એક અનોખું આઘાતજનક સત્ય: તળાવની નીચે 107 વર્ષથી છૂપાયેલું હતું આ રહસ્ય..😲

અમેરિકાના લેક સુપિરિયરની ઊંડાઈમાંથી એક એવી વસ્તું મળી છે જેને જોઈને લોકો હેરાન છે. કાયમ જામેલા રહેતા આ તળાવ નીચે 270 ફૂંટની ઊંડાઈએ એક જૂનું જહાજ મળ્યું છે. ચોંકાવનારી વાત એ હતી કે એક સદી બાદ પણ આ હવે એવી જ સ્થિતિમાં છે જેવું પહેલા હતું. ફોટોગ્રાફર્સની ટીમે ડૂબકી મારીને તેની ચોંકવાની તસવીરો અને વીડિયો કેપ્ચર કર્યો છે.

1911માં ડૂબ્યું હતું જહાજ…

200 ફૂટ લાંબુ આ જહાજ સ્કોટલેન્ડમાં બન્યું હતું. 35 વર્ષની ફોટોગ્રાફર બૈકીએ ગોતાખોરોની મદદથી આ ખતરનાક ડૂબકી મારી. બૈકીએ કહ્યું , એ જહાજને જોતા જ અમને લાગ્યું કે જાણે અમે જૂના જમાનામાં આવી ગયા છીએ.

અંદરથી તે એકદમ ડરામણું હતું. મેં ક્યારેય પણ આવું ડૂબેલું જહાજ નહોતું જોયું જે આટલી સારી હાલતમાં હોય. તેને જોઈને લાગ્યું કે, હું સપનું જોઈ રહી છું. તેને જોવાનો અને ફોટો કેપ્ચર કરવાનો અનુભવ કંઈક અલગ જ હતો.

દરેક વસ્તુ હતી ઠેકાણે

  • ફોટોગ્રાફર્સ અને ડાઈવર્સની ટીમે જણાવ્યું કે, શિપની અંદરની વસ્તુંઓ એકદમ વ્યવસ્થિત હતી. પિયાનો પોતાની જગ્યાએ હતો, ખુરશીઓ પણ તેની જગ્યાએ હતી. બૈકીએ આગળ જણાવ્યું કે, એવું લાગી રહ્યું હતું જાણે અહીંયા કોઈ રહેતું હોય.

જીવના જોખમે લીધી તસવીરો

બૈકીએ જણાવ્યું કે, તેણે જીવ જોખમમાં મૂકીને આ શિપની તસવીરો લીધી છે. 270 ફૂટની ઊંડાઈ પર તેની પાસે ફોટો લેવા માટે 25 મિનિટનો ઓક્સીજન હતો. ત્યારે સપાટી પર પાછા ફરવામાં તેને 75 મિનિટ લાગી.

તેની પાસે કુલ 100 મિનિટનો ઓક્સીજન હતો. તેવામાં 1 મિનિટ ગુમાવવી પણ જીવલેણ સાબિત થઈ શકીત હતી.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Leave a Comment