રેષ્ઠ વિકલ્પ

મગફળીમાં કોપર, કેલ્શિયમ અને પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે. એટલા માટે તમે મગફળીને તમારા દૂધના વિકલ્પમાં સમાવેશ કરી શકો છો. જો કે હાલમાં ગરમીને લીધે મગફળીનો ઉપયોગ સીમિત માત્રામાં કરી શકો છો. કેમકે મગફળીની તાસીર ગરમ હોઈ છે.

image source

સોયા મિલ્ક છે બેસ્ટ ઓપ્શન

જે લોકો કોઈ કારણસર દૂધ નથી પી શકતા તેના માટે સોયા મિલ્ક કેલ્શિયમ મેળવવાનો બેસ્ટ ઓપ્શન છે. સોયા મીલ્કમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ઘણી વધુ હોઈ છે. તમે તેનું સેવન રોજ કરી શકો છો. વેજીટેરીયન લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન થઈ શકે છે.

image source

ઓટમિલ છે દુધનો સારો વિકલ્પ

ઓટમિલ શરીરમાં કેલ્શિયમની ઉણપ દુર કરે છે. તમે નાસ્તામાં અથવા સાંજના સ્નેક્સમાં ઓટમિલ નું સેવન કરી શકો છો. તેનાથી પેટ અને હાડકા બંનેને લાભ થઈ શકે છે.

image source

રોજ પલાળેલી બદામ ખાઓ

રોજ પલાળેલી બદામ ખાવાથી તમારા શરીરમાં કેલ્શિયમની કમી ઘણી હદ સુધી દુર થઈ શકે છે. બદામ નું સેવન દિમાગ તેજ કરવા માટે કરવામાં આવે છે. સાથે જ હાડકાઓને મજબુત બનાવવા બદામ ઘણી જ ફાયદાકારક થઈ શકે છે. રોજ એક મુઠી બદામ રાત્રે પલાળી દો અને સવારે તેના છિલકા ઉતારી ખાઓ. તેનાથી તમારા શરીરમાં દુધની અછતને પૂરી કરી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment