હથેળી પર જો આ નિશાન છે તો તમે ખુબ ભાગ્યશાળી છો…વાંચો હસ્તરેખા શાસ્ત્ર વીશે જાણવા જેવી માહિતી

માત્ર ભારતમાંજ નહી પરંતુ વિશ્વમાં પણ હસ્તરેખા શાસ્ત્ર ઘણું લોકપ્રીય છે. એવું માનવામાં આવે છે કે મનુષ્યની હથેળીમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા હોય છે. આપણી હથેળીમાં રહેલી હસ્તરેખાઓ આપણા લક્ષણો આપણાને જણાવતી હોય છે. હાથની રેખાઓથી મનુષ્યનો સ્વભાવ અને તેનું ચારિત્ર જાણી શકાય છે. સાથેજ તેના ભવિષ્ય સાથે સંકળાયેલી પણ ઘણી માહિતીઓ આપણે જાણી શકીએ છીએ. હથેળી પર બનેલા નિશાન આપણું ભવિષ્ય અને આપણા સ્વભાવને લગતી બધીજ માહિતી આપતા હોય છે.

હથેળી પર રહેલા દરેક નિશાનનો વિશેષ અર્થ નિકળતો હોય છે. પરંતુ દરેક વ્યક્તિ હથેળી પર રહેલા નીશાનને સમજી નથી શકતા. ત્યારે આજે અમે તમને દરેક હથેળી પર પડતા બધાજ નિશાન વીશે વિગતવાર માહિતી આપીશું જેથી આપને ખબર પડે કે તમારી હાથ પર રહેલા નિશાનનું તમારા જીવનમાં શું મહત્વ રહેલું છે.

માછલીનું નિશાન

Image Source

હસ્તરેખા અનુસાર જો તમારી હથેળી પર માછલીનું નીશાન છે તો તેને ઘણું શુભ માનવામાં આવે છે. જેના હાથમાં માછલીનું નિશાન બનતુ હોય તેને જીવનમાં સફળતા મળતી હોય છે. સાથેજ તેમની પર્સનલ લાઈફ પણ ઘણી સારી રહેતી હોય છે. જે લોકોની હથેળીમાં માછલીનું નિશાન હોય છે. તે લોકો બિજાપ્રત્યે ઘણા ઉદાર અને પરોપકારી હોય છે.

ધજાનુ નિશાન

Image Source

જે લોકોની હથેળી પર ધજાનું નિશાન હોય છે. તેમની હસ્તરેખા અનુસાર તેઓ શની સાથે સીધા જોડાયેલા હોય છે. જેના કારણે તેમના જીવનમાં હંમેશા પ્રસિદ્ધિ અને ખુશી રહેતી હોય છે. જે પણ વ્યક્તિના હાથમાં ધજાનું નિશાન પડતું હોય છે. તે ઘણોજ પ્રસિદ્ધ હોય છે. સાથેજ તેને જીવનમાં દરેક ક્ષણે સફળતા મળતી હોય છે. જેથી તે ઘણો નસીબાદર હોય છે.

સ્વસ્તિકનું નિશાન

Image Source

હથેળી પર સ્વસ્તિકનું નિશાન પણ ઘણું શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિના હાથમાં સ્વસ્તિકનું નિશાન બનેલું હોય છે. તે ઘણોજ ભાગ્યશાળી અને સફળ હોય છે. ખાસ કરીને સ્વસ્તિકનું નીશાન તમારી ભાગ્ય રેખા પર સ્થિર રહેતું હોય છે. જેથી જેની પણ હથેળી પર સ્વસ્તિક રહેલું હોય છે તેને હંમેશા સફળતા મળતી હોય છે. સાથેજ આ લોકો પોતાના કામ પ્રત્યે પણ તેટલાજ વફાદાર હોય છે.

કમળનું નિશાન

Image Source

બધાજ નિશાનોમાં કમળનું નિશાન આપણા માટે શુભ સંકેત માનવમાં આવે છે. કારણકે શાસ્ત્ર અનુસાર કમળનું નિશાન આપણા માટે લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જેથી જે પણ વ્યક્તિના હાથમાં કમળનું નિશાન હશે તેના જીવનમાં ક્યારેય ધનની અછત નહી સર્જાય

મંદિરનું નિશાન

Image Source

મંદિરનું નિશાન માત્ર આપણાને સૌભાગ્યજ નહી પરંતુ બુદ્ધી અને સામાજીક સ્થિતિને લઈને પણ મહત્વનું હોય છે. ખાસ કરીને જ્ઞાની લોકોના હાથમાંજ મંદિરનું નિશાન હોય છે. પહેલાના સમયમાં મોટા ભાગના ગુરુઓના હાથમાં મંદિરનું નિશાન હતું. જે લોકોના હાથમાં મંદિરનું નિશાન હોય છે. તે લોકો બુદ્ધીવાન હોવાની સાથે સાથે ધનવાન પણ તેટલાજ હોય છે.

બ્રેસલેટનું નિશાન

Image Source

બીજા બધાજ નિશાનોની જેમ બ્રેસલેટનું નિશાન પણ હથેળી પર ઘણું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ નિશાન માણસની કલાઈ પર જોવા મળતું હોય છે. જે પણ વ્યક્તિના હાથમાં 3 બ્રેસલેટની રેખા પડતી હોય છે. તે વ્યકિતઓને ક્યારેય પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નથી થતી

રૂપિયાની રેખા

Image Source

મનુષ્યની હથેળીમાં રૂપિયાને જોડાયેલી રેખા પણ હોય છે. આ રેખા જે આંગળીમાં આપણે વીટી પહેરીએ છીએ ત્યા સુધી હોય છે. અથવા તો આપણી ટચલી આગળી સુધી હોય છે. જે પણ વ્યક્તિની હથેળીમાં આ રેખા હોય છે. તે વ્યક્તિઓને ક્યારેય પણ રૂપિયાની તંગીનો સામનો નથી કરવો પડતો.

સ્ટારનું નિશાન

Image Source

જે લોકોની હથેળીમાં સ્ટાર બનતો હોય છે. તે લોકોના જીવનમાં સારા સંકેત રહેતા હોય છે. ખાસ કરીને જેમના હાથમાં સ્ટારના નિશાન બનતા હોય છે. તે લોકોના જીવનમાં હંમેશા માટે સારી ઘટનાઓ બનતી હોય છે. જેથી તેમને ક્યારેય પણ દુખનો સામનો નથી કરવો પડતો.

ભાલાનું નિશાન

Image Source

હેથળીમાં જો ભાલાનું નિશાન પડતું હોય તેને શાસ્ત્ર પ્રમાણે જીતનું નિશાન મનાવમાં આવે છે. આવા વ્યક્તિ જો કોઈ પણ કામ મહેનત પૂર્ણ કરે તો તેને હંમેશા માટે સફળતા મળતી હોય છે. જેથી જે લોકોના હાથ પર ભાલાનું નિશાન રહેલું હોય છે. તે લોકો હંમેશા સફળ રહેતા હોય છે.

પૈડાનું નિશાન

Image Source

પૈડાનું નિશાન આપણા માટે ઘણું શુભ માનવામાં આવે છે. હથેળી પર પૈડાનું નિશાન પડે તો તે વ્યક્તિ હંમેશા ધનવાન અને સમૃદ્ધ રહેતો હોય છે. સાથેજ તેના જીવનમાં ક્યારેય પણ ધનની અછત નથી સર્જાતી અને તે હંમેશા સફળ થતો હોય છે.

ચંદ્રનું નિશાન

Image Source

હથેળી પર જો ચંદ્રનું નિશાન પડે તો તેવા વ્યક્તિને ઘણોજ ભાગ્યશાળી માનવામાં આવે છે. કારણકે તેવા વ્યક્તિઓ જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળતા હાસંલ કરતા હોય છે. આ લોકો ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ પાછળ નથી પડતા ચંદ્રના નિશાનને ગુડલકનું નિશાન પણ મનાવમાં આવે છે. જેથી જે પણ લોકોના હાથમાં આ નિશાન હોય છે. તેમનું ભવિષ્ય પણ ઘણું ઉજળું રહેતું હોય છે.

તીરનું નિશાન

Image Source

તિરના નિશાન જે પણ વ્યક્તિના હાથમાં હોય છે. તેની પાસે વાત કરવાની કળા ઘણી સારી હોય છે. આવા વ્યક્તિઓ ખાસ કરીને અન્ય લોકોને પોતાની વાતમાં મનાવી લે છે. જેના કારણે તેઓ દરેક ક્ષણે સફળતા પ્રાપ્ત કરતા હોય છે. ખાસ કરીને તીરનું નિશાન બુધની રેખા પર જોવા મળતું હોય છે.

સ્કેલ

Image Source

સ્કેલનું નિશાન જીવનમાં સંતુલન જાળવી રાખતું હોય છે. જેથી જે પણ વ્યક્તિની હથેળીમાં સ્કેલનું નિશાન હોય છે. તેવા વ્યક્તિઓનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. એ સિવાય પણ આવા વ્યક્તિઓનું નસીબ હંમેશા તેમને સાથ આપે છે.

કાચબાનું નિશાન

Image Source

કાચબાનું નિશાન પણ જેની હથેળીમાં હોય તેને ઘણું શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની હથેળીની વચ્ચે કાચબાનું નિશાન રહેલું હોય તો આવા વ્યક્તિને ખુબજ નસીબદાર માનવામાં આવે છે. સાથેજ તેને દરેક ક્ષણે સફળતા મળે છે. ઉપરાતં તેમના નસીબમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *