પોષક તત્વોથી ભરપૂર મકાઈના દાણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયેટમાં કરો આ રીતે સામેલ

Image Source

આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં પણ કરે છે.

આપણે સ્વસ્થ રહેવા માટે મકાઈ એટલે કે કોર્નનો ઉપયોગ સાંજે નાસ્તામાં કરતા હોય છે. ઘણા લોકો મકાઈનો ઉપયોગ સૂપ, સલાડ જેવી ચીજોમાં કરે છે. તમે મકાઈનો ઉપયોગ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માં પણ કરી શકો છો. મકાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘરમાં બાળકો થી લઈને મોટા પણ મકાઈને ડાયટમાં સામેલ કરી શકે છે.

મકાઈમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, તે કબજિયાત થી રાહત આપે છે. તે ખોરાકમાં સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક તત્વો થી ભરેલું છે. તમે ઘણા પ્રકારની વાનગીઓ બનાવવા માટે મકાઈનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે જાણીએ કે મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને આપણે તેને આપણા આહારમાં કેવી રીતે સામેલ કરી શકીએ છીએ.

મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.તેની અંદર વિટામિન એ હોય છે જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેને શેકીને ખાવાથી તેની અંદર નું એન્ટીઓક્સિડેન્ટ વધી જાય છે. તેમજ મકાઈ કેન્સર જેવી ગંભીર બીમારી થી પણ બચાવે છે.

મકાઈ આપણા હાડકા મજબુત બનાવે છે

નિયમિત રૂપે જો તમે મકાઈ નું સેવન કરો છો તો તમને સંધિવા થવાની શક્યતા ઓછી રહે છે. તેમજ તેની અંદર રહેલ ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે. જે આપણા હાડકાંને મજબૂત કરે છે.

આપણી આંખો માટે છે ફાયદાકારક

મકાઈ નું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. તેમજ તેની અંદર બીટા કેરોટીન હોય છે. જે વિટામિન એ ના ઉત્પાદન માટે મદદ કરે છે. તેમજ ઉમર જતા આંખની સમસ્યાઓ ઓછી કરે છે.

મકાઈ પાચનને બહેતર બનાવે છે

મકાઈમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા પાચનમાં વધારો કરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત થતી નથી. મકાઈ તમારું પેટ સાફ રાખે છે.

ઓછી માત્રામાં ખાવાથી વજન ઘટે છે.

ફાઈબરથી ભરપૂર કંઈક ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે અને તમને જલ્દી ભૂખ લાગતી નથી. જેમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું છે. મકાઈ સ્ટાર્ચ થી ભરપૂર હોય છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે, તેમને ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

વજન વધારવામાં મદદરૂપ

જેને વજન વધારવું છે તેમને મકાઈ વધુ પ્રમાણ લેવી જોઈએ. કારણ કે તેમાં સ્ટાર્ચ છે જે વજન વધારવામાં મદદ કરે છે. જો કે, જે લોકોને ડાયાબિટીસ ની તકલીફ છે તેમને તેનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં બ્લડ સુગર વધે છે.

આંખોની રોશની વધારે છે

પીળા મકાઈના દાણા માં લ્યૂટિન હોય છે, જે મોતિયાની સમસ્યા થી બચાવે છે. આ સિવાય રોજ તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશની વધે છે.

શરીરને મજબૂત બનાવે છે

મકાઈમાં આયર્ન, વિટામિન એ, થાયમિન, વિટામિન બી 6, ઝીંક, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે.

તેનો ડાયેટમાં આ રીતે કરો ઉપયોગ

મકાઈ ભાત

તમે પ્રેશર કૂકરમાં મકાઈના દાણાને બાફીને ભાત બનાવી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે સફેદ ચોખા ને બદલે બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરી શકો છો. તમે તેને બપોરે ખાઈ શકો છો.

મકાઈનું સલાડ

એક કપમાં બાફેલા મકાઈના દાણા કાઢો. આ બાદ ટામેટા, એક નાની ડુંગળી, એક ચમચી માખણ, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને સ્વાદ માટે મરી ઉમેરી શકો. તેને કોથમીરથી ગાર્નિશ કરો. આ સલાડ સાંજે નાસ્તા માટે બેસ્ટ છે.

(વૈધાનિક ચેતવણી: આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞ નો સંપર્ક કરીને જરૂરી પૂછપરછ કરશો )

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment