શું તમે તંત્ર સાધનાનાં પ્રમુખ કેન્દ્ર દેડકાનાં મંદિર વિષે જાણો છો?

દેડકા મંદિર ->>>

ભારત એની નવીનતા અને આગવી પ્રણાલી માટેજાણીતું છે
એમાં શિલ્પ સ્થાપત્ય કળાએ બહુજ મોટો અને મહત્વનો ભાગ ભજવ્યો  છે
પૌરાણિકતા  અને આધુનિકતા એ બંનેનો સુભગ સમન્વય એટલે ભારતીય સંસ્કૃતિ
વિશ્વભરમાં અદ્ભુત અને અલોકિક બન્દ્કામો થયાં છે
પણ ભારતમાં તો બહુ વર્ષો પહેલાંથી જ થતું આવ્યું છે
જેનો આપણને ખ્યાલ પણ નથી હોતો !!!!

એવુજ એક અદ્ભુત મંદિર છે દેડકા મંદિર
એને વિષે વાત કરીએ  ——–

ઉત્તરપ્રદેશનાં લખીમપુર -ખીરી જિલ્લામાં એક એવું શિવ મંદિર છે. જેમાં ભગવાન શિવજી દેડકાની પીઠ પર બિરાજમાન છે. જિલ્લા મુખ્યાલય ની નજીક ૧૨ કિલોમીટર દુર ઓયલ કસ્બામાં સ્થિત આ મંદિરને દેડકા (મેઢક)મંદિર તરીકે ઓળખવામાં આવે છે !!!!

આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંયા નર્મદેશ્વર મહાદેવનું શિવલિંગ રંગ બદલતું રહે છે અને અહીંયા નંદીની મૂર્તિ બેઠેલી નહિ પણ ઉભેલી છે. મંદિર રાજસ્થાની સ્થાપત્ય કલા પર બનેલું છે અને મંડૂક તંત્ર પર બનેલું છે

મંદિરની બાહ્ય દીવાલો પર શબ સાધના કરતી ઉત્કીર્ણ મૂર્તિઓ એને તાંત્રિક મંદિર બનાવવાં માટે પુરતી છે

દેડકા મંદિર અડતાલીસ મીટર લાંબુ, પચ્ચીસ  મીટર પહોળાઈ વાળાં દેડકાની પીઠ પર બનેલું છે. પાષણ નિર્મિત દેડકાનું મુખ તથા અગલા બે પગ ઉત્તરની દિશમાં છે. દેડકાનું મુખ ૨ મિટર લાંબુ દોઢ મીટર પહોળું છે. પાછલાં પગ દક્ષિણ દિશામાં દેખાઈ પડે છે !!!!

દેડકાની ઉપસેલી ગોળાકાર આંખો તથા મુખનો ભાગ બહુજ જીવંત પ્રતિત થાય છે. દેડકાના આગળના શરીરનો ભાગઉભો થતો તથા પાછળનો ભાગ દબાયેલો છે. જે વાસ્તવમાં દેડકાની બેસવાની સવાભાવિક મુદ્રા છે !!!!

સામેથી દેડકાની પીઠ પર લગભગ ૧૦૦ ફૂટનું આ મંદિર પોતાની સ્થાપત્યકલા માટે આખા ઉત્તરર પ્રદેશમાં જ નહિ પણ આખાં દેશનાં શિવ મંદિરોમાં સૌથી અલગ છે. શ્રાવણ મહિનામાં ઘણે દૂર દૂરથી ભક્ત અહીંયા આવીને ભોલેનાથનો જલાભિષેક કરે છે અને એમનાં આશીર્વાદ લે છે

દેડકા મંદિરની એખ વાત એનો કુવો છે

જમીનતળથી ઉપર બનેલાં આ કુવામાં જે પાણી રહે છે એપણ જમીનતળ ઉપર જ મળે છે. આ સિવાય ઉભેલાં નંદીની મૂર્તિ મંદિરની વિશેષતા છે. મંદિરનું શિવલિંગ પણ બેહદ સુંદર છે અને સંગેમરમરની નકશીકામની બનેલી ઉંચી શિલા પર બિરાજમાન છે
નર્મદા નદીમાંથી લાવવામાં આવેલાં આ શિવલિંગ પણ  ભગવાન નર્મદેશ્વરનાં નામથી વિખ્યાત છે

લખીમપુર -ખીરી જિલ્લાનાં ઓયલ કસ્બામાં આ ભારતનું એક અને માત્ર દેડકા મંદિર છે

જે સમગ્ર ભારત દેશમાં આ રીતનું એકલું જ મંદિર છે !! માન્યતા છે કે દુકાળ અને સુકાળજેવી પ્રાકૃતિક આપદાથી બચાવ માટે આ  મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીંયા દીપાવલી સમેત અન્ય ઘણાં તહેવારો પર વિશેષ પૂજા કરવામાં આવે છે. સ્થાનીય લોકોનું માનવું છે કે આ ૨૦૦ વર્ષ પુરાણા આ મંદિરમાં દીપાવલી પર પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંદિરના સંસ્થાપક રાજા બખ્શ સિંહનાં સાતમાં વંશજ પ્રદ્યુમ્ન નારાયણ દત્ત સિંહે પણ જણાવ્યું કે
આહિયા લોકો સંતાન પ્રાપ્તિ ની કામના લઈને આવે છે

ઐતિહાસિક મહત્વ  ——–

દેડકા મંદિર જે ઓયલ કસ્બામાં સ્થિત છે એનું પણ એક ઐતિહાસિક મહત્વ છે. ઓયલ શૈવ સમોરદયનું એક પ્રમુખ કેન્દ્ર હતું અને અહીના શાસક ભગવાન શિવના ઉપાસક હતાં. આ કસ્બાની મધ્યમાં સ્થિત મંડૂક યંત્ર પર આધારિત પ્રાચીન શિવ મંદિર પણ અહીંયા ઐતિહાસિક ગરિમાને પ્રમાણિત કરે છે. આ ક્ષેત્ર અગિયારમી શતાબ્દી પછી થી ૧૯મી શતાબ્દી સુધી ચાહમાન શાસકોને આધીન રહ્યું
એનાં પછી ચાહમાન વંશના રાજા  બખ્શસિંહે આ અદ્ભુત મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

મંદિરની વાસ્તુ પરિકલ્પના  કપિલાના એક મહાન તાંત્રિકે કરી હતી. તંત્રવાદ પર આધારિત આ મંદિરની વાસ્તુ સંરચના પોતાની જ એક વિશેષ શૈલીને કારણે મનમોહી લે છે. દેડકા મંદિરમાં દીપાવલી સિવાય મહાશિવરાત્રી પર પણ ભક્તો મોટી સંખ્યામાં આવે છે

ભારત એક એવી જગ્યા છે કે જે પોતાનાં અદ્ભુત આકર્ષણોથી દરેક  વખતે દેશ-વિદેશનાં પર્યટકોને અચંબીત કરે છે અને આકર્ષિત કરે છે
આ બહુ સંસ્કૃતિક દેશમાં ઘણાં બધાં અચંબાઓમાં બહ્રેલી આ દુનિયામાં દેડકાના મંદિરનું હોવું કદાચ અજબ લાગે !!!

જો અહીંયા સાપોના મંદિરો , ઉંદરોના મંદિરો , કુતરાના મંદિર , પપક્ષીઓનાં મંદિરો આદિ બાકી અન્ય ઘણાં બધાં જીવોનાં મંદિરો હોઈ શકે છે

તો દેડકાનું પણ મંદિર કેમ  નહીં !!!!

આ રીતે ઉત્તર પ્રદેશના આ અનોખા  મંદિર દેડકા મંદિરની કહાની બહુજ દિલચશ્પ છે અને એ આપણને છે પૌરાણિક કાળમાં પણ લઇ જાય છે જ !!!

તમે જરૂર  વિચારતા હશો કે તાંત્રિક વિદ્યાનો  આ મંદિર સાથે શું રિશ્તો છે ?
તંત્રો(તાંત્રિક વિદ્યા)અનુસાર  દેડકો સમૃદ્ધિ,સૌભાગ્ય અને પ્રજનન ક્ષમતાનું પ્રતિક છે !!!!
એટલાં માટે અહીંયા ભક્તોની વચ્ચે એમનાં પ્રત્યે એક મજબુત વિશ્વાસ છે  !!!

અદ્ભુત વાસ્તુ કલા દેડકાની વિશેષતા અને તાંત્રિક વિદ્યાનો ઉત્તમ નમુનો એટલે આ ઓયલ કસ્બાનું દેડકાનું મંદિર
આવી વિશેષતાઓને કારણે જ ભારતીય  સંસ્કૃતિ વિશ્વભરમાં સમૃદ્ધ ગણાય છે
અનોખાપણું એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે
આવી સંસ્કૃતિનું અપને ગૌરવ લેવું જોઈએ
અને આવા મંદિરો જોવાંજ જોઈએ દરેકે !!!!

જનમેજય અધ્વર્યુ

Leave a Comment