પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Image Source

સરગવાની સિંગને ડ્રમસ્ટિક અથવા તો મોરિંગા પણ કહેવામાં આવે છે, કારણ કે તે ખૂબ લાંબી અને થોડી કડક હોય છે. સરગવાની સિંગ ની સાથે તેના બીજ, તેના પાંદડા, તેનું ફળ, અને તેના મૂળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે દવા તરીકે ઉપયોગ માં આવે છે. સરગવાની સિંગ સુપર ફૂડ તરીકે પણ ઉપયોગી છે. જોકે બધા જ લોકો સરગવાની સિંગો ખાતા નથી પરંતુ તેના ઘણા ફાયદા છે.

Image Source

તો આવો જાણીએ સુપરફૂડ સરગવાની સિંગ ના ફાયદા

 • સરગવાની સિંગ માં વિટામિન એ,બી 1 બી 2, બી 3, અને બી 6 જોવા મળે છે.
 • તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ની માત્રા જોવા મળે છે.
 • તેના સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર કંટ્રોલમાં રહે છે.
 • સરગવાની સિંગ માં નિયાજીમીસીન  તત્વ જોવા મળે છે જેનાથી કેન્સરના કોષો બનતા નથી.

Image Source

 • તેમાં ઉપસ્થિત કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત કરે છે.
 • સરગવાની સિંગ માં ફાઈબર ની માત્રા વધુ જોવા મળે છે તેનાથી આપણને જલદી ભૂખ લાગતી નથી.
 • આપણા શરીરમાં આયર્નની કમી હોય તો આપણે પાલક ની જગ્યાએ સરગવાની સિંગ નું સેવન કરી શકીએ છીએ તેનાથી આપણું લોહી સાફ રહે છે.
 • તેના સેવનથી ડિપ્રેશન, ગભરાહટ અને થાક માં પણ રાહત મળી શકે છે.
 • સરગવાની સિંગ માં ઉપસ્થિત વિટામિન બી પાચનક્રિયાને સારી કરવામાં મદદ કરી શકે છે.

Image source

 • સરગવાની સિંગ માં ઉપસ્થિત તત્વ ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
 • સરગવામાં વાળ માટે જોઈતા દરેક પોષક તત્વો જોવા મળે છે. જેમકે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે. જે વાળને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થઈ શકે છે.
 • સરગવાની સિંગ ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે. સરગવાના ફુલ પેટના કૃમી અને મારી નાખે છે અને પિત્ત દોષ ને દૂર કરે છે.
 • સરગવાની સિંગ ના જડ માં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા હોય છે. તેમાં ફાયટોકેમિકલ્સ કંપાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું હોય છે. એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે સરગવાની શીંગ અંડાશયના કેન્સર ના ઇલાજમાં લાભકારી થઈ શકે છે.
 • તે કિડનીમાં જામેલા અનાવશ્યક કેલ્શિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનવા દેતું નથી, કિડની સ્ટોન થી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.
 • થાઈરોઈડના રોગીએ સરગવાની સિંગ અવશ્ય ખાવી જોઈએ જેનાથી થાઈરોઈડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તો સરગવાની સિંગ ખાય તો થાઈરોઈડ નો સ્ત્રાવ ઓછો થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *