શું તમે પણ તમારા બાળકોને દરેક વ્યક્તિની સામે લડો છો? તો થઈ જાવ સાવચેત, તેનાથી બાળકો થઈ શકે છે આ માનસિક રોગોનો શિકાર

સાર્વજનિક જગ્યા હોય અથવા તો કોઈ પણ પ્રસંગમાં ગયા હોય ત્યારે દરેક વ્યક્તિની સામે બાળકોને બિલકુલ લડવું જોઈએ નહીં. કારણ કે તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. માતા-પિતાએ હંમેશા કોશિશ કરવી જોઈએ કે તે કોઈ પણ વાત બાળકોને પ્રેમથી સમજાવે. માતા-પિતા પોતાના બાળકોની સાથે જેટલું પ્રેમથી રહેશે અને મિત્ર બનીને રહેશે બાળકો તેટલું જ તમારી સાથે ખુલીને વાત કરશે. અને તે પોતાની વાતો પણ તમારી સાથે શેર કરશે અને તમારી વાત પણ માનશે.

Image Source

જો બાળકો પણ મોટા ની જેમ જ વર્તન કરવા લાગે અને સમજદારીથી નિર્ણય લેવા લાગે અને ક્યારે શું કરવું છે અથવા તો શું બોલવાનું છે વગેરે વસ્તુ ની સમજ હોય તો, ક્યારેય તેમને કોઈ નટખટ અથવા તો નાદાન કહેશે નહીં. આપણે ખાસ કરીને સાંભળીએ છીએ કે ઘરના મોટા ક્યારેક ક્યારેક હસી મજાકમાં પણ સીરીયસ થઇ ને બાળકોને શૈતાન કહે છે.

શૈતાન શબ્દ બાળકો માટે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે મસ્તી કરે છે તેથી જ માતા-પિતાએ પણ બાળકો ની આ હરકતને તેવી જ રીતે લેવું જોઈએ. જો બાળકો ની ભૂલ ઉપર તમે તેમને લડો છો અથવા તો બૂમો પાડો છો કે પછી મારો છો તો આ આદત બિલકુલ સારી નથી. વાત કરીને સાર્વજનિક જગ્યા અથવા તો કોઈ પણ વ્યક્તિની સામે બાળકોને બિલકુલ લડવું જોઈએ નહીં, કારણ કે તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે.

માતા-પિતા હંમેશા કોશિશ કરવી જોઈએ કે તે કોઈ પણ વાત બાળકોને પ્રેમથી સમજાવે. માતા-પિતા પોતાનાં બાળકો સાથે જેટલું પ્રેમથી રહેશે અને મિત્ર બનીને રહેશે લોકો એટલા જ તમારી સામે ખુલીને વાત કરશે. અને તેની સાથે સાથે જ પોતાની દરેક વાતો પણ શેર કરશે, અને તમારી વાત માનશે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે સાર્વજનિક જગ્યા પર બાળકને રડવાથી બુમો પાડવાથી અથવા મારવાથી બાળકના દિમાગ ઉપર કેટલો ઊંડો પ્રભાવ પડે છે.

માતા-પિતા અને બાળકો નો સંબંધ થાય છે કમજોર

બાળક જેટલું કનેક્ટ પોતાનાં માતા-પિતાથી રહે છે તેટલું કદાચ જીવનમાં ક્યારેય થઈ શકતા નથી. આ સંબંધ સમયની સાથે મજબૂત થતો જાય છે. તમને જણાવી દઈએ કે બાળકોમાં ત્રણ-ચાર વર્ષથી આત્મવિશ્વાસની ભાવના આવવા લાગે છે. એવામાં જ્યારે માતા પિતા દરેક વ્યક્તિની સામે બાળક ને લડે છે અથવા મારે છે કે પછી તેમને બૂમો પાડે છે ત્યારે તેમને ખોટું લાગે છે અને બાળકો માતા-પિતાને પ્રતિ સુરક્ષાનો અનુભવ કરતા નથી. અને બાળકો પોતાના માતા-પિતા ઉપરનો ભરોસો કમજોર કરી નાખે છે માત્ર એટલું જ નહીં અમુક સમય પછી બાળકો પોતાના જ અભિભાવક ની ઈજ્જત કરવાનું બંધ કરે છે.

Image Source

બાળકોમાં આવે છે આત્મવિશ્વાસની કમી

આત્મવિશ્વાસ કોઈપણ વ્યક્તિની પર્સનાલિટીને બહાર પાડે છે. અને જો વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય તો તે પોતાના જીવનમાં કઈ પણ મેળવી શકે છે. પરંતુ જ્યારે માતા પિતા દ્વારા બાળકોને દરેક વ્યક્તિની સામે લડવામાં આવે અથવા મારવામાં આવે કે પછી તેમને બૂમો પાડવામાં આવે તો બાળકોના આત્મવિશ્વાસની કમી આવી શકે છે, સાર્વજનિક જગ્યા પર બાળકોને કઈ પણ કહેતા પહેલા વિચારવું જોઈએ કારણ કે માતા-પિતાને આ ટેવને કારણે બાળકો આત્મસન્માનની કમી અનુભવ કરવા લાગે છે.

તણાવનો અનુભવ કરે છે બાળકો

જ્યારે કોઈ વ્યક્તિ અંદર ને અંદર ઘૂંટાય છે અને પોતાની વાતોને અથવા પરેશાનીને કોઈપણ વ્યક્તિ સાથે શેર કરી શકતા નથી ત્યારે તણાવમાં આવી જાય છે. ત્યારે માતા-પિતા પોતાના બાળકોને દરેક વ્યક્તિની સામે ખોટું કહે છે ત્યારે બાળકોની સાથે પણ એવી જ સ્થિતિ ઉત્પન્ન થાય છે બાળકોને લાગે છે કે આખરે તે પોતાના જ માતા-પિતાને વિરુદ્ધ કેવી રીતે વાત કરી શકે છે? અને હા એ જ સમય હોય છે જ્યારે બાળકો ધીમે ધીમે તણાવ માં આવવા લાગે છે.

જો તમે પોતાના બાળકોને બીજા વ્યક્તિ ની સામે લડશો માણસો અથવા કોઈપણ પ્રકારે તેમનુ અપમાન કરશો તો બાળકોને હતાશા ઘેરાવા લાગે છે એટલે કે બાળકોના મનમાં પોતાના અભિભાવકના નિર્ણય વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત આવે છે, અને તેની સાથે જ તે અંદર ને અંદર ઘૂંટાયા કરે છે. માત્ર એટલું જ નહીં બાળકો અમુક સમય પછી પોતાના માતા-પિતાની સામે જવાબ આપવાનું શરૂ કરી દે છે અને તેમની વાત ન માનવી અથવા તેમની બેઇજ્જતી કરવાનું શરૂ કરે છે.

ભાવનાત્મક રીતે વીક થવા લાગે છે બાળકો

દરેક વ્યક્તિની સામે બાળકોને લડવાથી મારવાથી અથવા તેમને પાડવાથી બાળકો ઈમોશનલ વીક થઈ જાય છે, જ્યારે બાળકો ભાવનાત્મક રૂપે કમજોર થવા લાગે છે. ત્યારે તે પોતાની વાતોને કોઈની જ સાથે શેર કરી શકતા નથી અને તેનું પરિણામ એ આવે છે કે બાળકો પછી બહાર જઇને કોઇને પણ જવાબ આપી શકતા નથી, અને પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરી શકતા નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment