જાણો ભોજન કર્યા પછી ચાલવાના ફાયદા અને ભોજન કર્યાના કેટલા સમય પછી ટહેલવા જવું જોઈએ?

Image Source

આજકાલ લોકો પોતાની ખરાબ જીવનશૈલીના કારણે તેની સમગ્ર અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. અને જ્યારે પણ આપણે ભોજન કરવા બેસીએ છીએ ત્યારબાદ તૈયારીમાં જ સુઈ જઈએ છીએ, અથવા તો લાંબા સમય સુધી એક જ જગ્યા ઉપર બેસેલા રહીએ છીએ. અને તેની સીધી જ અસર આપણા પાચનતંત્ર ઉપર પડતી જોવા મળે છે. પાચન તંત્ર ને તંદુરસ્ત રાખવા માટે આપણે શારીરિક રૂપે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી હોય છે. આમ ભોજન કર્યા બાદ ચાલવું ખૂબ જ જરૂરી થઈ જાય છે, કારણ કે તેનાથી પાચન ક્રિયામાં ખૂબ જ સુધારો આવે છે. તથા હાઈ બ્લડપ્રેશર ડાયાબિટીસ અને મેદસ્વિતા તથા ગેસ જેવી બીમારીમાં પણ ભોજન કર્યા પછી ચાલવું ખૂબ જ જરૂરી હોય છે.

પરંતુ હવે તો લગભગ લોકોના મનમાં એ જ સવાલ હોય છે કે શું ભોજન કર્યા પછી તૈયારીમાં જ ચાલવું જોઈએ? ભોજન કર્યા પછી કેટલા સમય પછી ચાલવા જવું જોઈએ? ભોજન કર્યા પછી ચાલવાના કયા ફાયદા હોય છે? વિસ્તારથી જાણીએ વરિષ્ઠ જનરલ ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ, કામિની હોસ્પિટલ, હૈદરાબાદના ડો. મુકશીથ કાદરી પાસેથી આ સવાલના જવાબો.

Image Source

ભોજન કર્યા બાદ ચાલવાના ફાયદા

1 ભોજન કર્યા બાદ ચાલવાથી પાચનમાં સુધારો આવે છે અને તેનાથી પાચનતંત્ર ખૂબ જ સ્વસ્થ રહે છે. ગેસ અપચો અને કબજિયાતની સંભાવના ઓછી થઈ જાય છે.

2 ભોજન કર્યા બાદ ચાલવાથી વજન કંટ્રોલમાં રહે છે જે લોકોને મેદસ્વિતાની સમસ્યા હોય તેમની ભોજન કર્યા બાદ જરૂરથી ચાલવા જવું જોઈએ.

3 ભોજન કર્યા બાદ ચાલવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને મેટાબોલિઝમ જો યોગ્ય રીતે કાર્ય કરે તો તેનાથી આપણે હંમેશા સ્વસ્થ રહીએ છીએ.

4 ચાલવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે તેના સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

5 ભોજન કર્યા બાદ ચાલવાથી આપણા આંતરિક અંગો સ્વસ્થ રહે છે અને ચાલવાથી આંતરડાને ભોજન પચાવવામાં વધુ મહેનત કરવી પડતી નથી.

6 ભોજન કર્યા બાદ ચાલતા જવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે અને તેનાથી આપણને માનસિક તણાવ ઓછો થાય છે.

7 ચાલવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે, અને તેનાથી લોહી પરિભ્રમણમાં રોકાવાની સમસ્યા દૂર થઈ જાય છે.

8 ડાયાબિટીસના દર્દીઓ માટે ભોજન કર્યા બાદ ચાલવાથી ખૂબ જ ફાયદો થાય છે, અને તેનાથી ડાયાબિટીસનું સ્તર સંતુલનમાં રહે છે.

ડોક્ટર જણાવે છે કે ચાલવાનો સૌથી સારો સમય ભોજન કર્યા બાદનો જ હોય છે તેનાથી પાચન ક્રિયામાં મદદ મળે છે અને થાક ઓછો લાગે છે તેની સાથે જ કેલેરી પણ બર્ન થાય છે. ડોક્ટર જણાવે છે કે શરૂઆતમાં ભોજન કર્યા બાદ 10 થી 20 મિનિટ ચાલવાનો સમય ખૂબ જ યોગ્ય છે તેનાથી પાચનતંત્રમાં સુધારો આવે છે, અને ગેસની લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે. ધીમે ધીમે તમે ચાલવાના સમયને વધારી શકો છો. ભોજન કર્યા બાદ લગભગ અડધો કલાક ચાલવાથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો.

ભોજન કર્યાના કેટલા સમય પછી ટહેલવું જોઈએ?

ઘણા બધા લોકો ભોજન કર્યા બાદ આરામથી સુઈ જાય છે, અને કલાકો સુધી બેસી રહે છે ત્યારબાદ તેઓ ચાલવા માટે અથવા ફરવા માટે જાય છે. તેનાથી પાચનતંત્ર થી જોડાયેલી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. તેથી જ ભોજન કરીને તુરંત ઓછામાં ઓછા 20 મિનિટ જરૂરથી ચાલવું જોઈએ. તમે ઈચ્છો તો વધુ સમય પણ ચાલી શકો છો ભોજન કરીને એક કલાકની અંદર જ ચાલી લેવું જોઈએ તેનાથી પાચનતંત્ર હંમેશા સ્વસ્થ રહે છે. અને ગેસ, અપચો તથા કબજિયાત જેવી સમસ્યાઓથી પણ દૂર રહો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment