કાળઝાળ🌅ગરમી માં તમને આ તેલ આપશે આરામ, જાણો👩વાળ અને મગજ માટે ક્યાં તેલ છે ફાયદાકારક

ગરમીના દિવસોમાં મગજને ઠંડક આપવા અને બીજા અનેક ફાયદા માટે કરો આ તેલથી માલિશ.

તમે જાણો છો કે, ગરમીના દિવસોમાં કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી વાળ એકદમ મજબૂત અને ઘટ્ટ બને. ગરમીમાં તમે આ તેલનો ઉપયોગ કરશો તો મગજ ઠંડું રહેશે ને વાળ પણ મજબૂત બનશે.

જેમ જેમ ગરમી વધતી જતી હોય છે વાતાવરણમાં બદલાવ આવવા લાગે છે, અને તાપમાન વધે છે. એનો સીધો અસર ત્વચા અને વાળ પર થાય છે. ગરમીના દિવસોમાં વાળ રૂક્ષ અને બરછટ થઇ જાય છે. જેના કારણે વાળ વધુ ખરાબ થઈ જતા હોય છે. એના કારણે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે લોકો અનેક ઉપાય શોધે છે અને એને અપનાવે છે, પરંતુ એનાથી ખાસ કોઇ ફરક પડતો નથી. ઘણા લોકો એવા પણ હોય છે જેઓ વિવિધ પ્રકારની હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની અસર તો થાય છે પરંતુ ખાસ કંઈ ફરક પડતો નથી. વાળ માટે મહત્વની વસ્તુ છે તેલ. ગરમીના દિવસોમાં તમારે ક્યાં તેલનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમારું દિમાગ ઠંડું રહે અને વાળ પણ સારા રહે, તો ચાલો એના વિશે જાણીએ.

1. બદામ તેલ

બદામના તેલમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. ખાસ કરીને એમાં વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું છે. જે વાળ માટે કલિંજિંગ એજન્ટનું કામ કરે છે. જે વાળમાંથી ગંદકી દૂર કરેલ છે અને પોષક તત્વોની મદદથી વાળને પોષણ મળે છે.

ફાયદા :-

 • બદામનું તેલ લગાવવાથી વાળ મજબૂત બને છે.
 • આ તેલ લાઈટ વેટ હોય છે. જેના કારણે વાળમાં ભારેપણું અનુભવાતું નથી.

2. નારીયલ તેલ

નારિયેળના તેલમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જેમ કે વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે વાળને સ્વસ્થ રાખે છે અને સ્કેલ્પને પોષણ મળે છે. તેનો ઉપયોગ ગરમીઓમાં કરી શકાય છે.

ફાયદા :-

 • એનાથી ખોડાની સમસ્યા દૂર થાય છે.
 • તેનો ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને મજબૂત બને છે.

3. ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલમાં ઘણાં પોષક તત્વો રહેલા છે. જે ગરમીની ઋતુમાં વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માટે ગરમીની ઋતુમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.

ફાયદા :-

 • આ તેલનો ઉપયોગ કરવાથી વાળ સફેદ થતાં અટકે છે અને તૂટતાં પણ નથી.
 • ખરતા વાળ અટકે છે, બરછટ વાળ ની સમસ્યા દૂર થાય છે.

4. એવોકાડો ઓઇલ

એવોકાડૉ ઓઇલમાં વીટામીન એ, બી, ડી, ઈ એમીનો એસીડ, ફોલીક એસિડ રહેલાં છે. જે વાળને પ્રદૂષણ સામે રક્ષણ આપે છે. આ તેલનો ઉપયોગ કરવાથી વાળની ચમક વધે છે. ગરમીની ઋતુમાં એવોકાડો ઓઈલનો ઉપયોગ પણ કરી શકાય છે.

ફાયદા :-

 • આ તેલનો ઉપયોગ કરવાથી વાળની કુદરતી ચમક વધે છે.
 • આ તેલ નો ઉપયોગ કરવાથી વાળ પાતળા થતા નથી..

Image Source

5. જોજોબા ઓઇલ :-

જોજોબા ઓઇલ માં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. જેનાથી વાળ ની મોટાભાગની સમસ્યાઓ દૂર થાય છે. એટલું જ નહીં પરંતુ જોજોબા ઓઈલ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલાં છે જેનાથી સ્કેલ્પ ને પણ પોષણ મળે છે.

ફાયદા : –

 • વાળને બરછટ થતા રોકે છે.
 • આ તેલનો ઉપયોગ કરવાથી વાળ બિલકુલ ઓઇલી દેખાતા નથી.

ધ્યાનમાં રાખવાની બાબતો –

 • ગરમીના દિવસોમાં ઓલી વાનગી ઓછી ખાવી જોઈએ.
 • પાણી વધુ માત્રામાં પીવું જોઈએ.
 • ગરમીના દિવસોમાં અઠવાડિયામાં બે વાર વાળમાં તેલ માલિશ કરવી જોઈએ.
 • જ્યારે પણ બહાર નીકળો ત્યારે વાળને પ્રદૂષણ અને તાપ સામે રક્ષણ આપવા માટે કપડા થી ઢાંકી લેવા જોઈએ.
 • ગરમીના દિવસોમાં પ્રોટીનનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. કારણ કે, એ વાળ માટે ફાયદાકારક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment