મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર 4 પ્રહરની 4 પ્રકારની પૂજા વિધિ અને 4 મંત્ર વિશે જાણો

Image Source

આ વર્ષે મહાશિવરાત્રી 1 માર્ચ 2022 પર ભક્ત દિવસભર ભગવાનની પૂજા અર્ચના કરી શકશે. ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ મહાશિવરાત્રીના દિવસે મંગળવાર છે.. ભક્તો માટે ખૂબ ફળદાયી યોગ બની રહ્યા છે.

શિવપુરાણ મુજબ મહાશિવરાત્રીના દિવસે સવારમાં ઉઠીને સ્નાન અને નિત્યકર્મથી નિવૃત્ત થઈને ભસ્મનો ત્રીપુડ તિલક અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને શિવાલયમાં જઈ અને શિવલિંગની વિધિપૂર્વક પૂજા કરો. મહાશિવરાત્રી વ્રતનું સંકલ્પ કરો અને સાથેજ આ દિવસે 4 પ્રહરના 4 મંત્રનો જપ કરી મહાશિવરાત્રીના વ્રતનો વિશેષ લાભ ઉઠાવો.

Image Source

ભગવાન શિવના ભોળાપણા વિશે બધાને જાણ છે તેથી ભકત તેને ‘ભોળા’ પણ કહે છે. માનવામાં આવે છે કે શિવજીને પ્રસન્ન કરવા માટે તમારે ઘણી બધી વસ્તુઓની જરૂર હોતી નથી, પરંતુ સાચા મન અને ભાવથી ચડાવવામાં આવેલ એક ફૂલ પણ ભગવાન આશુતોષને પ્રસન્ન કરી શકે છે.

  • અભિજિત મુહૂર્ત – સવારે 11:47 થી બપોરે 12:34 સુધી.
  • વિજય મુહૂર્ત – બપોરે 02:07 થી બપોરે 02:53 સુધી.
  • ગોધુલી મુહૂર્ત – સાંજે 05:48 થી 06:12 સુધી.
  • સાયાહ સંધ્યા મુહૂર્ત – સાંજે 06:00 થી 07:15 સુધી.
  • નીશિતા અથવા નિશીથ મુહૂર્ત – રાત્રે 11:45 થી 12:35 સુધી.

વિધિ મુજબ શિવલિંગની પૂજા કરવા માટે સ્વસ્છ પાણી, ગંગા જળથી સ્નાન કરાવ્યા પછી દેશી ઘી, દૂધ, દહી, મધ, ખાંડ, ભસ્મ, ભાંગ, શેરડીનો રસ, ગુલાબ જળ, દૂધ અને ચંદન ચડાવીને શિવલિંગ પર લેપ કરવો જોઈએ. ત્યારબાદ જનેઉ, ક્લાવા, ફૂલ, ગુલાબની માળા, ઘતુરા, ભાંગ, જવ, કેસર, ચંદન, ધૂપ, દીવો, કલાકંદ મીઠાઈ ( દૂધની બરફી ) ઈચ્છા મુજબ ચડાવ્યા પછી બિલીપત્ર ( રામ રામ ચંદનથી લખેલ ) ચડાવો.

મહાશિવરાત્રી પર શિવ આરાધનાથી દરેક ક્ષેત્રમાં વિજય, રોગ મુક્તિ, અકાળ મૃત્યુથી મુક્તિ, ગૃહસ્થ જીવન સુખમય, ઘનની પ્રાપ્તિ, લગ્નમાં વિલંબ આવવો, સંતાન સુખ, શત્રુ નાશ, મોક્ષ પ્રાપ્તિ અને બધા મનોરથ પૂર્ણ થાય છે. મહાશિવરાત્રી કાલસર્પ દોષ, પિતૃદોષ શાંતિનો સર્વશ્રેષ્ઠ મુહર્ત છે. જે વ્યક્તિને કાલસર્પ દોષ છે, તેને આ દોષની શાંતિ આ દિવસે જ કરવી જોઈએ.

Image Source

4 પ્રહરના 4 મંત્ર

  • મહાશિવરાત્રીના પેહલા પ્રહરમાં સંકલ્પ કરીને શિવલિંગને દૂધથી સ્નાન કરાવી ‘ ૐ હીં ઈશાનાય નમઃ ‘ નો જપ કરવો જોઈએ.
  • બીજા પ્રહરમાં શિવલિંગને દધી (દહી) થી સ્નાન કરવી ‘ ૐ હીં અધોરાય નમઃ ‘ જપ કરો.
  • ત્રીજા પ્રહરમાં શિવલિંગને ધૃતથી સ્નાન કરાવી ‘ ૐ હીં વામદેવાય નમઃ ‘ જપ કરો.
  • ચોથા પ્રહરમાં શિવલિંગને મધુ (મધ) થી સ્નાન કરાવી ‘ ૐ હીં સધોજાતાય નમઃ ‘ મંત્રનો જપ કરવો જોઈએ.

Image Source

કેવી રીતે પૂજા અને મંત્ર જપ કરવો

મંત્ર જપમાં શુદ્ધ શબ્દોને બોલવાનો વિશેષ ધ્યાન રાખ્યું કે જે અક્ષરોથી શબ્દ બને છે, તેના ઉચ્ચારણ સ્થાન 5 છે, જે પંચ તત્વ સાથે જોડાયેલ છે.

  • હોઠ પૃથ્વી તત્વ
  • જીભ જળ તત્વ
  • દાંત અગ્નિ તત્વ
  • તાલુ વાયુ તત્વ
  • કંઠ આકાશ તત્વ

મંત્ર જપથી પંચ તત્વોથી બનેલ આ શરીર પ્રભાવિત થાય છે. શરીરનું મુખ્ય અંગ માથું છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ માથામાં 2 શક્તિઓ કામ કરે છે. પેહલી વિચાર શક્તિ અને બીજી કાર્ય શક્તિ. આ બંનેનું મૂળ સ્થળ માથું છે. તેને મસ્તુલિંગ પણ કેહવાય છે. મસ્તુલિંગનું સ્થળ ઉપરથી નીચે ગોખુર બરાબર હોય છે. તે ગોખુર વાળા માથાનો ભાગ જેટલો ગરમ રેહશે, તેટલી જ કર્મેન્દ્રીઓની શક્તિ વધે છે. માથાના તાળવાના ઉપરનો ભાગ ઠંડક ઈચ્છે છે. તે ભાગ જેટલો ઠંડો હશે તેટલી જ સ્નાયુઓ સામર્થ્યવાન થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment