તમારા શરીરને ખોખલું કરી દેશે આ વિટામિનની ઉણપ, તમને પણ જો દેખાય છે આ લક્ષણો તો થઈ જાવ સાવધાન

વિટામિન ડી મજબૂત હાડકા અને દાંત માટે ખૂબ જ જરૂરી છે. વિટામીન ડીની ઊણપને કારણે ઘણી બધી સ્વાસ્થ્યની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે, અમે તમને વિટામિન-ડીની ઊણપથી દેખાતા લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના શરૂઆતના લક્ષણો તમને સમય ઉપર વીટામીન-ડીની ઉણપ ની જાણકારી લગાવવામાં મદદ કરી શકે છે વિટામિન ડી બીજા વિટામીનથી ખૂબ જ અલગ છે, અને તે એક સ્વરૂપે કામ કરે છે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી વિટામિન છે તે શરીરમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ વગેરેની અવશોષિત કરવામાં મદદ કરે છે વિટામિન ડીનો એક સારો સ્ત્રોત છે. વિટામિન ડીની ઊણપને પૂરી કરવા માટે તમારે એવાકાડો, ચિકન અને પીનટ બટર ને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. આવો જાણીએ વિટામિન-ડીની ઊણપહોય ત્યારે તમને કયા લક્ષણો જોવા મળે છે.

થાક

ઘણા લોકો યોગ્ય ડાયટ અને પુરી ઊંઘ લઈ લીધા બાદ પણ જો થાકનો અનુભવ કરે છે તો તેનું કારણ શરીરમાં ઊણપ હોઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ ના કારણે ખૂબ જ થાકનો અનુભવ થાય છે, આમ જોવા જઈએ તો લગભગ લોકો તેને નજર અંદાજ કરે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. એવામાં વિટામીન ડીથી ભરપુર ખોરાકનું સેવન કરવાથી ઊર્જાના સ્તરમાં સુધારો કરવામાં ખૂબ જ મદદ મળી રહે છે, તે સિવાય તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હાડકા અને સ્નાયુઓમાં દુખાવો

વિટામિન ડી હાડકાંને મજબૂત બનાવવા નું કામ કરે છે વિટામીન-ડી શરીરમાં કેલ્શિયમનું શોષણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. વિટામીન ડીની ઊણપને કારણે શરીરને કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં મળી શકતું નથી અને તેથી જ હાડકા અને સ્નાયુઓમાં દુખાવાની સમસ્યા ઊભી થઈ જાય છે. ઘણી વખત પીઠ અથવા સ્નાયુઓમાં દુખાવો રહે છે તે વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો હોઈ શકે છે.

તણાવ

વિટામિન ડી ની ઉણપ ના કારણે તમે ઉદાસ અથવા દુઃખી અનુભવ કરી શકો છો, જે મહિલાઓમાં વિટામિન-ડીની સ્તર ખૂબ જ ઓછું હોય છે તેઓ લગભગ તણાવનો અનુભવ કરે છે. સૂરજનો પ્રકાશ તમારા મૂડને સારો બનાવવા માટે મદદ કરી શકે છે, તે મગજમાં હોર્મોન સેરોટોનિનના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે અને તેનાથી તમે ખુશ રહી શકો છો.

કમજોર રોગ પ્રતિકારક શક્તિ

વિટામિન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે અને તે તમને વાઇરસ અને બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ કરે છે. જો તમે લગભગ બીમાર રહો છો અથવા તમને શરદી તથા તાવ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે તો વિટામિન ડી ની ઉણપ ના લક્ષણો હોઈ શકે છે. દરેક ઋતુ નું પરિવર્તન તમારા શરીર ઉપર ખરાબ અસર નાખી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment