ઘરે ઝટપટ બનાવો ‘મસાલા પાંવ’, શીખો તેને બનાવવા ની રીત 

Image Source

જો તમને મુંબઇ અથવા અમદાવાદનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મસાલા પાંવ ભાવે છે, તો પછી તમે તેને ઘરે બનાવી શકો છો. જાણો તેને બનાવવા ની આસાન રેસીપી.

મહારાષ્ટ્ર અને ગુજરાત તેમના સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને વિવિધ પ્રકારના મસાલેદાર અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ ખાવા મળશે.  સ્વાભાવિક છે કે, તમે ફક્ત સ્ટ્રીટ ફૂડ ખાવા માટે મુંબઈ અથવા અમદાવાદ જશો નહી.તેથી જ તમે મુંબઇ અને અમદાવાદનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તમારા પોતાના રસોડામાં બનાવી શકો છો.

ખાસ કરીને જો તમને મસાલેદાર ચીજો ખાવાનો શોખ હોય તો મસાલા પાવને ચોક્કસ બનાવો.  તમે તેને ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો.  પ્રખ્યાત સેલિબ્રિટી શેફ કૃણાલ કપૂરે પણ તેની રેસિપી તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.

Image Source

શેફ કૃણાલ કપૂરની શૈલીમાં મસાલા પાંવ બનાવવાની એક સરળ રીત 

  • કુલ સમય: 20 મિનિટ
  • તૈયારી સમય: 10 મિનિટ
  • રસોઈનો સમય: 10 મિનિટ

Image Source

સામગ્રી

  • 4 સુકા લાલ મરચાં
  • 2 લસણની કળી
  • 1 ટીસ્પૂન ગરમ મસાલા
  • 1 ચમચી ઝીણું કાપેલું આદુ
  • 1/2 કપ ગરમ પાણી
  • 2 ચમચી માખણ
  • 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચા
  • 1 ચમચી પાંવભાજી મસાલા
  • 1/2 ટીસ્પૂન જીરું પાવડર
  • 1/2 ટી.સ્પૂન ધાણા પાવડર
  • 2 ચમચી લસણની ચટણી
  • 1/2 કપ બારીક સમારેલા ટમેટા
  • 1/4 કપ બારીક સમારેલું કેપ્સિકમ
  • 1 ટીસ્પૂન લીંબુનો રસ
  • 6 પાંવ
  • એક મુઠ્ઠી ધાણા બારીક સમારેલા
  • એક મુઠ્ઠી સેવ

Image Source

બનાવવા ની રીત

મસાલા પાંવ બનાવવા માટે પહેલા લાલ મરચા ની પેસ્ટ તૈયાર કરો. આ માટે સૂકા લાલ મરચાને 1 કલાક પાણીમાં પલાળી રાખો. આ પેસ્ટ તૈયાર કરવા માટે લાલ મરચા ઉપરાંત તેમાં લસણ, આદુ અને ગરમ મસાલા નાખો. મિક્સર ગ્રાઇન્ડરમાં મિશ્રણને ગ્રાઇન્ડ કરીને પેસ્ટ તૈયાર કરો.

હવે મસાલા પાંવ માટે મસાલો તૈયાર કરો. આ માટે ગેસ ધીમી આંચ પર રાખો અને તેના પર એક કડાઈ મુકો. જ્યારે કડાઈ ગરમ થાય ત્યારે તેમાં બટર નાખો.સૌથી સારી વાત એ છે કે તેનો મસાલો તૈયાર કરવામાં ઘણી બધી સામગ્રીનો ઉપયોગ થતો નથી.

બટર ઓગળે એટલે પહેલા ડુંગળી સાંતળી લો.  તેને ફ્રાય કરો જેથી તે બ્રાઉન ન થાય પણ ડુંગળી કાચી પણ ન રહે.હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા નાખો. ત્યારબાદ તેમાં પાંવભાજી મસાલો નાખો. આ પછી તેમાં કોથમીર પાવડર, જીરું પાવડર અને મીઠું નાખો. ત્યારબાદ મસાલાને બરાબર શેકો.

હવે આ મિશ્રણમાં તમે તૈયાર કરેલી લાલ મરચાંની પેસ્ટ ઉમેરો. તેમાં બે ચમચી પેસ્ટ ઉમેરવાથી તમને ખૂબ જ સારો સ્વાદ મળશે.

Image Source

હવે આ મિશ્રણમાં ટામેટાં ઉમેરીને બરાબર ચડવા દો. ધ્યાનમાં રાખો કે તમારે ટામેટાંને હળવા હાથે મેશ કરીને ચડવા દેવા પડશે.જ્યારે ટામેટાં ચડવા માંડે ત્યારે તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરો.

જ્યારે કેપ્સિકમની કચાસ દૂર થઈ જાય ત્યારે આ મિશ્રણમાં લીંબુનો રસ નાખો. લીંબુ ઉમેરવાથી મસાલાની કડવાશ સંતુલિત થાય છે.  જો તમે ખાટા ટામેટાં વાપરી રહ્યા છો તો લીંબુનો રસ નાખો. આ રીતે મસાલો તૈયાર થઈ જશે.

હવે પાંવને વચ્ચેથી કાપી લો.પાંવ ને તે જ તવા પર  માખણથી શેકવો જેમાં તમે મસાલો તૈયાર કર્યો હતો. તવા ને ધોવા અથવા સાફ કરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં, મસાલાનો બાકીનો ભાગ જે તવા પર છે, તે પાંવ પર ચોંટે છે અને આ મસાલાપાંવ નો સ્વાદ વધારે છે.

પાવ તૈયાર થાય એટલે તેમાં સમારેલી કોથમીર નાંખો અને મસાલાને ફેલાવો.પાવને કાપેલા ભાગથી ઢાંકી દો અને તેને દબાવો. તેને બંને બાજુથી શેકી લો.આ પછી મસાલા પાવને સેવ વડે ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *