આ છે ભારતનાં ચાર સૌથી મોટા શોપિંગ મોલ – સેલીબ્રીટી પણ અહીં જ આવે. તમે પણ એકવાર તો જાવ..

જેમ જેમ સમય જતો જાય છે તેમ ભારતની છબી બદલાતી જાય છે. યાદ કરો એ જુના જમાનાને અને આજના સમયના ભારતને. આપો આપ ખબર પડી જશે કે, વિકાસ કેટલો થયો..?? પહેલાનાં સમયમાં મનોરંજન માટે પણ સાધનો ઉપલબ્ધ ન હતા. જયારે અત્યારના સમયની વાત શું કરવી…!

બદલતા સમયની બદલતી છાપ વચ્ચે શોપિંગ એટલે કે ખરીદીમાં પણ ફેરફાર થયો છે. પહેલાનાં સમયમાં ખરીદી માટે હાથમાં થેલી લઇને નીકળવાનું અને પછી દુકાન-દુકાન અથવા લારીએ ફરવાનું રહેતું. જયારે અત્યારના ટેક્નોલોજીના યુગમાં ખાસ્સો ફેરફાર આવ્યો છે.

સૌની પસંદગી, વ્યાજબી ભાવ તેમજ ઘણી બધી વેરાયટીનો સંગમ એક જ જગ્યાએ જોવા મળે તો? હવે આ બધું શક્ય બન્યું છે. શોપિંગ મોલને કારણે. સાચું ને..??? અદ્યતન બિલ્ડીંગના શોપિંગ મોલ ટાઇમ પાસ માટેના અને ખરીદીના શોખીનો માટેના ઉતમ સ્થળ બન્યા છે. આજે આપણે એવા જ ભારતના ચાર સૌથી મોટા શોપિંગ મોલની વાત કરીશું. જ્યાં જવું પણ એક અનેરો આનંદ છે.

(૧) એલાંતે મોલ – ચંદિગઢ

જો તમે શોપિંગ સાથે આનંદ-મજા માણવા માંગો છો તો આ સીટી મોલ ખુબ ઉપયોગી છે. નોર્થ ઇન્ડિયાનો બીજા નંબરનો સૌથી મોટો શોપિંગ મોલ છે. આ શોપિંગ મોલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બંને પ્રકારની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.

(૨) ઈનઓંર્બિટ મોલ – મુંબઈ

મુંબઈનો આ શોપિંગ મોલ ખુબ જ આકર્ષક છે. તેમજ હમણાં થોડો સમય પહેલા જ આ મોલ સારી એવી ચર્ચામાં રહ્યો હતો. કેમ??? તમને નથી ખબર!!!!!!! બિગબોસ શો માટે એક એપીસોડ અહીં શૂટ કરવામાં આવ્યો હતો. મુંબઈના વાસીમાં આવેલ આ મોલમાં અવનવી બ્રાંડ શો-રૂમ આકર્ષણ વધારે છે. હરવા ફરવાના શોખીન, ખાવા-પીવા શોખીન અને ફિલ્મોના દીવાનાઓ માટે આ જબરદસ્ત જગ્યા છે.

(૩) એમબીએયન્સ મોલ, ગુરગાંવ

દિલ્હીની નજીક તમે એવી જગ્યા શોધી રહ્યા છો, જ્યાં દોસ્ત કે ફેમીલી સાથે રજાનો સમય પસાર કરી શકીએ તો આ બેસ્ટમ બેસ્ટ ઓપ્સન છે. ૨૦૦૯ની સાલ માં શરૂ થયેલ આ શોપિંગ મોલને બેસ્ટ સેલર એવોર્ડ પણ મળેલ છે. લોકેશનની દ્રષ્ટિએ પણ ખુબ જ આહલાદક વાતાવરણથી સજ્જ છે.

(૪) UB સીટી – બેંગલુર

સેન્ટ્રલ બિઝનેસ ડીસ્ટ્રીકટની અંદર આવેલ એક લકઝરી શોપિંગ મોલ મોડલ છે. અહીં શોપિંગ સાથે ફરવાની મજા પણ અનેરી છે. અંદર સ્પા સેન્ટર પણ આવેલ છે. જેમાં દીનભરના થાકને હળવો કરી શકાય છે. તેમજ જરૂરિયાત મુજબની બધી જ પ્રખ્યાત કંપનીઓના સ્ટોર આવેલા છે.

ભારતના આ ચારેય શોપિંગ મોલ અદ્યતન સુખ – સુવિધાથી ભરપુર છે. તદ્દઉપરાંત તેમાં ફરવા જવાનો અને શોપિંગ કરવાનો આનંદ શબ્દોમાં જાહેર ન કરી શકાય તેવો આહલાદક છે.

નવી માહિતીના ખજાનાને દર્શાવતું એકમાત્ર ફેસબુક પેઇઝ ફક્ત ગુજરાતીને લાઈક કરો. અત્યારે જ “ફક્ત ગુજરાતી” પેઇઝને લાઇક કરો.

#Author Ravi Gohel

Leave a Comment