શું તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે? તો દૂધ અને દહીંની જગ્યાએ કરો આ વસ્તુનું સેવન 

Image Source

કેલ્શિયમ આપણા શરીર માટે આવશ્યક મિનરલ્સના લિસ્ટમાં સૌથી ઉપર છે.તે હાડકાને મજબૂત બનાવવામાં, દાંતના નિર્માણ કરવામાં, તંત્રીના સંકેતોને પ્રાપ્ત કરવા માટે, માંસપેસીયો માં તકલીફ,હોર્મોન્સ,લોહી ના દબાણ ને રોકવા માટે તથા હૃદય ના ધબકારા ને સામાન્ય કરવા જેવા ઘણા કાર્યોમાં મદદગાર સાબિત થાય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે દૂધ, દહી અને પનીર માટે કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પરંતુ જો તમને લેક્ટોસ ની તકલીફ છે તો તમે દૂધ અથવા ડેરી પ્રોડક્ટ્સને પચાવવામાં મુશ્કેલી થાય છે. અને જે એવામાં ડેરી પ્રોડક્ટના ઉપયોગથી ઝાડા, પેટદર્દ કે ગેસ જેવી સમસ્યા થઇ શકે છે. તો આવો જાણીએ આ બધાથી અલગ એવી કઈ ખાવાની ચીજવસ્તુ છે જે કેલ્શિયમની ઉચ્ચ માત્રા પ્રદાન કરે છે.

Image Source

ઓટ્સ

ઓટ્સ દરેક વ્યક્તિની પસંદગીના નાસ્તામાંથી એક છે. એવું એટલા માટે છે કારણ કે તેને બનાવું ખૂબ જ આસાન છે અને તે પોષક તત્વોથી ભરપૂર છે. ઓટ્સ કેલ્શિયમની સાથે સાથે બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.તમે તમારા ડાયટમાં ઘણી બધી રીતે શામેલ કરી શકો છો. લગભગ અડધા કપ ઓટ્સ માં 200 મિલિગ્રામ થી વધુ કેલ્શિયમ હોય છે. તમે દૂધમાં નાખીને પણ ખાઈ શકો છો અને તે સિવાય ઓટ્સમાં મનપસંદ શાકભાજી ઉમેરીને ખીચડી અને બીજી ઘણી બધી વાનગી પણ બનાવી શકો છો

Image Source

ચિયા સિડ્સ

2 મોટી ચમચી ચિયાસિડ્સ માં 179 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.ચિયાસિડ્સ ને ઓટમિલ ટોપિંગ ના રૂપમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે.તમે ચિયા સિડ્સ ને સ્મુધી અને સલાડમાં પણ સામેલ કરી શકો છો અથવા દહીં માં પણ ઉમેરીને ખાઈ શકો છો.ચિયા સિડ્સ માં બોરોન હોય છે જે આપણી માંસપેશીઓ અને હાડકા માટે ખૂબ જ સારું છે.

Image Source

સોયા મિલ્ક

જો તમને ડેરી પ્રોડક્ટ થી એલર્જી છે તો તમે સોયા મિલ્ક એક સ્વસ્થ વિકલ્પ છે.સોયા દૂધની એક સર્વિંગમાં 500 મિલિગ્રામ પ્રતિ સર્વિંગ કેલ્શિયમ જોવા મળે છે. પરંતુ જો તમે લેકટોસ ની તકલીફ છે તો એવા પ્રોડક્ટની પસંદગી કરો જે કેલ્શિયમ કાર્બોનેટથી યુક્ત હોય.

Image Source

ટોફુ

ટોફુ કેલ્શિયમથી ભરપૂર હોય છે. એક્સપર્ટ નું માનવું છે કે દરરોજ અડધો કપ અથવાતો લગભગ 126 ગ્રામ ટોફુ લઇ શકો છો. ટોફુને પ્રોટીનનો એક ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાં 9 આવશ્યક એમીનો એસિડ હોય છે.દરરોજના ડાયટમાં ટોફુનો સમાવેશ કરવાથી તમને જરૂરી માત્રામાં કેલ્શિયમ મળે છે અને તમારું શરીર સ્વસ્થ રહે છે.

Image Source

સૂરજમુખીના બીજ

સૂરજમુખીના બીજમાં પ્રોટીન, સ્વસ્થ વસા,અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.તે શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે. એક કપ સુરજમુખીના બીજમાં લગભગ 109 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

Image Source

બ્રોકલી

બ્રોકલીમાં કેલ્શિયમની ઉચ્ચ માત્રા જોવા મળે છે.અને તેમાં ફાયબર, આર્યન, સેલેનિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન ઈ, સી, ઈ, કે અને ફોલિક એસિડ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે. બ્રોકલી નું સેવન કરવાથી શરીરમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો મળે છે અને આપણું શરીર પણ સ્વસ્થ રહે છે.

Image Source

નારંગી(સંતરા)

એક મધ્યમ આકારના સંતરામાં 60 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.પરંતુ સંતરાનું વધુ સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં ઉપસ્થિત ફાઇબરનું વધુ પડતું સેવન પાચન સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે અને પેટમાં થવાવાળી તકલીફનું પણ કારણ બની શકે છે.

Image Source

બિન્સ (ફણસી)

બિન્સને કેલ્શિયમનો પાવરહાઉસ છે, એક કપ બિન્સમાં 191 મિલીગ્રામ થી વધુ કેલ્શિયમ જોવા મળે છે તમે બિન્સ ને સૂપમાં પણ સામેલ કરી શકો છો અથવા તેનું શાક પણ બનાવીને ખાઈ શકો છો.

Image Source

વિટામિન ડી

હાડકા ની તાકાત યોગ્ય બનાવી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી ખાવાની ખૂબ જ જરૂર હોય છે વિટામિન ડીની સાથે કેલ્શિયમનું પણ સેવન કરવાથી કેન્સર ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર ના બચાવ સહિત ઘણા સ્વાસ્થ્યવર્ધક લાભ મળે છે.  પર્યાપ્ત વિટામીન ડી વગર તમારુ શરીર હાડકા માટે કેલ્શિયમ લેવાનું શરૂ કરી નાખે છે. જેનાથી તે કમજોર થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment