જો તમારા ઘરમાં છે સોલાર પેનલ,તો તેની સફાઈ માટે અપનાવો આ શ્રેષ્ઠ ટિપ્સ

Image Source

જો તમારા ઘરમાં પણ સોલાર પેનલ છે તો તેની સફાઈ માટે તમે આ ટિપ્સ નો સહારો લઈ શકો છો.

આજના સમયમાં વીજળીના બિલની ઓછું કરવા માટે લગભગ દરેક વ્યક્તિ સોલર લાઈટ ની તરફ ધ્યાન આપી રહ્યું છે શહેર હોય કે પછી ગામ લગભગ દરેક ઘરના ધાબા ઉપર સોલાર ને આસાનીથી મૂકે છે અને બેટરીને ચાર્જ કરવા માટે લાઇટનો ઉપયોગ કરે છે જો વીજળી ઘણા દિવસ સુધી આવતી નથી તો સોલારથી ચાર્જ કરેલી બેટરી આપણને કામ લાગે છે ખાસ કરીને ગરમીની ઋતુમાં જો અમુક દિવસો સુધી લાઈટ જતું રહે છે ત્યારે સોલાર ની લાઈટ તરફ જ દરેક વ્યક્તિનું ધ્યાન જાય છે.

પરંતુ ઘરમાં સોલાર રાખવું પૂરતું નથી પરંતુ આપણે તેની નિયમિત સફાઇ પણ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો સોલાર અને યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો તેની બેટરી પણ યોગ્ય રીતે ચાર્જ થતી નથી. આજે આ લેખમાં અમે તમને સોલાર ની સફાઈ વિશે અમુક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે આસાનીથી સોલાર ની સફાઈ કરી શકો છો.

Image Source

આવી રીતે કરો શરૂઆત

સોલાર પેનલને સાફ કરવી એ પણ એક કાર્ય ની જેમ જ છે. એવું નથી કે સાવરણી લગાવી દીધી અને સફાઈ થઈ ગઈ. સોલર પેનલની સફાઈ માટે સૌ પ્રથમ આપણે અમુક વસ્તુઓની જરૂર પડશે.જેની માટે જેટ પાણીની સાથે બેકિંગ સોડા ની જરૂર પડશે. સોલાર ઊંચાઈ ઉપર સ્થિત છે તો સીડી ની પણ જરૂર પડી શકે છે તે સિવાય સફાઇ દરમિયાન તમારે ગ્લવ્સ જરૂર પહેરવા જોઈએ.

Image Source

જેટ પાણીનો કરો ઉપયોગ

સોલાર ની સફાઈ કરવા માટે સૌપ્રથમ તમે જેટ પાણીનો ઉપયોગ કરી શકો છો. તેની માટે તમારે સૌ પ્રથમ જેટ પાણીને સોલાર ઉપર યોગ્ય રીતે પ્રેસ કરો અને અમુક સમય સુધી રહેવા દો થોડાક સમય બાદ ક્લીન્ઝિંગ મદદથી પાણીને સાફ કરો તેનાથી સોલાર પર ઉપસ્થિત ધૂળ અને માટી આસાનીથી દૂર થઈ જશે. જેટ પાણીથી સાફ કર્યા બાદ કોઈ પણ ફ્રેશ કપડાંથી સોલાર ને યોગ્ય રીતે લુછો.

Image Source

ડાઘ દૂર કરો

સોલાર ની સફાઈ માત્ર જેટ પાણીથી જ કરવી પૂરતી નથી. ઘણીવાર સોલાર ઉપર ડાઘ લાગી જાય છે જેને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. જો ડાઘ દૂર થતા નથી તો ઘણીવાર બેટરી યોગ્ય રીતે ચાર્જ થતી નથી. એવામાં ડાઘ કાઢવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેની માટે તમારે એક બે લીટર પાણીમાં ત્રણથી ચાર ચમચી બેકિંગ સોડા ને નાખી ને યોગ્ય રીતે ધોળ તૈયાર કરો. આ ધોળને તૈયાર કર્યા બાદ એક સ્પ્રે બોટલમાં ભરીને સોલાર પેનલ પર યોગ્ય રીતે છંટકાવ કરો અને થોડાક સમય બાદ તેને ક્લીનીંગ બ્રશથી સાફ કરો.

Image Source

હાઈડ્રોજન પેરોક્સાઈડ

કદાચ તમે આજથી પહેલા આનું નામ સાંભળ્યું નહીં હોય, પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હાઈડ્રોજન પેરોક્સાઈડ નો ઉપયોગ આપણે કરીએ છીએ તો સોલાર ઉપરથી ધૂળ માટીની સાથે-સાથે ડાઘ પણ આસાની થી નીકળી જાય છે.તેની માટે સૌપ્રથમ તમે ત્રણથી ચાર ચમચી હાઈડ્રોજન પેરોક્સાઈડ નો એક ઘોળ તૈયાર કરીને પાણીની બોટલમાં ભરો. બોટલમાં ભર્યા બાદ સોલાર પેનલ પર યોગ્ય રીતે છંટકાવ કરો અને અમુક સમય બાદ ક્લીનીંગ બ્રશથી સાફ કરો. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment