સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક પીપળાના પાન, તેનું સેવન કરવાથી મળશે અનેક બીમારીઓમાં રાહત 

Image Source

આયુર્વેદમાં, પીપળાના ઝાડને દવાઓના ખજાનો માનવામાં આવે છે. આ વૃક્ષ અનેક પ્રકારના રોગોની સારવારમાં ફાયદાકારક છે પીપળાની ડાળીનું દાતણ કરીને અને તેના નરમ પાન ચાવવાથી મોંના ચાંદા, દુર્ગંધ , પાયરિયા અને પેઢા ના સોજામાં ફાયદો થાય છે.

પીપળા ના વૃક્ષ ને હિન્દૂ ધર્મ માં પવિત્ર માનવામાં આવે છે અને લોકો દ્વારા ખાસ સમય પર આ વૃક્ષ ની પૂજા પણ કરવામાં આવે છે પીપળા ના વૃક્ષ ને આર્યુવેદ માં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે અને આર્યુવેદ ના અનુસાર આ વૃક્ષ ના પાન નું સેવન કરવાથી ગણા પ્રકાર ના રોગ દૂર થાય છે. આ સિવાય ઝાડામાં લોહી આવવાની સ્થિતિમાં તેના પાનનો નરમ સાંઠ આખા ધાણા અને ખાંડ સાથે ચાવવાથી રસ ધીરે ધીરે લેવાથી રાહત મળે છે.

Image Source

લીવર માટે ફાયદાકારક 

5-7 લીલા પાંદડા 250 મીલી પાણી સાથે પીસો તેમાં 1 ચમચી પીસેલી મિશ્રી નાખીને દિવસમાં બે વાર લેવાથી પેશાબની નળીઓના વિસ્તાર માં ચેપ થવાની સમસ્યા સમાપ્ત થાય છે. પીપળા અને ગુંદા ના 5-7 પાંદડા એક સાથે 250 મિલી પાણીમાં પીસી લો. તેમાં થોડું મીઠું ભેળવીને સવાર-સાંજ 10 દિવસ સુધી લેવાથી લીવર સંબંધિત રોગોમાં ફાયદો થાય છે.

સ્મરણશક્તિ માટે ફાયદાકારક 

પીપળાના લગભગ 10 કુમળા પાંદડા 400 ગ્રામ દૂધ સાથે ઉકાળો. તેને ગાળ્યા પછી તેમાં પાઉડર મિશ્રી મિક્સ કરીને સવારે નાસ્તામાં પીવાથી સ્મરણશક્તિ અને તણાવ જેવી સમસ્યાઓનો અંત આવે છે.

દાંત અને મોંની દુર્ગંધ દૂર કરવા ઉપયોગી 

જો તમારા દાંતમાં કૃમિ છે, તો પછી પીપળાનો કાચી જડ લો અને પછી તેને તમારા દાંત પર ઘસો.આ કરવાથી તમારા દાંતમાં રહેલા કીડા દૂર થઈ જશે. ઘણા લોકો મોં ખોલવામાં પણ અચકાતા હોય છે કારણ કે તેમના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. જો તમને પણ આવી જ સમસ્યા છે તો  ચિંતા કરવાની જરૂર નથી, તમારે ફક્ત પીપળાના પાન ખાવા પડશે. પીપળાનું પાન ખાવાથી તમારા મોંમાંથી આવતી દુર્ગંધ હંમેશા માટે દૂર થઈ જાય છે.

હેમરેજની સમસ્યામાં ફાયદાકારક 

જો તમને હેમરેજની સમસ્યા છે, તો પછી પીપળાના પાન ખાઓ અથવા તેના પાનને પાણીમાં ઉકાળો. પાણીમાં ઉકાળ્યા પછી, પાંદડા અલગ કરો અને પાણી પીવો.  વધુ પડતી ગરમીને કારણે નસકોરીની સમસ્યા સામાન્ય છે.ટેમ્સ આ ઉપાય આ કરવાથી તમે ક્ષણભરમાં આ સમસ્યાથી છૂટકારો મેળવશો.

ત્વચા સંબંધિત બિમારી દૂર કરવા માટે ફાયદાકારક 

ત્વચા પર દાધર,ખુજલી હોવા પર આ પાંદડાનું સેવન કરો.પીપળા ના વૃક્ષ ના પાંદડા ખાવાથી ત્વચા ને લગતી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે.પત્તા ખાવા ને સિવાય તેનો ઉકાળો બનાવી ને પણ પી શકાય છે.

શરદી તાવ માં ઉપયોગી 

શરદી કે તાવ આવે ત્યારે તમે પીપળા ના થોડા પત્તા લઈને સુકવી દો જયારે તે સુકાય જાય ત્યારે પછી એને પીસી નાખો અને એમાં મીશ્રી મિલાવી દો.અને પછી પાણી ની અંદર આ મિશ્રણ ને નાખી દો.અને પાણી ને ઉકાળી ને ઉકાળો બનાવી લો આ ઉકાળા ને પીવાથી શરદી જલ્દી મટી જશે.તમે ઈચ્છો તો એમ હળદર પણ ઉમેરી શકો છો.

શ્વાસ સબંધિત બીમારીમાં ઉપયોગી 

પીપળા ના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થઈ જશે. શ્વાસ સંબધિત બીમારી હોય ત્યારે પીપળા ના છાલ નું અંદર ના ભાગ નું ચૂર્ણ બનાવી સેવન કરી લો ચૂર્ણ ખાવાથી તમારી બીમારી દૂર થઈ જશે.

ચૂર્ણ બનાવવા માટે પીપળા ની છાલ ને છીણી ને ધોઈ નાખો સાફ કર્યા પછી તેને સુકાવા મૂકી દો જયારે તે સુકાય જાય તો,એને પીસી નાખો અને પાવડર તૈયાર કરો અને આ પાવડર નું રોજ સેવન કરો.

લોહી વધારવામાં મદદરૂપ 

જો તમારા શરીર માં લોહી ના હોય તો તમે પીપળા ના પાન નો પાવડર નું સેવન કરો પીપળા ના પાન ખાવાથી લોહી એકદમ શુધ્ધ બની જશે તમે પીપળાનાં વૃક્ષ ના પાન ને સુકવી દો અને પછી તેને પીસી નાખો.અને રોજ આ પાવડર માં મધ ઉમેરી ને તેનું સેવન કરો એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ બની જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment