માતા-પિતાએ ભુલથી પણ ન કરવા જોઈએ બાળકો સામે આ 5 કામ, નહીં તો તેમની જિંદગી થઇ શકે છે બરબાદ  

Image Source

માતા-પિતા સારા હોય કે ખરાબ તેમની માટે દરેક વસ્તુ એક ઉદાહરણ હોય છે માતા-પિતા બાળકોને સારી વાતો શીખવાડવામાં સંપૂર્ણ ઉંમર લગાવી દે છે પરંતુ અજાણતાં જ તે બાળકોને અમુક ખરાબ વસ્તુઓ પણ શીખવાડે છે. જેની બાળકો ઉપર ખૂબ જ નકારાત્મક અસર પડે છે આવો જાણીએ શું છે તેવા તો જેની બાળક પર માનસિક રૂપથી ખૂબ જ ઉંડી અસર પડે છે.

બાળકો સૌથી વધુ સમય ઘરમાં પોતાના માતા-પિતા સાથે પસાર કરે છે. અને તેમની સાથે જ વધુ વસ્તુઓ શીખે છે. સારી હોય કે ખરાબ માતાપિતા તેમની માટે દરેકે દરેક વસ્તુનો એક ઉદાહરણ હોય છે માતા-પિતા બાળકોને જાણતા કે અજાણતા તેમને સારી વસ્તુ પણ શીખવાડે છે અને તેની સાથે ખરાબ વસ્તુ પણ શીખવાડે છે જેને બાળકો ઉપર ખરાબ અસર જોવા મળે છે.

બહેસ કરવી

જો તમારું બાળક દરરોજ તમને બહેસ કરતા જુએ છે અથવા તો લડાઈ ઝઘડા કરતા જુએ છે તો તેમનો વ્યવહાર  હિંસક બની જાય છે. ઘરમાં થતાં લડાઈ અને ઝઘડાને કારણે બાળક ક્યાંકને ક્યાંક પોતાની જાતને જ દોષી માનવા લાગે છે. જો માતા-પિતા કોઈ વાતચીતને લઈને વાદ વિવાદમાં ફસાયેલા છે તો પણ તેમને બાળકોની સામે તે વાતનો શાંતિથી નિવેડો લાવવો જોઈએ. આમ કરવાથી બાળકોને શીખવા મળશે કે કોઈપણ લડાઈ-ઝઘડા અથવા તો વાદવિવાદનું શાંતિથી નિરાકરણ લાવી શકાય છે.

મારઝૂડ કરવી

ઘરમાં થતી કોઈપણ પ્રકારની હિંસા બાળકોની જિંદગી હંમેશા માટે ખરાબ કરી શકે છે. તે પછી માનસિક હોય કે ફિઝિકલ કોઈપણ પ્રકારની હિંસાની મોટા થતાં બાળકો ઉપર માનસિક રૂપથી ખૂબ જ ઉંડી અસર નાખે છે.બાળકો દુર્વ્યવહાર કરવાનું સૌપ્રથમ પોતાના માતાપિતા પાસેથીજ શીખે છે. એવા બાળકો મોટા થતાં જ ડ્રગ અથવા તો આલ્કોહોલ એડિક્ટ થઇ જવાની સંભાવના હોય છે.

સખત શિસ્તનું પાલન

માતા-પિતા પોતાના બાળકોને કેવી રીતે અનુશાસન શીખવાડે છે તે પણ બાળકના વ્યવહારને ખૂબ જ પ્રભાવિત કરે છે. જ્યારે માતા-પિતા બાળક ઉપર જબરજસ્તી કોઈપણ વસ્તુનું દબાણ કરે છે ત્યારે બાળકના વ્યવહારમાં બદલાવ આવવા લાગે છે અને તે ધીમે ધીમે પોતાનાં માતા-પિતાથી દૂર થવા લાગે છે. સખત અનુશાસનમાં બાળકો લગભગ આક્રમક થઈ જાય છે અને તેમના મગજ ઉપર તેની નકારાત્મક અસર પડે છે.

અસામાજિક હોવું

શિકાગો યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર જો તમે એક સામાજિક ગતિવિધિથી દૂર રહેતા અથવા તો અસામાજિક માતા પિતા છો તો આ વાતનો ખૂબ જ સંભાવના છે કે તેનાથી તમારા બાળક ખરાબ આદત તમારી પાસેથી શીખશે અને સંપૂર્ણ જિંદગી આ પ્રમાણે જ પસાર કરશે બાળકો માતા-પિતાની આદતોને જ અપનાવે છે અને તેમના અસામાજિક હોવાની અસર બાળકો ઉપર પણ તેવી જ રીતે પડે છે તેનાથી બાળકોનું સોશિયલ સ્કીલ ખરાબ થઈ જાય છે અને તે ક્યારેય કોઈ સાથે હળીમળી શકતા નથી.

તણાવ અથવા દબાવને સંભાળી ન શકવું

કોઈપણ પ્રકારના તણાવ અથવા તો માનસિક દબાણને માતા-પિતા કેવી રીતે લે છે તે બાળકો તેમનાથી ખૂબ જ સારી રીતે શીખે છે જો તમે ખૂબ જ જલ્દી હેરાન થઈ જાઓ છો અને લગભગ તણાવમાં રહો છો તો તમારું બાળક પણ ગમે તે પ્રકારના પ્રેશર ને સંભાળી શકશે નહીં. આવી પરિસ્થિતિમાં તે એવો જ વ્યવહાર કરશે તેવો તેમને તમને કરતા જોયા છે ગુસ્સામાં આવીને બૂમો પાડવી અથવા તો ખોટી વસ્તુઓ બોલવી તથા વસ્તુઓ તોડવી આ બધું બાળકો માતા-પિતા પાસેથી જ શીખે છે.

બાળકો મોટા થઇ જાય છે પરંતુ માતા-પિતા તેમની માટે હંમેશા એક પરફેક્ટ રોલ મોડેલ હોય છે. માતા-પિતા માટે જરૂરી છે કે તે બાળકો માટે હંમેશા એક યોગ્ય ઉદાહરણ સાબિત થાય. તમારી ખરાબ આદતો બાળકોની જિંદગી હંમેશા માટે ખરાબ કરી શકે છે અને તમારા બાળકો માં સારી આદત નાખો અને ખૂબ સારા માતા-પિતા બનવાની કોશિશ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “માતા-પિતાએ ભુલથી પણ ન કરવા જોઈએ બાળકો સામે આ 5 કામ, નહીં તો તેમની જિંદગી થઇ શકે છે બરબાદ  ”

Leave a Comment