સામાન્ય રીતે સેન્ડવીચ તમે બ્રેડમાંથી બનેલ હોય તેવી જોય હશે અને ટેસ્ટ પણ કરી હશે. તમને જો સાદી સેન્ડવીચથી કંટાળો આવ્યો હોય તો હવે તમારા માટે સેન્ડવીચનો નવો પ્રકાર હાજર છે, જે તમને તદ્દન નવો જ ટેસ્ટ અપાવશે.
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ક્રિસ્પી ઈડલી સેન્ડવીચ. જે બાળકોથી લઈને તમારા ઘરના સભ્યોને અતિપ્રિય બની જશે. સ્વાદમાં બેસ્ટ છે આ સેન્ડવીચ. આ માત્ર વખાણ કરવાની વાત નથી પરંતુ એકવાર ઘરે ટ્રાય કરીને જુઓ તો આપોઆપ રીપીટ કરશો એવી મજેદાર સેન્ડવીચ છે. જે માટે જરૂરી સામગ્રી નીચે જણાવી છે.
સામગ્રી
- ઈડલી બનાવવા માટેનું ખીરૂ
- દહીં – ૧ કપ
- બાફેલા બટેટા – ૨૦૦ ગ્રામ
- લીલા વટાણા – અડધો કપ
- કોથમીર – અડધી ચમચી
- સરસવના દાણા – ૧ નાની ચમચી
- આખું જીરૂ – અડધી ચમચી
- આંબળાનો પાઉડર – ૧ નાની ચમચી
- ધાણાજીરૂ – ૧ ચમચી
- લાલ મરચા પાઉડર – અડધી ચમચી
- લાલ મરચા – ૨ બારીક કાપેલા
- આદુની પેસ્ટ – થોડી અમથી
હવે જાણીએ ઈડલી સેન્ડવીચ બનાવવાની વિધિ…
- મોટા બાઉલમાં સૂજી કાઢી લો. તેમાં દહીં અને થોડું સ્વાદ મુજબનું નામક ઉમેરી સારી રીતે મિશ્ર કરો.
- તેમાં પાણી ભેળવીને ગાઢ પેસ્ટ જેવું તૈયાર કરીને ઈડલી બનાવી લો.
- હવે ગેસ પર તવો રાખીને તેમાં સહેજ તેલ મુકીને ઈડલીને તળી લો.
- ત્યારબાદ રાઈને તેલમાં થોડી પકાવી અને બટેટાનો મસાલો તૈયાર કરી લો. તેમાં મસાલાની બધું વસ્તુઓ ઉમેરી દો.
- ત્યારબાદ મસાલાને બે રાઉન્ડ ઈડલી વચ્ચે ભરી દો.
- એકદમ જલ્દીથી બનતી આ સેન્ડવીચ બધાને સ્વાદમાં પ્રિય બનશે.
આ રીતે તૈયાર થાય છે ઈડલી સેન્ડવીચ. ઘરના સભ્યોને એકવાર બનાવીને ટેસ્ટ કરવો. ગૃહિણી તમારા હાથની તારીફ થવા લાગશે. ઉપરથી આ ઈડલી સેન્ડવીચ એકદમ જલ્દીથી બનાવી શકાય છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel