બધા રોગોની એક જ દવા..! આ સાંભળીને અજુગતું લાગતું હશે. પણ આ જ સત્ય છે

મોંઘવારીની માફક બીમારીઓ પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. વિશ્વના કરોડો લોકો જાતજાતના રોગોથી પીડઈ રહ્યા છે. કોઈ શારીરિક રીતે બીમાર છે તો કોઈ માનસિક રીતે. તથા નાના મોટા રોગોની તો વાત જ ક્યાં થાય છે? માથાનો દુખાવો તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ સર્વસામાન્ય છે. જેટલી બીમારીઓ એટલી જ સામે દવાઓ. પણ શું એવી કોઇ દવા છે જે બધા રોગોમાં કામ લાગે? હા છે. બધા રોગોની એક જ દવા! સાંભળીને અજુગતું લાગતું હશે. પણ આ સત્ય છે.

કઈ હશે આવી સર્વ રોગનિવારક દવા? આ દવા કોઈ પણ બીમારી કે રોગ માટે અસરકારક છે આ દવાનું નામ જાણવુ છે? ના ના, કાંઈ લાંબુલચ નામ નથી ફક્ત ચાર અક્ષર નું નામ છે. આ દવા એટલે “વર્ક-કામ”.

આશ્ચર્ય થયું હશે મિત્રો? કામ કરીને બિમારી મટી શકે કઈ!!! આવું જ કાંઈક વિચારતા હશો. જાણું છું. પરંતુ વર્ક એક એવી ઔષધી છે, જેમાં વ્યસ્ત થઈને માણસ પોતાના બધા જ દર્દો ભુલી જાય છે. કામમાં પરોવાઈ ગયા પછી બધી જ બીમારીઓ વિસરાઈ જાય છે. માટે વર્ક કરો. મન લગાવીને ખૂબ કામ કરો.

કામ કરનાર વ્યક્તિઓની પર્સનાલિટી કંઇક ખાસ જ હોય છે. પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરનાર વ્યક્તિ તરક્કી તો કરે જ છે અને સાથોસાથ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે. સતત કામમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિનું ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ વ્યવસ્થિત હોય છે.

તે સમયે કામ પૂરું કરીને પોતાના માટે પણ સમય કાઢી લે છે. તેથી તેના પર કામનું ખોટું માનસિક દબાણ રહેતું નથી. એમ મન એકદમ પ્રફુલ્લિત રહે છે. તો બીજી બાજુ જે લોકો કામ કરવામાં આળસ કરે છે, તેમના પર હંમેશા કામનો બોજ રહે છે. આ કારણે શારીરિક અને માનસિક તણાવ ઉદ્દભવે એ સ્વાભાવિક છે.

કામ કરવાથી હતાશા અને નિરાશા આપણાથી હજારો મીલ દૂર રહે છે. નાની-મોટી બીમારીઓને તો આપણે કામમાં અને કામમાં ગણકારતા પણ નથી. સાચું ને ? તો પછી થઈને બધા રોગોની એક જ દવા કફત વર્ક અને કહેવાય ને, “મન કે હારે હાર હૈ મન કે જીતે જીત”. તો વ્યસ્ત રહો અને મસ્ત રહો.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment