સુરતનો આ ડુમાસ બીચ ખરેખર ભૂત અને આત્માનો મહેલ છે કે શું?

ગુજરાતના સુરત પાસેનો ડુમાસ બીચ વર્ષોથી ભૂત અને આત્માઓનો મહેલ કહેવાય છે એટલે તો અહીં કોઈ સાંજ થઇ ગયા પછી જતું નથી પણ આખરે શું છે સત્ય હકીકત?

ગુજરાતના એવા સ્થળોની વાત કરતા હોય જ્યાં માણસો જતા પણ ડરતાં હોય તો એવી જગ્યામાં ગુજરાતનો ડુમાસ બીચનું નામ પણ યાદ આવે. સુરતથી ૨૦ કિમીઈ દૂરી પર ડુમાસ નામનું ગામ સ્થિત છે. આ જગ્યા પર પહેલા સ્મશાન ભૂમિ હતી અને મડદાને અહીં બળવામાં આવતા. અમુક લોકો અહીં દરિયા કિનારે મડદાને ફેંકીને પણ ચાલ્યા જતા. આ બીચ પરથી ઘણા લોકો ગાયબ થઇ ગયા હોય એવી પણ વાતો સાંભળવા મળી છે. માનવામાં એવું આવે છે અહીં આત્માઓ હંમેશા ફરતા રહે છે.

આ દરિયાકિનારો બધા કરતા વિપરીત છે એટલે કે આમ દરિયાકિનારે જઈએ તો આપણને શાંતિ અનુભવાય છે અને આનંદ આવે છે પણ આ બીચ પર જવાથી આ શાંતિ છીનવાય જાય છે. તમે જો સુરતની આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો આ જગ્યા પર એકવાર જઈને અનુભવ કરજો. આ વાત ઘણા લોકોએ સ્વીકારી છે કે અહીં ભૂતડા અને આત્માઓ ફરતા રહે છે, જેને કારણે લોકો અહીં સાંજના અંધકાર પછી આવતા પહેલા વિચાર કરે છે.

અહીંના આસપાસ રહેતા લોકો એવું પણ જણાવે છે કે, અહીં સાંજના સમય પછી ઘણા ભયંકર અને ન થવાના અનુભવો થાય છે. એટલે તો અહીં તો લોકો આવવા માટે એવો જ સમય નિશ્ચિત કરે છે અંજવાળાનો હોય. ડુમાસના બીચમાં થોડું પાણી પણ કાળું લાગે છે અને બીચના કિનારા પાસે પાણી કાળું દેખાય છે કારણ કે આ વર્ષોથી આ જ સ્થિતિમાં આપણને જોવા મળે છે.

અમે, તો લેખમાં ફક્ત એક રહસ્ય જણાવવા માંગતા હતા કે ડુમાસ બીચનું આ ખોટું તથ્ય છે કે અહીં કોઈ આત્મા અને ભૂત જેવા અનુભવ થાય છે. બાકી અહીં લોકોએ આખી અંધારી રાત વિતાવી હોય એવા પણ દાખલા છે. એ લોકોને કંઈ જ તકલીફ પડી નથી. અમુક લોકો વધુ શાણપણ બતાવતા લોકોએ એવું પણ કરેલ છે કે આખી અંધારી રાતમાં કેમેરાથી ફોટોગ્રાફ્સ ક્લિક કરેલા પછી એ ફોટોગ્રાફ્સને લેપટોપમાં ઓપન કરીને જોયા તો ફોટોમાં અમુક પ્રકારના દાગ જોવા મળ્યા.

ગુજરાતની અંદર આ એક એવું સ્થળ બની ગયું છે જ્યાં અત્યાર સુધી ચાલી આવતી માન્યતાના કારણે આ જગ્યાએ લોકો દિવસ ઢળ્યા પછી જવાનું પસંદ કરતા નથી. બાકી આ જગ્યાએ એવો કોઈ ભય નથી કે અહીં જવાથી કોઈ નુકસાન થાય. અમુક પ્રકારની એવી માન્યતા છે જે વ્યાપક બની છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment