દિકરી ની દરીયાદિલી.. દરેક વ્યક્તિએ વાંચવા અને જીવન માં ઉતારવા જેવી એક અદભુત સ્ટોરી…

પાયલ  એટલે  સુશીલ સંસ્કારી છોકરી. બધાં જ કામમાં  હોશિયાર. એક નાનાં કુટુંબમાં ઉછરેલી અને મોટા મોટા સપના જોતી . મર્યાદાનો હંમેશાં  ધ્યાન રાખતી. અને સમજશક્તિ ખૂબ જ હતી. ગામડામાં ઉછેર એટલે અમુક મર્યાદા તો રાખવી જ પડે. કામ વગર ઘરની બહાર ન નીકળવું. 12 ધોરણ સુધી તેનો ગામડામાં અભ્યાસ હતો..

હવે આગળ અભ્યાસ કરવાની તેને બહુ ઈચ્છા હતી. આગળ અભ્યાસ કરવા માટે  શહેરમાં જવું  પડે એમ હતું.  માતા-પિતાને એવું લાગતું હતું કે ૧૨ સુધી પાયલ નું ભણતર  પૂરતું છે.  પણ પાયલ  ની વિચારસરણી કંઈક અલગ હતી. તેને આગળ ઉચ્ચ અભ્યાસ કરવો હતો. એટલે ગમે તે કરીને માતા-પિતાને ઉચ્ચ અભ્યાસ માટે રાજી કર્યા. આખરે તેના માતા-પિતા રાજી થઈ ગયા. હવે તે શહેરમાં અભ્યાસ માટે ગઈ.

કોલેજનું સેમિસ્ટર સ્ટાર્ટ થઇ ગયું હતું નવા-નવા મિત્રો બનવા લાગ્યાં હતાં .  અભ્યાસક્રમ શરૂ થઈ ગયો હતો.  સેમેસ્ટરની એક્ઝામ આવી ચૂકી હતી.  જેવી એક્ઝામ પુરી થઇ કે તરત જ કોલેજમાં ડ્રોઈંગ કોમ્પીટીશન હતી અને પાયલને ડ્રોઈંગ નો ખૂબજ શોખ હતો.  ડ્રોઈંગની થીમ હતી  બેટી બચાવો. 

અને આ લાગણી એક સ્ત્રી થી વધારે કોણ સારી રીતે સમજાવી શકે.  બધાં જ પાર્ટિસિપેન્ટ્સ સરસ ચિત્ર બનાવી રહ્યા હતા.   હવે રીઝલ્ટ એનાઉન્સમેન્ટ નો સમય હતો બધા આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા.

.Third નંબર ચૈતન્ય પટેલ , સેકેન્ડ નંબર પાયલ જોશી અને ફર્સ્ટ નંબર  ravi વ્યાસ.

લોકોએ તાળીઓના ગડગડાટથી ત્રણેય વિનરને વધાવી લીધા.

પાયલ ને થયું કે બેટી  બેટી બચાવો જેવા ટોપિક  ઉપર  એક તરુણ કેવીરીતે આટલું સારું ડ્રોઈંગ લાગણીઓથી વ્યક્ત કરી શકે.  પાયલ ravi પાસે ગઈ રવિને પૂછ્યું કે આ ડ્રોઇંગ બનાવતી વખતે તમે શું વિચારી રહ્યાં હતાં ત્યારે રવિએ એક જ વાત કહી કે…

માં કોણ બની શકે કે જેને બહુ બધા પુણ્ય કર્યાં હોય.

જે ખુબ લાગણીશીલ હોય.  જમાવવામાં અેક જ રોટલી વધી હોય અને તો પણ એમ કહે કે નાના મને તો આજે   ભૂખ જ નથી તમે લોકો ખાઈ લો.

આ માતા પણ એક દીકરી જ હતીને.  એટલા માટે દીકરી માટે ખૂબ જ ઈમોશનલ છું. પાયલ એ ravi ની વાતોર્થી પ્રભાવિત થઈ ગઈ.  પાયલ  ઘરે જવા નીકળી.  પાયલ ઘરના દરવાજે ઊભી રહી , પણ એના વિચારો ઊભાં ના રહ્યાં, વિચારો હતા રવિની ક્રિએટિવિટીના. એક પુરુષ પાસે સ્ત્રી માટે આટલું બધું દિલથી માન હશે એવી પાયલને કલ્પના પણ ના હતી.  કોલેજના બીજા દિવસે રેગ્યુલર કલાસિસ ચાલુ થયા જ્યારે રિસેસ પડ્યો ત્યારે ફરી એકવાર  ravi અને પાયલની મુલાકાત થઇ.

વાતનો ટોપિક હતો કે સ્ત્રીમાટે પુરુષ શું વિચારે છે.  રવિએ પૂછ્યો કે સ્ત્રીઓ પુરૂષ માટે સુવિચારે  છે.  બંને વાતોમાં મશગૂલ હતા ત્યાં જ બેલ નો અવાજ સંભળાયો રિસેસ પૂરો થઇ ચૂક્યો હતો એટલા માટે બંનેએ નંબર એક્સચેન્જ કરી લીધો.. બંને એકબીજાનાં વિચારોમાં કોલેજ પછીના સમયમાં પણ ખોવાયેલા રહેતા હતા અચાનક જ એક વાર ફોનની ઘંટડી વાગી આ ફોન હતો રવિનો.. ફોન ખૂબ જ લાંબા સમય સુધી ચાલી રહ્યા હતા બંને.

જ્યારે બંનેમાંથી એક પણ ફ્રી હોય ત્યારે તરતજ એકબીજાને કોલ કરી દેતાં દોસ્તી કયારેય પ્રેમમાં પરિણમી એ તો કોઈને ખબર ન હતી.  રવિ પાયલનું ખૂબ ધ્યાન રાખતો હતો. પાયલ અને રવિને એકબીજા વગર ચાલે એવું નહોતું. આ સંબંધને નામ આપી શકાય શું આ પ્રેમ હતો  કે લાગણી હતી…

કૉલેજનું છેલ્લું સેમિસ્ટર હતું અને બધા પોતપોતાના ઘરે જવાના હતા છેલ્લો એક મહિનો બાકી હતો લગ્નની ઉંમર થઈ હોવાથી બંનેને ઘરે લગ્નની વાતો ચાલતી હતી.  પાયલ જેટલા પણ છોકરાઓ આવતા બધાને ના પાડી દેતી.  હિંમત કરીને પાયલ એ તેના પિતાને ravi વિશે વાત કરી.   પહેલે રૂઢિચુસ્ત કુટુંબમાંથી આવતી હતી.  એટલા માટે પપ્પાએ તરત જ ના પાડી દીધી.  ધીરે-ધીરે પપ્પાની તબિયત લથડવા લાગી.  પપ્પાની તબિયત ના લીધે તેણે પછી જે છોકરો આવ્યો એને તરત જ હા પાડી દીધી.

 રવિ પણ કેટલી રાહ જોવે, પણ હવે તેઓના હાથમાં કંઈ જ ન હતું. રવિએ પણ મેરેજ કરી લીધા.

હવે દીકરીની કસોટી હતી.  એકદમ નવું ઘર હતું.  ફેમિલી મેમ્બર્સ પણ નવા અને રહેણીકરણી પણ પોતાના ઘરથી તદ્દન અલગ હતી.  અને પોતાને મનગમતો માણસ ગુમાવવાની  અને પોતાના ઘર કરતાં તદ્દન અલગ  વાતાવરણ  કેવી રીતે સ્વીકારી શકાય.  અહીં દીકરીની દરિયાદિલી જોઈ શકાય છે.  જે નથી મળ્યું એનો પસ્તાવો કરવા કરતાં જે મળ્યું છે અને પોતાનું બનાવતા કોઈ પાયલ પાસેથી શીખે.

વાત પણ સાચી હતી કયા સુધી પસ્તાવામાં જિંદગી કાઢે પાયલ.  કહેવું easy છે, પણ કરીને બતાવવું ખરેખર ખુબ જ અઘરુ છે.

લગ્ન પછી તરત જ પાયલને પેલી ચિત્ર ની સ્પર્ધા યાદ આવી કોમ્પિટિશનમાં બેટી બચાવો નું ચિત્ર દોર્યું હતું એમાં ravi અે કીધેલી વાત પાયલને યાદ આવી અને પાયલને થયું કે દરેક પુરુષને સ્ત્રી માટે ખૂબ જ માન હોય છે પણ તેઓ વ્યક્ત નથી કરતા.

રવિની વાતનું માન રાખીને, પોતાના હસબન્ડને ખૂબ પ્રેમ આપીને,  મારા હસબન્ડને મારી માટે ખૂબ જ માન છે દરેક પુરુષને સ્ત્રી માટે ખૂબ જ માન છે આ વાત યાદ કરીને નવા સંબંધમાં જ્યારે પાયલ પ્રવેશે ત્યારે ભૂતકાળને ભૂલી જઈ,  વર્તમાનને સાચવવામાં લાગી પડી પાયલ.

ઘરમાં ક્યારેય પણ કોઈ  તણાવ ભરી પરિસ્થિતિ આવતી ત્યારે,  પાયલ ભૂતકાળને છંછેડ્યા વગર,  વર્તમાન પર વિશ્વાસ રાખીને,  પોતાના હસબન્ડના સાથ થી  જે પરિસ્થિતિમાંથી બહાર આવી જતી.

બધી જ વાત રવિની પાયલે પોતાના હસબન્ડને કરી હતી અને પાયલના હસબન્ડ એ પણ ખુબ જ સરસ રીતે  પ્રામાણિકતાપૂર્વક કહેલી આ વાતોને સ્વીકારી અને  આવા કળીયુગમાં આટલી સાચી અને પ્રામાણિક પત્ની મળી છે એ જોઈ ગદગદ થઇ ગયા.

પતિ તરીકેની ફરજ નિભાવી રહેલા રાકેશે,  જિંદગીમાં પાયલ માટે કંઈ જ બાકી રાખ્યું ન હતું.

સંબંધના સૌંદર્યમાં એક પીછું ઉમેરાયું.  પાયલ એ રાકેશને  પૂછ્યું કે દીકરી માટે તમારું શું મંતવ્ય છે.  રાકેશે એકઝેટ અે જ જવાબ આપ્યો કે જે રવિ અે આપેલો. પાયલ ની આંખો ભીની થઈ ગઈ.

આ જ રીતે જો બધા જ પુરુષો સ્ત્રીઓનું સન્માન કરતા રહેશે,  સ્ત્રીઓ પણ પુરુષો નું સન્માન કરતી રહેશે  તો ચોક્કસ કળયુગમાં કાનુડા એ જન્મ લેવો પડશે.

“પ્રેમ એ આંખનો છે…વગર વાંક નો છે..કરોડો લાખનો છે. “

“પ્રેમ અે શ્વાસનો છે, વિશ્વાસનો છે , સંસારનો છે, પણ નિભાવવો તો જીવનનો છે..”

લેખક –  નિરાલી હર્ષિત 

Leave a Comment