ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મજ નહીં ઓછા💲બજેટ માં બનેલી બીજી આ 10 ફિલ્મોએ પણ કરી હતી ધૂમ કમાણી👇

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ બોલીવુડ ફિલ્મની સ્ટોરી અને તેનું સ્વરૂપ પણ અલગ રીતે જ સામે આવી રહ્યું છે સમયની સાથે ફિલ્મને બનાવવાની રીત માં પણ ખૂબ જ ફેરફાર કરવામાં આવ્યા છે જ્યાં પહેલા ફિલ્મના હીરો અને હિરોઈન ઉપર જ ધ્યાન આપવામાં આવતું હતું ત્યાં જ હવે વાર્તા ની બોલબાલા થઇ રહી છે.

Image Source

આમ તો કોઈ પણ ભૂલ માટે સૌથી ઉપર હોય છે તેનો બજેટ પરંતુ હવે તે સીમાને પણ તોડી દેવામાં આવી છે અમુક ફિલ્મો એ સાબિત કરી દીધું છે કે ફિલ્મનું બજેટ ભલે નાનો હોય પરંતુ તેની વાર્તા દમદાર હોય તો તે ખૂબ જ કમાણી કરવાની તાકાત પણ રાખી શકે છે અને તે માત્ર કહેવાની વાત નથી પરંતુ અમુક બજેટની બોલીવુડ ફિલ્મો છે જેમની કમાણીના મામલામાં દરેક મોટા મોટા બજેટની ફિલ્મો ને પણ પાછળ છોડી દીધી છે.

આ ફિલ્મની કહાની ખૂબ જ અલગ હતી, અને તેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે તથા ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની સફળતાની સાથે-સાથે કમાણીના મામલામાં પણ સાતમા આસમાન ઉપર પહોંચાડી છે.

Image Source

1 ‘ધ કાશ્મીર ફાઇલ્સ’

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત કરવામાં આવેલ આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને રિલીઝ થયાને માત્ર તેર દિવસ થયા છે અને તે અત્યાર સુધી 200 કરોડ રૂપિયાના કલેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ ફિલ્મ માત્ર 15 કરોડ રૂપિયામાં જ બનેલી છે.

Image Source

2 બધાઈ હો

બધાઈ હો ફિલ્મનું બજેટ માત્ર 29 કરોડ રૂપિયા જ હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર 74.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના શાન્યા મલ્હોત્રા નીના ગુપ્તા અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં નજર આવે છે.

Image Source

3 કહાની

વર્ષ 2012માં રિલીઝ થયેલ મિસ્ટ્રિ થ્રીલર ફિલ્મની ચર્ચા સંપૂર્ણ દુનિયામાં થઇ હતી, આ ફિલ્મને બનાવવામાં માત્ર 8 કરોડ રૂપિયા થયા હતા, અને આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 80.83 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે તે સિવાય ડાયરેક્ટર સુજોય ઘોષ ને બેસ્ટ ડાયરેક્ટર અને વિદ્યા બાલનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

4 વિકી ડોનર

આયુષ્માન ખુરાના ની આ ફિલ્મ વિકી ડોનર એ બોક્સ ઓફિસ ઉપર કહાની અને કમાણી બંનેને લઈને ખૂબ જ ધમાલ મચાવી હતી આ ફિલ્મનું બજેટ માત્ર 5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મનો કલેક્શન 66 કરોડ રૂપિયા હતો આ ફિલ્મને સુજીત સરકારે ડાયરેક્ટ કરી હતી.

Image Source

5 રાજી

ઇન્ડિયન સ્પાઈ થ્રિલર ફિલ્મ રાજી 35 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. અને આ ફિલ્મનું કલેક્શન 123.84 કરોડ રૂપિયા હતી.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં મેઘના ગુલઝારે ડાયરેક્ટ કર્યું હતું અને આ ફિલ્મ હરિન્દ્ર સિક્કાના નોવેલથી પ્રભાવિત થઈ હતી.

Image Source

6 અંધાધુન

ઇન્ડિયન બ્લેક કોમેડી થ્રિલર ફિલ્મ હતી. જે 32 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મ માં તબ્બુ, આયુષ્યમાન ખુરાના અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકા માં હતા. આ ફિલ્મનો વર્લ્ડ વાઇડ કલેક્શન 439 કરોડ રૂપિયા હતો.

Image Source

7 અ વેનસડે

વર્ષ 2008માં રિલીઝ થયેલી થ્રિલર ફિલ્મ અ વેનસડે 3 કરોડ રૂપિયામાં બની હતી. અને આ ફિલ્મનું બોક્સ ઓફિસનું કલેક્શન 15 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ અને ઇન્દિરા ગાંધી પુરસ્કાર પણ મળ્યો હતો. આ ફિલ્મ અમેરિકન ફિલ્મ એ કોમન મેન પ્રભાવિત હતી.

Image Source

8 હિન્દી મીડિયમ

ઈરફાન ખાન અને સબા કમર ની કોમેડી ડ્રામા ફિલ્મ હિન્દી મીડિયમ સ્કૂલના સિસ્ટમ ની કહાની ને દર્શાવવામાં આવી છે. ના ફિલ્મ 23 કરોડના બજેટમાં બની હતી પરંતુ બોક્સ ઓફિસ પર લગભગ 70 કરોડ રૂપિયાનું કલેક્શન આ ફિલ્મે કર્યું હતું.

Image Source

9 બરેલી કી બરફી

અત્યંત રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ બરેલી કી બરફી 20 કરોડ ના બજેટમાં બની હતી, અને આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેકશન 50 કરોડ રૂપિયા હતું.આ ફિલ્મમાં રાજકુમાર રાવ આયુષ્યમાન ખુરાના અને કીર્તિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા.

Image Source

10 ન્યુટન

માત્ર કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ફિલ્મ ની કહાની પણ ખૂબ જ બહેતરીન હતી. આ ફિલ્મને પોતાની કહાની માટે ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેશન પણ મળ્યું હતું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેકશન 22.80 કરોડ રૂપિયા હતું

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મજ નહીં ઓછા💲બજેટ માં બનેલી બીજી આ 10 ફિલ્મોએ પણ કરી હતી ધૂમ કમાણી👇”

Leave a Comment