પ્રી વેડિંગ ફોટોશૂટ – એક નવી પ્રણાલી જમાના સાથે તાલમેલ કરાવતું આધુનિક કદમ – એકબીજાને ઓળખવાની નવતર રીત

એક જમાનો એવો પણ હતો કે છોકરા-છોકરીનાં લગ્નો માં-બાપ જ ગોઠવી આપતાં હતાં એકબીજાને કયારેય મળ્યાં પણ ના હોય અને ઓળખતાં પણ નહોય ત્યાં માબાપની આજ્ઞાથી પરણી જતાં ચોરીમાં હસ્તમેળાપ  વખતે જ એકબીજાનું મોઢું જોઈ શકતા અને સ્પર્શસુખ માણી શકતાં!!!

પણ…… આજે એવું નથી રહ્યું  એકબીજાને લગ્ન પહેલા મળી લે અને ઓળખી લે વાતો કરી લે એ ખુબજ જરૂરી છે આજના માં-બપો પણ આ માટે અનુમતિ આપતાંજ હોય છે . છોકરો અને છોકરીના પણ આ જ અરમાનો હોય છે અને એમની અભીપ્સા પણ એવી ખરી કે

  • આપને લગ્નગાંઠમાં બંધાતા પહેલાં એકબીજાને જાણી લઈએ
  • એમના મિત્રોને પણ પૂછપરછ કરી શકાય છે
  • બહેનપણીઓને પણ પૂછી જ શકાય છે
  • સગાં-વહાલાં ને પણ પૂછી જ શકાય છે
  • પાડોશીઓને પણ પૂછી જ શકાય છે જો એમાં કૈક અજુગતું લાગે કે કેટલીક માંગણીઓ જે સ્વીકારવા લાયક ના હોય એને ના પણ પાડી શકાય છે

આવુ તો વર્ષોથી થતું આવ્યું છે અને હજી પણ ચાલતું રહેતું રહેવાનું જ છે આમાં છોકરીની જિંદગી બરબાદ થતા અટકે છે અને છોકરાઓને પણ અન્ય પસંદગી નો અવકાશ રહે છે લગ્ન પછીના છુટાછેડા એના કરતા તો ના ગમે કે આ યોગ્ય ના લાગે તો વિવાહ પણ ફોક કરી શકાય છે

જેથી સમાજમાં અને અનેક સ્થાનોમાં  એમની આબરૂ સચવાઈ રહે છે ઘણો બધો ખોટો ખર્ચો અને મહેણાં-ટોણાથી પણ બચી જી શકાય છે !!!

પણ આવું થવું જ શા માટે જોઈએ !!! નકારત્મક વિચારો કરતાં હકારાત્મક પગલું વધારે સારું !!!

મહત્વ એકબીજાને ઓળખવાનું છે  એકબીજાને ગમવાનું છે  એકબીજાંથી પરિચિત થવાનું છે આમાં નાજીક્ત્વને પ્રાધાન્ય મળે છે

સાનિધ્ય એ સંગાથ કરતાં વધારે મહત્વનું છે જોડાવાનું તો છે જ તો જોડી કેમ ના ઉત્તમ બનાવાય ?

આમ તે આપણી પ્રણાલી એક પગલું આગળ ગઈ છે …….

કઈ રીતે ?

અલ્યા ભાઈ આ પ્રી વેડિંગના કોન્સેપ્ટથી જ સ્તો !!! ભારતીય પરંપરાની  સાચવણી અને લોકોને રોજીરોટી કમાવી આપવાનું ઉત્તમ સાધન એટલે આ પ્રી વેડિંગ !!! આમાં ફાયદા ઘણાંજ છે ગેરફાયદા બહુજ જુજ !!!

શું છે આ પ્રી-વેડિંગ?

આજકાલ લગ્ન પહેલા અને પછી પણ સ્પેશિયલ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પ્રી વેડિંગ પાર્ટીમાં બેચલર પાર્ટી, હેન્સ પાર્ટી,
સંગીત સંધ્યા, મ્યુઝિકલ શો, રેઈન ડાન્સ પાર્ટી કે ઈન્ટ્રોડયૂસ પાર્ટી હોય છે, જ્યારે પોસ્ટ વેડિંગ પાર્ટીમાં રીસેપ્શન, કન્ફેશન પાર્ટી, ન્યૂ મેમ્બર વેલકમ પાર્ટી, ન્યૂ રીઝોલ્યૂશન પાર્ટી અને હેપીનેસ પાર્ટી જેવા સેલિબ્રેશનનો સમાવેશ થાય છે.
એમાં એક નવલું પગલું ઉમેરાયું છે ——-પ્રી વેડીંગ!!!

આ પ્રિ વેડીંગએ એ ફોટો શૂટ છે  પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ આજથી ૨-૩ વર્ષ પહેલાં બહુજ ઓછો હતો પરંતુ આજકાલ બહુજ વધી ગયો છે  આમ જોવા જઈએ તો એ સારી નિશાની છે !!! પ્રી-વેડિંગ શૂટનો મુખ્ય આશય એ છે કે લગ્ન પહેલા વાર-વધુ એકબીજા સ્થાથે ફ્રેન્ડલી થઇ જાય ……. એકબીજાની નજીક આવે .એમની વચ્ચે ઘનિષ્ઠતા કેળવાય.  તેઓનો વાત કરવાનો ક્ષોભ દૂર થાય ….કહોકે સંકોચ દૂર થાય !!! જાણવું એ બહુજ અગત્યનું છે જીવનમાં !!!!

આમ જોવાં જઈએ તો જે ફોટોગ્રાફરો પ્રી-વેડિંગ શૂટ કરે છે એજ લગ્નનું પણ શૂટિંગ પણ કરતાં હોય છે  એવામાં ફોટોગ્રાફર સાથે એનું ટ્યુનીંગ થઇ જાય તો એ બહુજ ઉત્તમ ગણાય આજકાલ દરેક જણને પ્રી-વેડિંગ શૂટ કરાવવું હોય છે  પ્રી-વેડિંગ શૂટનું લોકેશન ગ્રાહકની પસંદગી પર નિર્ભર રહેતું હોય છે.  કોઈને પહાડ પસંદ હોય છે તો કોઈને બીચ પસંદ  હોય છે તો કોઈને ઐતિહાસિક સ્થળો જેમકે કિલ્લો અને મહેલ !!!

એમની પસંદગી પ્રમાણે જીમ કોર્બેટ , નીમરાણા, ઉદયપુર ,જયપુર, ગોવા , કેરળ, દુબઈ , મલેશિયા, થઈલેન્ડ જઈને  પોતાનાં બજેટ પ્રમાણે પ્રી-વેડિંગ શૂટ કરાવે છે  આ પ્રી-વેડિંગ શૂટનો ખર્ચો ૧ લાખથી લઈને ૫ લાખ સુધીનો આવે છે !!!!
ગુજરાત પણ અમથી બાકાત નથી રહ્યું જ !!! ખાસ કરીને વિજયનગર પોળો ફોરેસ્ટમાં તો રોજની ૩-૪ બસો ભરીને લોકો પ્રી-વેડિંગ શૂટકરાવવા આવે છે આ જગ્યા  એમને માટે સૌથી વધારે પોપ્યુલર બની ગઈ છે !!!!  અવનવા પોશાકો  અવનવી મુદ્રાઓ , ચહેરા પર નીતરતો આનંદ , નયન રમ્ય સ્થળો

કયારેક કિલ્લામાં તો કયારેક જુના પુરાના મંદિરમાં ક્યારેક ઝરણામાં તો કયારેક જંગલમાં તો કયારેક ફાળો પર ભાડાનાં શૂટ અને આભૂષણો અને ફોટોગ્રાફીના અત્ય્યાધુનિક ઉપકરણો જે શેડિંગ માટે વપરાય છે એવાંઅને બીજા અનેક

અરે…. એટલે સુધી કે આ ફોટોગ્રાફરોની આખી ટીમ હોય છે  જેઓ કયારેક ડ્રોનનો પણ ઉપયોગ કરે છે  અને આ ફોટોશૂટ તેઓ સીડી કે  ડીવીડીમાં નહિ પણ પેન ડ્રાઈવમાં આપતાં હોય છે

ફોટોગ્રાફરો ફોટો એડીટીંગ માટે વધારે મેકબુક કોમ્યુટરોનો ઉપયોગ કરતા હોય છે  સોફ્ટવેરમાં મારી દ્રષ્ટીએ એડોબી પ્રીમિયર જ વાપરતા હોય છે અને વર-વધુ આ યાદગાર સંસ્મરણોને જોઇને વાગોળતાં રહેતા હોય છે  પછી જ લગ્ન કરતા હોય છે ………આ એક સારી બાબત છે !!!!

ગુજરાતના બીજા સ્થળોએ જ્યાં પ્રી-વેડિંગ શૂટથાય છે  એમાં અડલજની વાવ , દીવ , જુનાગઢ અને ગીરનો સમાવેશ થાય છે

કેમ જરૂરી છે પ્રી વેડિંગ ટ્રીપ !!!

તમે લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ  લગ્ન પહેલાં એ જાણવું ખુબ જ  જરૂરી હોય છે કે  તમારો પાર્ટનર કેવો છે? જે તમને કેટલો સહકાર આપી શકે તેમ છે ? એ તમારે યોગ્ય છે કે નહીં ?

આમ તો આપણા દેશમાં એમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં “લીવ ઇન રીલેશનશીપ”ને મંજુરી કે માન્યતા નથી મળતી હોતી એટલા માટે બીજું ઓપ્શન એ છે કે વર -વધુ લગ્ન પહેલાં એક ટ્રીપ પર સાથે જાય જેથી કરીને તેઓ એક બીજાને સમજી શકે

  • હા કોઈએ અનો ઉંધો અર્થ કરવાનો નથી
  • સાથે રહેવાનું અગત્યનું છે સાથે સુવાનું (સુહાગરાત) નહીં
  • આવું એમાં કશુંજ ઊંધું થતું જ નથી કારણકે ભારત એક આર્ય દેશ છે અને ગુજરાતીઓ તો આવું નાં જ કરે !!!
  • જે છે તે છે સહવાસ  અને સહપ્રવાસ ………..આ ખુબ જ જરૂરી છે !!!

પ્રી-વેડિંગ ટ્રીપના ફાયદાઓ:

એકબીજા સાથે એકલા સમય પસાર કરવાની તક મેળવો જો તમારું ગોઠવણી લગ્ન હોય તો તો આ આ ટ્રીપ આપને માટે બહુજ જરૂરી છે
સીધી  વાત છે કે ઘરવાળાંની વચ્ચે ચા-નાસ્તામાં તમને બે જણાને એટલો વખત તો ન જ મળી જ શકતો હોય કે તમે એકબીજાને સારી રીતે ઓળખી શકો કે સમજી શકો !!! એટલાં માટે તમામ લાજ-શરમને એક બાજુએ રાખી દઈને કોઈ એક સરસ ટ્રીપ પર નીકળી જવું જ જોઈએ  સાથે હરો-ફરો ,વાતચીત કરો અને સપનાનાં મહેલો બનાવો !!!

એક વાતનો ખ્યાલ રહે કે આ સમજદારીની ટ્રીપ છે  ………. હનીમૂનની નહીં !!!

આટલી વાત દરેકે મગજમાં રાખીને જ સહપ્રવાસ કરવો હિતાવહ છે !!!!

તમારો પાર્ટનર કેટલો સ્માર્ટ છે ?

તમે પ્રવાસ દરમિયાન તમે દિવસભરનું  પ્લાનિંગ કેવી રીતે કરો છો , બજેટ કેવી રીતે તૈયાર કરો છો ટ્રીપ દરમિયાન નાની મોટી અડચણો કેવી રીતે દૂર કરો છો

આ બધું તમારાં ધૈર્ય અને તમારી સ્માર્ટનેસ દર્શાવનારં સાબિત થતું હોય છે  આજ હાલ છે આ ટ્રીપ ફોર લાઈફટાઈમ જેને આપણે બોલચાલમાં લગ્ન કહીએ છીએ

આમાં પરેશાનીઓ  કોઈને પૂછીને નથી આવતી હોતી  અને એટલાં જ માટે પ્રી-વેડિંગ ટ્રીપપર તમે એ જાણી શકશો કે તમારો ભાવિ જીવનસાથી કે તમારી ભાવિ જીવનસંગિની કેટલી સમજદાર છે છે તે !!!

આવાં પ્રવાસો અને વા પ્રી-વેડિંગ શૂટનો ફાયદો એ છે કે આજના મંદીના દૌરમાં ફોટોગ્રાફરો , નવાં ડ્રેસ વેચનારા કે ભાડે આપનારાં, આભૂષણો અને સૌન્દર્ય પ્રસાધનો વેચનારાં કે હોટેલ બીઝનેસવાળાં અને ટ્રાવેલીંગ કંપનીઓનો ધંધો રોજબરોજ પુરજોશમાં ચાલે છે
અને ઐતિહાસિક  ગુજરાતના સ્થળોને પણ બઢાવો મળે છે કે  ચાલો આ સ્થળ તો અતિસુંદર છે આપણે પણ ત્યાં જઈએ
આમ એક પ્રી વેડિંગ ફોટોશુટ એ ઘણાંબધાંની આજીવિકાનું સાધન બની ગયું છે

આ રીતે આ એક  એક નવી પ્રણાલી એ વધુના જીવનનું પ્રથમ ચરણ બની ગયું છે અને એટલા જ માટે એ આગવી ભાત પડનારી પ્રણાલી બની ગયું છે

આનો  સૌથી મોટો ફાયદો એ છે સમાજમાં  લગ્ન પછી થતાં છૂટાછેડા અટકે છે

  • આ બહુજ સારી બાબત ગણાય  અને આમજ થવું જોઈએ તો જ આપની સામાજિક વ્યવસ્થાને  કલંક લાગતું અટકશે
  • કયારેક નાનો  છણકો એ મોટા ઝગડાને નિવારે છે
  • આવું પ્રી વેડિંગ  શૂટ જ એ હાદસાને  અટકાવી  શકે  તેમ છે
  • સમજો ,સમજાવો અને સમાજને બચાવો !!!


Photography : momenttra

Contact : 099090 19518

લેખક : જનમેજય અધ્વર્યુ 

1 thought on “પ્રી વેડિંગ ફોટોશૂટ – એક નવી પ્રણાલી જમાના સાથે તાલમેલ કરાવતું આધુનિક કદમ – એકબીજાને ઓળખવાની નવતર રીત”

Leave a Comment