પૈસા નથી?? બિજનેસ કરવો છે?? ચાલો જાણીએ ઓછા પૈસા માં કેવી રીતે બિજનેસ કરી શકાય.

આજ ના સમય માં દરેક વ્યક્તિ પોતાનો બિજનેસ શરૂ કરવાનું વિચારે છે. પરંતુ તેમની સામે આ બે મુસીબત આવી જાય છે, એક છે કે નોલેજ નથી હોતું. અને બીજું કે પૈસા નથી હોતા.

Image Source

  • જો તમે પણ આવી જ મુસીબત નો  સામનો કરો છો તો આજ ની આ પોસ્ટ તમારી માટે ખૂબ જ ઉપયોગી બનશે.
  • આ પોસ્ટ માં એવા કેટલાક ideas છે કે જેને તમે ઓછા પૈસા થી સ્ટાર્ટ કરી શકો છો.

કદાચ થઈ શકે આ ideas તમને બિજનેસ કરવા માટે યોગ્ય ન લાગે પણ એક વાત યાદ રાખો કે કોઈ પણ મોટી વસ્તુ  ની શરૂઆત નાની વસ્તુ થી જ થાય છે.

ચાલો જાણીએ 10 ideas:

1 બ્લોગિંગ(Blogging) કરવું.

Image Source

જો તમારી પાસે કોઈ ફિલ્ડ નું નોલેજ છે અને તમને લાગે છે કે લોકો ને તેની જરૂર છે તો તમે એ topic પર  બ્લોગ(article) લખવાનું શરૂ કરી શકો છો. તમે ફક્ત 4000-5000 માં જ તમારી Website બનાવી શકો છો અને થોડાક જ ટાઇમ માં તે બ્લોગ થી 10000-12000 કમાઈ શકો છો. હા, બ્લોગ લખવા માટે તમારી પાસે ક્રિએટિવ માઇંડ હોવું જોઈએ સાથે જ તમારા બ્લોગ માં બીજા થી કઈક અલગ હોવું જોઈએ. આ બિજનેસ તમે part- time પણ કરી શકો છો.

2 કિરાણા ની દુકાન ખોલી શકાય.

Image Source

આ એક બિજનેસ પણ સારો છે. તમે પહેલા નાના પાયા પર બિજનેસ ચાલુ કરી શકો છો. હા, આમાં એક ખાસ વાત એ છે કે આ બિજનેસ માં કોઈ ખાસ ટેલેન્ટ ની જરૂર હોતી નથી. જે ક્ષેત્ર માં કિરાણા ની દુકાન ન હોય ત્યાં બિજનેસ કરો તો તમને વધારે લાભ મળશે. તમરી સાથે એ સમયે કોઈ competition  નહીં હોય અને તમારો આ બિજનેસ success જશે.

જો આ બિજનેસ માં વધારે પ્રોફિટ જોઈતો હોય તો તમારે ગ્રાહક ને અમુક સુવિધા પણ આપવી પડશે જેમકે,

Home delivery આપી શકો છો અથવા તો તમે બીજા દુકાન કરતાં 2-4 રૂપિયા ઓછા લઈ ને ગ્રાહક ને ફરીવાર તમારી દુકાને થી વસ્તુ લેવા આવકારી શકો છો.

3 ઇવેંટ મેનેજમેંટ

Image Source

ભારત ઉત્સવ અને તહેવારો નો દેશ છે. જ્યાં લોકો લગ્ન,જન્મદિન અને નાના મોટા ફંકશન માટે ઈવેન્ટ ઓર્ગનાઇસ કરે છે. આવા તહેવારો કે ફંકશન માં એ મુશ્કેલી હોય છે લોકો ને કામ કરવું પડે છે. જેના કારણે અમુક લોકો ઈવેન્ટ ની મજા લઈ નથી શકતા. આવા સમયે ઈવેન્ટ મેનેજમેંટવાળા ખૂબ યાદ આવે છે. ઈવેન્ટ મેનેજર બની ને ઈવેન્ટ ની પૂરી વ્યવસ્થા ને સંભાળી શકો છો. જેમાં તમે તમારા ખર્ચ થયેલા પૈસા અને પ્રોફિટ ને ગણી ને ફીસ લઈ શકો છો.

4 બ્યુટિ પાર્લર

Image Source

જો તમે એક મહિલા છો તો 2-3 મહિના નો બ્યુટિ પાર્લર નો કોર્સ કરી ને પોતાનું બ્યુટિ પાર્લર ખોલી શકો છો. આ બિજનેસ પણ ઓછા પૈસા માં થઈ શકે છે તમે તેને પોતાના ઘરે થી પણ કરી શકો છો. ફક્ત તમને મેકઅપ ની સારી એવી ખબર પડતી હોવી જોઈએ.  પછી તો તમારો બિજનેસ ચાલવાનો જ છે. જો બિજનેસ માં પણ તમે કઈ ક્રિએટિવ કરો છો તો તમે લગભગ 20-30 હજાર તો આરામ થી કમાઈ શકો છો.

5. સોશિયલ મીડિયા સર્વિસ

Image Source

ઇન્ટરનેટ નો સૌથી વધુ વપરાશ સોશિયલ મીડિયા દ્વારા જ થાય છે. આજ કાલ  સોશિયલ મીડિયા નો સૌથી વધુ પ્રભાવ છે અને તેને લોકો ની જિંદગી બદલી છે. લોકો પોતાના બિજનેસ નું માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરે છે.  જેમકે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ , યૂટ્યૂબ, ટ્વિટર વગેરે.. આવા મા જો તમે સોશિયલ સાઇટ નું કામ સંભાળી લો તો તમને સારો એવો પૈસો કમાવા મળશે. આ બિજનેસ માટે તમારી પાસે કમ્પ્યુટર અને સોશિયલ મીડિયા નું નોલેજ હોવું ખૂબ જ જરુરી છે

6. Trainer/Tutor

Image Source

તમે એક Trainer/Tutor બની ને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. આ બિજનેસ માટે ખૂબ ઓછા પૈસા ની જરૂર પડે છે. આમાં જેમાં તમારી પકડ સારી હોય તે વિષય તમે બીજા ને શીખવાડી શકો છો.

7. બેકરી બિજનેસ

Image Source

બેકરી પણ એક સારો અને લાંબા સમય સુધી ચાલે એવો બિજનેસ છે. આને ચાલુ કરવા માટે ખૂબ ઓછા પૈસા ની જરૂર પડે છે. તમે બ્રેડ, ટોસ્ટ, બિસ્કિટ ને બનાવી ને અથવા તો હોલસેલ માં ખરીદી ને નજીક ના માર્કેટ માં વેચી શકો છો. તમે તમારા પ્રોડક્ટસ ની home delivery પણ કરી શકો છો.

8. હોમ કેન્ટીન

Image Source

જેવી રીતે જન સંખ્યા વધી રહી છે એ રીતે કામ પણ વધી રહ્યું છે. તેવી જ રીતે offices પણ વધી રહી છે. Office staff ને સમય નથી મળતો કે તે જાતે ખાવાનું બનાવી શકે અથવા તો બહાર જઈને ખાઈ શકે. તમે એક home canteen ખોલી ને તેમના માટે office પર ખાવાનું પોહચાડી શકો છો. આમાં customer શોધવા નથી પડતાં. તે પહેલા થી જ મળી જાય છે.

9. અનુવાદ સેવા

Image Source

જો તમે ઓછા પૈસા માં બિજનેસ કરવા માંગો છો તો ઇન્ટરનેટ પર એવી ઘણી સાઇટ છે કે જ્યાં ભાષા નું translation કરવામાં આવે છે. આવી ઘણી એવી સાઇટ છે કે જે લોકો ને invite કરે છે. જેથી લોકો એમની સાઇટ પર આવે અને translation નું કામ કરે.

10. મીણબત્તી બનાવી

Image Source

આ બિજનેસ એક સ્ટાન્ડર્ડ બિજનેસ છે. માર્કેટ માં મીણબત્તી ની ખૂબ જ માંગ છે. મીણબત્તી decoration માટે જ ખૂબ જ વપરાય છે. આજ કાલ પાર્ટી, જન્મદિન પર મીણબત્તી નું decoration ખૂબ જ ચાલ્યું છે. તમે મીણબત્તી બનાવાનું ઇન્ટરનેટ પર થી શીખી શકો છો. તમે અલગ અલગ પ્રકાર ની મીણબત્તી બનાઈ ને બિજનેસ વધારી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment