મળો સૌરાષ્ટ્રના સોનલબહેનને – પોલીયો થયો હોવા છતાં જિંદગીને પડકાર આપીને વિજેતા બન્યા..

ભગવાન ક્યારેક જીવનની કસોટી કરવામાં કંઈ બાકી રાખતો નથી. જિંદગીમાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે કોઈ નિર્ણય લેવો મુશ્કેલ થઇ જાય છે. એ બધામાં આવી પરિસ્થિતિ સર્જાય છતાં લડવાની હિંમત બતાવે એ હિંમતવાન વ્યક્તિ કહેવાય. આજ એક એવા જ ઉદાહરણની વાત કરવાના છીએ. આ મહિલાએ જિંદગીને ઘૂંટીને પી લીધી. ઈશ્વરને પણ પડકાર કરે એવી આ મહિલાની હિંમતને ખરેખર માન આપવા લાયક છે.

ધોરાજી નાં જેતપુર રોડ પર રહેતા સોનલબેનને બે વર્ષની ઉંમરથી જ શરીરમાં પોલીયોની અસર થઇ ગઈ હતી. પોલીયોની અસર શરીરમાં થઇ હતી પણ મનમાં તો બધા પડકારને સહન કરી લેવાની હિંમત તેનામાં બચપનથી જ જોવા મળતી હતી. જેટલી પણ જીવનમાં તકલીફ પડી તેમાંથી પાર થતા ગયા અને તેની કલા પ્રત્યેની તેની રૂચી દિન પ્રતિદિન વધતી ગઈ. અંતે સોનલબેન કલામાં માહિર થઈને ગયા.

આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારથી જ સોનલબેનને કલા પ્રત્યે અત્યંત લગાવ હતો એટલે તે એ ક્ષેત્રમાં ધ્યાન આપતા હતા. એ કાર્યના ફળ સ્વરૂપે આજે સોનલબેન લાકડા તેમજ સુકાઈ ગયેલ વેલ અને પાંદડામાંથી ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે.

હાલમાં પણ તેઓ આ ગૃહ ઉદ્યોગમાં કાર્યરત છે અને જીવનની બધી તકલીફને ભૂલીને આનંદથી જીવન વિતાવે છે. કલાએ તેને એવો સહારો આપ્યો કે તે જીવનની બધી તકલીફને ભૂલું ગયા. આજે તેના ચહેરા પર નિર્દોષ હાસ્ય જોવા મળે છે. કલા થકી તેઓ આખા ગામમાં જાણીતા બન્યા છે અને લોકો તેને નામથી ઓળખાતા થયા છે.

કી સ્ટેન્ડ, ઘડિયાળ, વોલપીસ જેવી અવનવી આઇટેમ બનાવી તેઓ વેચાણ કરે છે. ખુદની આંતરિક કલાને તેઓ વસ્તુ પર કંડારે છે અને લોકોની નજરમાં સારું સ્થાન બનાવી લે છે. કહેવાય છે ને, કંઇંક કરી બતાવવાની ચાહના હોય તો જિંદગીની બધી તકલીફને એકવાર ઝુકી જવું પડે છે. સોનલબેન માથુકીયા સાથે વાતચીત કરી ત્યારે તેને જણાવ્યું કે, પરિવારના સાથ સહકારથી આ ગૃહ ઉદ્યોગનો વેપાર સારો ચાલે છે અને ઘરમાં પણ બધા સભ્યો તેને આ કામમાં પૂર્ણરૂપે મદદ કરે છે.

પગમાં પોલીયોની તકલીફ હોવા છતાં સોનલબેન ઘણી કલામાં માહિર છે. તે ચિત્ર પણ સારું બનાવી શકે છે. ઉપરાંત તેની પાસે એમ એ બી એડ પીએચડીની ડીગ્રી પણ છે. વાંચન પ્રત્યે પણ તેને સારી એવી રૂચી છે તેને કારણે તો તેને લાયબ્રેરી જેવી વ્યવસ્થા પણ કરેલી છે. સાથે વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની તેની કારીગરીને એવોર્ડ મળવાને પાત્ર છે.

સોનાલબેન ૧૦૦ રૂપિયા થી લઈને ૪૦૦૦૦ સુધીની અલગ-અલગ આર્ટ ગેલેરી માટેની વસ્તુઓ બનાવે છે. જુઓ તસવીર જેમાં તમને ઘણું એવું જાણવા મળશે જે તમે ક્યારેય જાણ્યું નહીં હોય એટલે કે સોનલબેનની કલા નિહાળવી હોય તો તમે અહીં આપેલી તસવીરોને નિહાળી શકો છો. વર્તમાન સમયમાં સોનલબેન કલામાં કાર્યરત છે, જે તેની કલા માટેની દીવાનગી બતાવે છે. સૌરાષ્ટ્રની ઘરતીનું આ એક ઉદાહરણ ઘણાની લાઈફમાં એનર્જી આપે એવું છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment