એક નવી શરૂઆત જરૂર થી વાંચજો આ લેખ.. તમારું જીવન બદલાઈ જશે..

આપણાં જીવન માં પોતાની માટે સમય વિતાવાનો સમય 3500 દિવસ જ હોય છે.

સંસાર ની સૌથી મૂલ્યવાન વસ્તુ છે. “સમય”-

વર્તમાન સમય માં મોટાભાગ ના લોકો નિરાશામય જિંદગી જીવી રહ્યા છે અને તેઓ રાહ જોતાં હોય છે કે તેમના જીવન માં કઈ ચમત્કાર થાય. મિત્રો આ ચમત્કાર હમણાં થી જ થઈ શકે છે અને એ ચમત્કાર કરવાવાળા પણ તમે જ છો. કારણકે આ ચમત્કાર ફક્ત ને ફક્ત તમારા થકી જ થશે, બીજું કોઈ વ્યક્તિ તે કરી નહીં શકે.

Image Source

આ શરૂઆત માટે આપણે આપણાં વિચાર અને માન્યતાઓ ને બદલવી પડશે.

આપણાં સાથે એવું જ થાય છે જેવુ આપણે વિચારીએ છીએ.

Image Source

મિત્રો, વૈજ્ઞાનિકના  અનુસાર, ભમરા નું વજન વધારે હોય છે. એટલે જ તે ઊડી નથી શકતો. પરંતુ ભમરાને આ વાત ની ખબર નથી હોતી અને તે ઉડવાનો પ્રયત્ન કરે છે. એટલે જ તે ઊડી શકે છે.

સૌથી પહેલા તો આપણે એજ વિચાર છોડી દેવો જોઈએ કે આપણી સાથે એજ થશે જે ભાગ્ય  માં લખ્યું છે. જો એવું જ હોત તો આજે આપણે ભગવાન ની પૂજા ના  કરતાં હોત અને તેમને બદદુઆ જ આપતા હોત.

આપણી સાથે જે પણ કઈ થઈ રહ્યું છે તેના જવાબદાર આપણે જ છીએ. એટલે જ ખુશ રહેવું કે ન રહેવું એ આપણાં પર જ છે.

ભગવાન એમની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે

જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે આપણી સાથે જે થાય છે આપણાં હાથ માં નથી તો એ વ્યક્તિ એ તેની આ ખોટી વિચારધારા ને બદલવી જોઈએ.

જીવન ના નિયમ:-

આત્મવિશ્વાસ

Image Source

મિત્રો, આપણાં જીવન માં આત્મવિશ્વાસ હોવો એટલો જ જરુરી છે જેટલુ કે એક ફૂલ માં સુગંધ હોવી. આત્મવિશ્વાસ વગર આપણી જિંદગી એક જીવતી લાશ જેવી છે. કોઈ પણ વ્યક્તિ કેટલો પણ પ્રભાવશાળી કેમ ન હોય પણ જો તેનામાં આત્મવિશ્વાસ જ ન હોય તે નકામું જ છે. આત્મવિશ્વાસ જ સફળતા ની ચાવી છે. આત્મવિશ્વાસ વગર કરેલ કાર્ય માં હમેશા શંકા જ જન્મે છે. આત્મવિશ્વાસ એવા જ વ્યક્તિ જોડે હોય જે પોતાના થી સંતુષ્ટ હોય છે.

આત્મવિશ્વાસ કેવી રીતે વધાવો.

Image Source

પોતાની પર ભરોસો રાખવો, લક્ષ્ય બનાવું , તેને પૂરું કરવા માટે વચન બદ્ધ રહેવું. જ્યારે તમારું લક્ષ્ય પૂરું કરવામાં તમે સફળ થશો ત્યારે તમારો આત્મવિશ્વાસ વધી જ જશે.

ખુશ રહેવું અને પોતાને પ્રેરિત કરતાં રહેવું. અસફળતા થી દુખી ન થવું અને તેમા થી કઈ શીખ લેવી. કારણકે અનુભવ હમેશા ખોટા અનુભવ થી જ થાય છે.

સકારાત્મક વિચારવું અને વિનમ્ર રહેવું. તેમંજ દિવસ ની શરૂઆત કોઈ સારા કાર્ય થી જ કરવી.

આ દુનિયા માં અશક્ય કશું જ નથી. આત્મવિશ્વાસ નો સૌથી મોટો દુશ્મન કોઈ વસ્તુ માં અસફળ થવાનો ડર.

સાચું બોલવું, ઈમાનદાર રહેવું,ધુમ્રપાન ન કરવું,પ્રકુતિ થી જોડાયેલા રહેવું, સારા કર્મો કરવા. જરૂરિયાત વાળા વ્યક્તિ ને મદદ કરવી. કારણકે આવા કાર્યો તમને સકારાત્મક શક્તિ આપે છે.

એવું જ કામ કરવું જેમાં તમને રુચિ હોય. અને તમારા  કેરિયર ને પણ એજ દિશા માં આગળ વધારવું.

વર્તમાન માં જીવવું, સકારાત્મક વિચારવું, સારા મિત્રો બનાવા, બાળકો જોડે પણ એક મિત્ર તરીકે નો વ્યવહાર રાખવો.

સ્વતંત્રતા

Image Source

સ્વતંત્રતા નો અર્થ વિચાર અને આત્મનિર્ભર સાથે નો છે.

આપણી ખુશીઓ નો સૌથી મોટો દુશ્મન નિર્ભરતા છે.

સૌથી મોટો રોગ એ છે કે શું કહશે લોકો??

ઘણા લોકો કોઈ પણ કાર્ય કરતાં પહેલા એવું જ વિચારે છે કે આ કામ કરીશ તો લોકો શું વિચારશે?? એટલે જ એવા લોકો કોઈ નિર્ણય લઈ નથી શકતા અને ફક્ત વિચારતા જ રહે છે.અને પછી સમય એમના હાથ માંથી પાણી ની  જેમ વહી જાય છે. આવા લોકો પછી થી પછતાય છે. એટલે જ મિત્રો વધારે ન વિચારતા તમને જે સારું લાગે એવું કરો.

પોતાની ખુશી ને જાતે જ નિયંત્રણ  કરો.

Image Source

વર્તમાન સમય માં મોટાભાગ ના લોકો ની ખુશી પરિસ્થિતિઓ ને આધીન હોય છે. આવા લોકો સારી પરિસ્થિતિ માં ખુશ અને ખરાબ પરિસ્થિતિ માં દુખી થઈ જાય છે. જેમકે કોઈ વ્યક્તિ  નું કામ સારી રીતે પતી જાય તો તે ખુશ ખુશ થઈ જાય છે પણ જ્યારે તે જ કામ બગડી જાય તો તે દુખી થઈ જાય છે.

આત્મનિર્ભર થવું

મિત્રો, નિર્ભરતા જ ખુશીઓ નો દુશ્મન છે. એટલે બને તો પ્રયત્ન કરવો કે બીજા જોડે કોઈ પણ જાત ની અપેક્ષા રાખવી નહીં. પોતાનું કાર્ય જાતે જ કરવું.

વર્તમાન માં જીવવું

Image Source

મિત્રો, આપણે દરરોજ 70000 થી 90000 જેટલા વિચાર આવતા હોય છે. અને આપણી સફળતા અને અસફળતા તેની ગુણવત્તા પર નિર્ભર કરે છે. મોટાભાગ ના લોકો ભૂતકાળ અને ભવિષ્ય ની ચિંતા માં જ પોતાનો સમય પસાર કરે છે. ભૂતકાળ ના  અનુભવ થી આપણે ભવિષ્ય ના  પ્લાનિંગ ની ખબર પડે છે. તેનો મતલબ એવો નથી કે આપનો બધો જ સમય તેમા ખર્ચી નાખીએ. આપણે વર્તમાન માં રહી ને આપણું best આપવાનું છે.

મહેનત અને લગન

Image Source

મિત્રો કોઈ વિધવાન એ કહ્યું છે કે કામયાબી, મહેનત થી પહેલા ફક્ત શબ્દકોશ માં મળે છે. મહેનત નો મતલબ ફક્ત શારીરિક કામ જ નથી. મહેનત શારીરિક અને માનસિક બંને પ્રકારે થાય છે. અનુભવ કહે છે કે માનસિક મહેનત શારીરિક મહેનત થી વધારે મૂલ્યવાન હોય છે

કેટલાક લોકો લક્ષ્ય તો બહુ મોટું બનાવી દે છે પણ મહેનત નથી કરતાં અને પછી પોતાના લક્ષ્ય ને બદલતા રહે છે.

મહેનત અને લગન થી મોટા માં મોટું કાર્ય સફળ થાય છે. જો લક્ષ્ય ને પાર કરવું છે તો તેની વચ્ચે આવનારી બાધાઓ ને પણ પાર કરવી પડશે. અને વારે વારે દ્રઢ નિશ્ચય થી પ્રયત્ન કરતાં રહેવું જોઈએ.

અમુક લોકો એવા હોય છે કે જે કાર્ય તો કરે પણ તેમા વિફળ થવાથી તે કાર્ય છોડી દે છે. એટલે જ મહેનત ની સાથે લગન અને દ્રઢ નિશ્ચય પણ હોવો જરુરી છે.

વ્યવહારકુશળતા

વ્યવહારકુશળ વ્યક્તિ જ્યાં પણ જાય છે ત્યાંના વાતાવરણ ને ખુશી થી ભરી દે છે. આવા લોકો ને બીજા લોકો સન્માન ની દ્રષ્ટિ થી જોવે છે. આવા લોકો વિનમ્રતા અને smile આપી ને વાત કરે છે. હમેશા મદદ કરવા માટે તૈયાર રહે છે.

શિષ્ટાચાર જ સૌથી ઉતમ ગુણ છે. જેના વગર વ્યક્તિ પોતાના સુધી જ સીમિત થઈ જાય છે. અને સમાજ તેને “સ્વાર્થી “ નો એવાર્ડ આપે છે.

શિષ્ટાચાર વ્યક્તિ કોઈ પણ ક્ષેત્ર માં જાય છે ત્યાં તેના મિત્રો જલ્દી જ બની જાય છે. ચરિત્રહીન વ્યક્તિ ક્યારેય પણ શિષ્ટાચારી બની નથી શકતો. ચરિત્ર વ્યક્તિ નો પડછાયો હોય છે. ચરિત્ર નુ નિર્માણ નૈતિક મૂલ્યો,સંસ્કારો,અને આદતો થી થાય છે.

“શબ્દો થી દુનિયા બદલાઈ જાય છે”

સમજી વિચારી ને બોલવું, ઓછા શબ્દો માં બધુ જ કહી દેવું,’વ્યર્થ ની વાતો ન કરવી, તારીફ કરવી,બીજા ની વાત ને સાંભળવું અને મહત્વ આપવું. વિનમ્ર રહેવું.

અંત માં એવું જ કહીશ કે,

“જરૂરિયાતમંદ લોકો ની મદદ કરવી.  ખબર નહીં તમને ક્યારેક કોઈ ની મદદ ની જરૂર પડી જાય “

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

1 thought on “એક નવી શરૂઆત જરૂર થી વાંચજો આ લેખ.. તમારું જીવન બદલાઈ જશે..”

Leave a Comment