વરસાદમાં ત્વચામાં ચીકણાહટ અને રૂક્ષતા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ સ્કિન કેર ટિપ્સ જરૂરથી અપનાવો

વરસાદમાં ત્વચાની સારી સંભાળ કેવી રીતે લેવી જોઈએ? વરસાદના પાણીમાં પલળવાનો જ્યાં અમુક લોકોને ખુબ જ શોખ હોય છે, અને અમુક લોકો ઓફિસમાંથી ઘરે જતી વખતે તથા કોલેજ સ્કૂલ આવતી જતી વખતે વરસાદના પાણીમાં પલળી જાય છે. વરસાદના પાણીથી બચવું લગભગ તો નામુમકીન હોય છે, પરંતુ વારંવાર પાણીમાં પલળવાથી તમારી ત્વચા અને વાળને ખૂબ જ નુકસાન પહોંચે છે. વરસાદનું પાણી ત્વચાને નુકશાન કરી શકે છે ત્યાં જ ત્વચા ઉપર પિમ્પલ્સ તથા ત્વચા સૂકી પડવા લાગે છે. ત્યાં જ અમુક લોકોની ત્વચા પહેલેથી જ ચીંકણી અને ઓઇલી દેખાય છે, તો અત્યારે ખૂબ જ ડ્રાય થઈ જાય છે, ત્યારે તેમાંથી લચીલાપણું ઓછું થાય છે, અને ત્વચા ઉપર કરચલી જોવા મળે છે તેનાથી ત્વચા સમય કરતા પહેલા જ જૂની અને ડલ દેખાવા લાગે છે.

પાણીમાં પલળવાથી ત્વચાને થઈ શકે છે નુકસાન

વરસાદમાં થતી આ દરેક ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે માત્ર ત્વચાની કેર કરવામાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. તમે આમ આ આર્ટીકલમાં વાંચી શકશો કે અમુક એવા સ્કીન કેર ટિપ્સ જે વરસાદમાં તમારી ત્વચાને સ્વસ્થ અને ફ્રેશ દેખાડવામાં તમારી મદદ કરશે.

ત્વચાની નિયમિત સફાઈ જરૂરી

વરસાદમાં ત્વચાની સારી રીતે સફાઈ કરવી જોઈએ તેનાથી ત્વચા ના છિદ્રોમાં ગંદકી અને શિબમ જમા થતાં રોકી શકાય છે, જેનાથી બેક્ટેરિયા સાફ થઈ શકે છે અને ત્વચાના છિદ્રો ખૂલી જાય છે. એકને અથવા પિમ્પલ્સ ની સમસ્યા પણ ઓછી થઈ શકશે તેથી જ વરસાદમાં પલળ્યા બાદ ઘરે પાછા આવ્યા પછી ચહેરાને કોઈ માઇલ્ડ ક્લીન્ઝર થી સાફ કરો. ચામડીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અનુસાર તમે કોઈ મેડીકેટેડ સાબુ અથવા ફેસવોશ નો ઉપયોગ કરી શકો છો.

એક્સફોલીએશન

વાતાવરણ બદલવાની સાથે ત્વચાના સેલ્સ બનવાની પ્રક્રિયામાં બદલાવ આવી શકે છે. અને ત્વચાના ઉપરના ભાગમાં જમા થયેલ મૃત કોશિકાઓને સાફ કરવા માટે સ્ક્રબિંગ અથવા એક્સફોલીએશન ખૂબ જ જરૂરી છે. આમ ત્વચા ઉપર તેનાથી નવી રોનક આવી જાય છે, અને ત્વચા નરમ અને કોમળ થઇ જાય છે. મૃતુત્વચા ની પરતને સાફ કરવા માટે બેસન દહીં, હલદર મુલતાની માટી જેવી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

ફેસ પેક લગાવો

ત્વચાની સફાઈ થઈ ગયા બાદ ત્વચાને પોષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે, તેથી ત્વચાને અંદરથી રિપેર કરવામાં મદદ મળે છે, અને ત્વચાને અંદર તથા બહાર થી પોષણ મળશે ત્વચાને પોષણ આપવા માટે મધ, લીંબુ, મલાઈ, મુલતાની માટી અને પાકા કેળાને તમારી ત્વચા અનુસાર પસંદ કરી શકો છો, અને તમારી પસંદગીનો ફેસપેક તૈયાર કરીને ત્વચા ઉપર લગાવો. 20થી 30 મિનિટ પછી ચહેરાને સામાન્ય ગરમ પાણીથી ધુઓ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વરસાદમાં ત્વચામાં ચીકણાહટ અને રૂક્ષતા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ સ્કિન કેર ટિપ્સ જરૂરથી અપનાવો”

Leave a Comment