પાકિસ્તાનને ઘૂંટણભેર કરનાર મિરાજ વિમાન સિવાય અન્ય શસ્ત્રોના નામ અને કામ જાણીને તમને સ્થિતિનો અંદાજો આવી જશે…

પહેલા થઈ પાકિસ્તાનની હરકત જેમાં ૪૦ થી વધુ ભારતીય જવાનો શહીદ થયા. બાદ આંતકીઓને તેના કરતૂતની સજા આપવા માટે ભારતે મિરાજ વિમાનનો સહારો લઈને પાકિસ્તાનને વળતો જવાબ આપી દીધો હતો. ભારતીય સૈન્યને વિમાની હુમલા દ્વારા પાકિસ્તાનના આંતકીઓને તેના અડ્ડાઓ પર જ મારી નાખ્યા. એક પણને ભાગવાનો સમય રહ્યો ન હતો.

તો ચાલો જાણીએ ભારતે હુમલા માટે ક્યાં ક્યાં શસ્ત્રો વાપર્યા? એ સિવાય બીજી વાત એ પણ છે કે હુમલો મિરાજ વિમાનોએ કર્યો હતો પરંતુ વિમાન એકલું ઊડતું ન હતું. આખું શસ્ત્રાગાર તેની સાથે ફીટ થયેલું હતું. અહીં એ શસ્ત્રોનો ટૂંકમાં પરિચય જાણવાનો છે. થઇ જાવ રેડ્ડી..કરીએ માહિતીની સફર…

(૧) મિરાજ-૨૦૦૦

આ ભારતીય સૈન્યને કોઇપણ હાલતમાં આગળ રાખે છે. આ ફાઈટર વિમાન કારગીલ વોરમાં વપરાયું હતું. એમ, ફરી એકવાર આ વિમાને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો છે. આ વિમાન ફ્રાંસની બનાવટ છે.

(૨) લેસર બોમ્બ

પાકિસ્તાનમાં ભારતે કરેલ વળતા જવાબના હુમલામાં મિરાજમાં લેસર બોમ્બ ફિર કરેલ હતા. જ્યાં લેસર લાઈટનો પ્રકાશ પડે ત્યાં બોમ્બ ધડાકાભેર પડે. વિમાન તેની અતીઝડપી ગતિએ આગળ જતું રહે પરંતુ વિમાન લક્ષ્યને ચુકે નહીં. લેસર સીસ્ટમની ખરીદી ભારતે-અમેરિકા પાસેથી કરેલી છે.

(૩) કોમ્બેટ મિસાઈલ

હુમલા વખતે જો પાકિસ્તાની સેના સામે પ્રહાર કરે તો તેને પહોંચી વળવા માટે ફ્રેંચ બનાવટની આ મિસાઈલને સજ્જ રાખવામાં આવી હતી. એટલે હુમલા વખતે આ કોમ્બેટ મિસાઈલની સુવિધા પણ રાખવામાં તૈયાર રાખવામાં આવી હતી.

(૪) હેરોન ડ્રોન

લાઈન ઓફ કંટ્રોલ પર શું ચાલી રહ્યું છે, તેનો રીયલ ટાઈમ ડેટા મેળવવા માટે આ ડ્રોન વિમાનને સજ્જ કરવામાં આવ્યા હતા.

(૫) નેત્ર જેટ

આ વિમાન એક કંટ્રોલ મથક છે. જે ઉડતા-ઉડતા જ સ્થિતિની જાણકારી મેળવી લે છે. આ નેત્ર જેટનું મુખ્ય કામ પાકિસ્તાની વાયુસેના પર નજર રાખવાનું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જવાબ આપ્યો તેમાં નેત્ર જેટ મુખ્ય રોલમાં હતું એમ પણ કહી શકાય.

(૬) લીટનીંગ પોટ

આ વિમાન નીચે લાગેલ એક ડિવાઈસ છે. આ લેસર ડિવાઈસ દિશા શોધવાનું કામ કરે છે અને ટાર્ગેટને ઓળખી બતાવે છે. ફ્રેંચ કંપનીએ આ પોડને બનાવ્યા હતા.

(૭) ઈલ્યુઝીન-78એમ

અનિવાર્ય સંજોગોમાં ઉડી રહેલા વિમાનને બળતણની જરૂર પડે તો હવામાં રીફીલીંગ માટે આ વિમાનને સજ્જ રાખવામાં આવ્યા હતા. આગ્રામાં આ વિમાનને હુમલા વખતે તૈયાર રાખવામાં આવ્યા હતા.

તો હુમલો માત્ર મિરાજ વિમાનથી થયો એવું નથી. એ સાથે ઘણા બીજા શસ્ત્રોને પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. પરિણામે ભારતે ગણતરીની કલાકોમાં પાકિસ્તાનને વળતો જવાબ આપી દીધો. એટલે તો ભારતીય જવાનોએ ભારતના લોકોને રાજી-રાજી કર્યા. હજુ પણ આવનારા સમયમાં પાકિસ્તાનના ચીથરા ઉડી જવાના છે એ વાત પાક્કી છે જેને જ્યાં દોડવું હોય તે ભલે દોડી લે. ભારતે પાકિસ્તાનને ઓપન વોર્નિંગ આપી હતી કે, પુલવામા હુમલાની સજા તેને ભોગવવી પડશે.

નરેન્દ્ર મોદી સાહેબે સૈનિકોને છૂટો દૌર આપ્યો છે. હવે પાકિસ્તાન તરફથી કોઈ વાત ભારત સહન નહીં કરે. હવે સમય શાંત બેસવાનો નહીં પણ જવાબ દેવાનો આવ્યો છે. જે હાલ પાકિસ્તાન ભોગવી રહ્યું છે.

Leave a Comment