કેટલીક ઘરેલુ ચીજોથી પગની દુર્ગંધ દુર કરો, જાણો તે માટેના કેટલાક ઘરેલુ ઉપાયો

Image Source

ઉનાળામાં મોજા પહેર્યા પછી પગમાંથી ઘણી વધારે દુર્ગંધ આવે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો ઘરેલુ ઉપાયથી તેને દૂર કરી શકો છો. આ ઘરેલુ ઉપાયથી તમારા પગમાંથી ફક્ત દુર્ગંધ દૂર થતી નથી, પરંતુ તેનાથી પગમાંથી આવતા બેકટેરિયા પણ દૂર થઈ શકે છે.

ઉનાળાની ઋતુમાં મોજમાંથી દુર્ગંધ આવવી ખૂબજ સામાન્ય છે. શરીરના અન્ય ભાગની જેમ પગ અથવા મોજામાંથી પરસેવાની દુર્ગંધ આવે છે. આ દુર્ગંધ ક્યારેક ક્યારેક આપણા માટે શરમનું કારણ બની શકે છે. ખાસકરીને જ્યારે તમે પગમાંથી મોજા ઉતારો છો, તે દરમિયાન પગમાંથી ઘણી અજીબ દુર્ગંધ આવે છે.

મોજામાંથી આવતી દુર્ગંધ તમારી સાથે રહેતા લોકોને પણ પરેશાન કરી શકે છે. તેથી હંમેશા પગને સરખી રીતે ધોવા. સાથેજ જો તમે પગમાં અન્ય સમસ્યા થવાની સંભાવના પણ વધી શકે છે. મોજા ઉતારવ પછી પગમાંથી આવી રહેલ દુર્ગંધને દૂર કરવા માટે તમે કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો.

મીઠાના પાણીથી ધોવા

જો તમારા પગમાંથી દુર્ગંધ આવી રહી છે, તો તે સ્થિતિમાં પગને મીઠાના પાણી ધોવા. તેના માટે 1 વાસણમાં હુંફાળું પાણી કરો. ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી મીઠું નાખો. હવે તેમાં લગભગ 10 થી 15 મિનિટ માટે તમારા પગને રાખો. તેનાથી પગની દુર્ગંધ દૂર થઈ શકે છે.

ચાનું પાણી

પગમાંથી દુર્ગંધને દૂર કરવા માટે ચાનું પાણી પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે 1 ગ્લાસ પાણીમાં બે ટી બેગ નાખો. ત્યારબાદ પાણીને સરખી રીતે ઉકાળી લો. જ્યારે પાણી ઠંડું થઈ જાય, તો તેને પાણીથી ભરેલ ડોલમાં મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લગભગ 10 મિનિટ માટે પગને ડુબાડીને રાખો. તેનાથી પગની દુર્ગંધ દૂર થઈ શકે છે.

વિનેગરનું પાણી

પગની દુર્ગંધને દૂર કરવા માટે વિનેગરનું પાણી પણ ફાયદાકારક થઈ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે એક વાસણમાં પાણી ભરો. હવે તેમાં થોડી ચમચી સરકો નાખો. ત્યારબાદ આ પાણીમાં લગભગ 10 મિનિટ માટે તમારા પગને રાખો. તેનાથી પગમાંથી દુર્ગંધ દૂર થશે. સાથેજ બેક્ટેરિયલ સમસ્યા પણ દૂર થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment