મધ્યપ્રદેશના હોશંગાબાદ ના પિપરિયા ની પાસે ડોખરીખેડા ગામ માં રહેતી ૧૪ વર્ષીય નવશ્રી ઠાકોરે રસોઇનું કામ આસાન બનાવવા માટે એક ખૂબ જ બહુપયોગી મશીન બનાવ્યું છે.
અમુક સમય પહેલા કેરીઅર કંપનીએ પોતાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતની અંતમાં કંપનીએ એક તથ્ય જણાવ્યું હતું કે ઘરના કામના કારણે ભારતમાં લગભગ 71 ટકા મહિલાઓને પુરુષો થી ઓછી ઊંઘ મળી શકે છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વધુ ભારતીય પરિવારોમાં ઘરની સાફ-સફાઈ જમવાનું બનાવવાનું બાળકોના કામ થી લઈને કપડાં ધોવા સુધી દરેક વસ્તુ મહિલાઓ કરે છે. ઘરના કામની સાથે સાથે મહિલાઓ બહાર કમાવવા પણ જાય છે. કોઈ ખેતરમાં પોતાના પતિને મદદ કરે છે અથવા કોઈ નોકરી કરે છે.
ખૂબ જ ઓછી મહિલાઓ ની પાસે અનુકુળતા હોય છે કે ઘરના કામો માટે તે કોઈને કામ ઉપર રાખે અથવા તો પરિવારમાં કોઈ તેમની મદદ કરે. આ મદદની આશા પણ તમે પરિવારની બીજી મહિલાઓ એ જ કરી શકો છો,કારણ કે આજે પણ ખૂબ જ ઓછા ઘરોમાં પુરુષ ઘરનાં કામોમાં ખાસ કરીને રસોઈ બનાવવામાં મદદ કરે છે.મધ્યમ વર્ગીય અને નીમ્ન વર્ગીય પરિવારમાં મહિલાઓને નોકરીની સાથે ઘરનું કામ કરવું એક સામાન્ય બાબત છે. દિવસભરના
થાકની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર પડે છે કારણ કે જેટલું પણ તે કામ કરે છે તે હિસાબથી જમવાનું અને આરામ તેમને મળી શકતા નથી.
એ વાત સાચી છે કે આ સમસ્યાને એકજ દિવસમાં હલ કરી શકાતું નથી. મહિલાઓ માટે તેમના ભાગનો સંપૂર્ણ આરામ મળે તે માટે સમાજમાં ખૂબ જ બદલાવની જરૂર છે જે એક દિવસનું કામ નથી. તેથી મધ્યપ્રદેશને એક દીકરીએ પોતાની માતા આરામ કરી શકે માટે એક રસ્તો શોધી કાઢ્યો છે. સ્કૂલમાં વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર પોતાના કામને આસાન બનાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે. અને તેમની મહેનતનું ફળ એ છે કે તેમને બનાવેલા મોડલને દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
મધ્યપ્રદેશના હોશંગાબાદ ના પિપરિયા પાસે રહેતી 14 વર્ષીય નવશ્રી ઠાકોરે રસોઇનું કામ આસાન કરવા માટે એ ખૂબ જ ઉપયોગી મશીન બનાવ્યું છે આ અનોખું મશીન બનાવીને દસમા ધોરણ ની વિદ્યાર્થીની એ ‘યુવા આવિષ્કાર’ ની ઓળખ મેળવી છે નવશ્રીએ પોતાના સફરની અને આવિષ્કાર વિશે વિસ્તારથી જણાવ્યું છે.
Source: Harshit Sharma
માતાની તકલીફ દૂર કરવા માટે કર્યો આવિષ્કાર
એક સાધારણ પરિવારથી સંબંધ રાખવા વાળી નવશ્રી ગર્લ્સ હાઈસ્કૂલ પિપરિયા ભણે છે. તેમને જણાવ્યું કે પોતાની શિક્ષિકા આરાધના પટેલના માર્ગદર્શનમાં તેમને આ મશીન બનાવ્યું છે જેનું સ્લોગન છે’ ઝટપટ કામ માં ને આરામ ‘ તે જણાવે છે કે આ મશીન ઉપર તેમની આઠમા ધોરણથી કામ કરવાનું શરૂ કર્યું હતું. સૌપ્રથમ તેમની મશીનની તેમના સ્કૂલ અને જિલ્લા સ્તરની પ્રતિયોગિતામાં તેમની સ્કૂલમાં,ત્યાર બાદ જિલ્લા સ્તરની પ્રતિયોગિતામાં પસંદ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભોપાલમાં પણ તેમને પ્રતિયોગિતામાં પસંદ કરી હતી. અને હવે તેમની મશીનની રાષ્ટ્રીય સ્તરનો સન્માન ‘ઇન્સ્પાયર એવોર્ડ’મેળવ્યો છે.
આ મશીનને બનાવવાની પાછળ તેમની પ્રેરણા તેમની મા રજનીબહેન રહી છે તેમને કહ્યું કે “મારા માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે તેથી સવારે તેમને આઠ વાગ્યાથી પહેલા ઘરમાંથી બહાર નીકળવું પડે છે. મમ્મી સવારે ચાર વાગે ઉઠી જાય છે તો પણ નિકળતા પહેલા ઘરના દરેક કામ સમાપ્ત થઈ શકતા નથી.”
નવશ્રી અને તેમની મોટી બહેન હંમેશા માતાની મદદ કરવાની કોશિશ કરે છે.પરંતુ તેમની સ્કૂલ પિપરિયામાં હોવાથી તેમને પણ સવારે વહેલા ઊઠીને સ્કૂલ માટે નીકળવું પડે છે.
“મમ્મી ખેતરમાં કામ કરીને સાંજે પાછી આવે છે અને ત્યારબાદ ફરીથી કામમાં લાગી જાય છે. અમે પણ ભણવા ના કારણે વધુ મદદ કરી શકતા નથી તેથી હું હંમેશા વિચારતી હતી કે ઘણા બધા કામ એકસાથે કરવા માટે કોઈ મશીન હોવું જોઈએ.”
Source: Navshri
બનાવ્યુ રસોઈમાં ઉપયોગી મશીન
નવશ્રીના વિજ્ઞાનના શિક્ષક આરાધના પટેલ જણાવે છે કે ” નવશ્રી ભણવામાં ખૂબ જ હોશિયાર છે.તેમને જણાવ્યું કે ઘણી વખત તે સ્કૂલમાં મોડી પહોંચે છે અને હું તેને પૂછ્યા કરું છું. તેને જણાવ્યું કે ઘરે માતાની થોડી મદદ કરવાની હોય છે અને આ પ્રકારે ચર્ચા કરતા કરતા કંઈક આ પ્રકારનો મશીન બનાવવાનો આઇડિયા આવ્યો”
ત્યારબાદ સ્કૂલના નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ના એવોર્ડનું નોટિફિકેશન મળ્યું. આરાધના ને તરત નવશ્રી નો આઈડિયા પ્રતિયોગિતામાં મોકલ્યો,અને આ આઇડિયાને એક જ વખતમાં સિલેક્ટ કરવામાં આવ્યો. પોતાની શિક્ષિકા આરાધનાના માર્ગદર્શનમાં નવશ્રીએ આ મશીનને તૈયાર કર્યું. લાકડા અને સ્ટીલ ના વાસણ જેમકે થાળીનો ઉપયોગ કરીને બનેલી ઉપયોગી મશીને હાથથી ચલાવવામાં આવે છે જેમાં વીજળીનો અન્ય ખર્ચ થતો નથી અને તે ખૂબ જ સસ્તું પણ છે.
આ મશીન રોટલી વણવા માટે શાકભાજી કાપવા માટે જ્યુસ કાઢવા માટે મસાલા દળવા જેવા આઠ કામ કરી શકાય છે. મશીન માં લાગતા મોલ્ડ બદલીને તમે ઘણા બધા કામ કરી શકો છો આ મશીનથી તમે,
- પાપડ બનાવી શકો છો
- પાણીપુરી બનાવી શકો છો
- લસણ અને આદુને વાટી શકો છો
- શાકભાજી અને ફળ કાપવા સિવાય તેનો જ્યૂસ પણ કાઢી શકો છો
- સેવ બનાવી શકો છો
- નારિયેળ અથવા અખરોટ તોડી શકો છો
- ચિપ્સ બનાવી શકો છો
Source: Navshri
નવશ્રી જણાવે છે કે જો તમારે શાકભાજી કાપવી છે તો કોબીજ તમે એક જ વખતમાં કાપી શકો છો, એક સાથે ઘણા બધા બટાકા કાપી શકો છો.રોટલી વણવાની જગ્યાએ તમે માત્ર લોટના ગુલ્લાને નીચેવાળા ફ્લેપ ઉપર રાખો ત્યારબાદ ઉપરવાળા ફ્લેપને તેની ઉપર રાખો ત્યારબાદ હેન્ડલ થી તેને દબાવો થોડાક જ સેકન્ડમાં તમારી રોટલી તૈયાર થઈ જશે ત્યારબાદ તમે તેને શેકી શકો છો.
લગભગ ત્રણ મહિનામાં બનીને તૈયાર થયેલી આ મશીન માટે તેમને સાગના લાકડાનો ઉપયોગ કર્યો છે. આ મશીનને બનાવવામાં લગભગ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો છે. નવશ્રી જણાવે છે કે મશીનને બનાવ્યા બાદ તેમને પોતાના ઘરે જ પ્રથમ ટ્રાયલ કર્યો હતો. નવસારીની મશીનનો ટ્રાયલ ખૂબ જ સારો રહ્યો હતો. અમુક અમુક બદલાવ અમારા જરૂરના હિસાબથી કર્યા અને ત્યારબાદ તેને પ્રતિયોગિતા માટે મોકલવામાં આવ્યું.
આ મશીન ખૂબ જ ફાયદાકારક છે.જેમકે તેમાં ખુબજ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બધા કામ થઇ શકે છે.તે સફાઈ સાથે અને પ્રદૂષણ રહિત કામ કરે છે અને તેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે.
નવશ્રી નો આવિષ્કાર દરેક જગ્યાએ લોકોને ખૂબ જ પસંદ આવે છે. તે જણાવે છે કે આ મશીન માત્ર તેની માટે જ નહીં પરંતુ તેમના ગામની દરેક મહિલાઓ માટે છે. આ મશીન ગામ શહેરના દરેક મધ્યમ વર્ગીય અને નિમ્ન વર્ગીય પરિવાર માટે મદદરૂપ છે. વધુ પરિવારોમાં મહિલાઓ જ રસોઇનું કામ કરે છે અને બહારનું કામ કરવાની સાથે સાથે ઘર પણ જાતે સંભાળે છે. દરેક કામ પતાવીને સવારે જલ્દી નીકળવાના ચક્કરમાં લગભગ દરેક મહિલાઓની ઊંઘ પૂરી થતી નથી વધુ કામ કરવાના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ જ પ્રભાવ પડે છે.
આ દરેક મહિલાઓને નવશ્રી પોતાનું આ મશીન સમર્પિત કરે છે.મહિલાઓ સિવાય એકલા રહેતા યુવાવર્ગ અને વિદ્યાર્થી માટે પણ આ મશીન ખૂબ જ મદદરૂપ છે. આ મશીનની ઉપયોગીતાના કારણે તેને દેશભરમાં પ્રથમ પુરસ્કાર મળ્યો છે.
આરાધના જણાવે છે કે, આ મશીનને બનાવવા માટે તેમને એનઆઈએફ તરફથી ફંડ મળ્યું હતું. પરંતુ આ મશીનની કારખાનામાં મોટા સ્તર પર બનાવવામાં આવે તો તેની કિંમત બે હજાર રૂપિયાથી પણ ઓછી થઈ જશે પોતાની દીકરીની આ ઉપલબ્ધિ ઉપર નવશ્રીના માતા-પિતા અને ગામના લોકો ખૂબ જ ખુશ છે તેમના પિતા બસોડીલાલ જણાવે છે કે તેમને પોતાની પુત્રી ઉપર ખૂબ જ ગર્વ છે. તેમની જીત ઉપર તેમને ગામના લોકોને ગળ્યામાં ખાંડ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
અંતમાં નવશ્રી માત્ર એટલું જ કહે છે કે તે ખૂબ જ ભણવા માંગે છે અને તેની ઈચ્છા છે કે તે આ મશીન એ ખૂબ મોટા સ્તર ઉપર બનાવીને મહિલાઓ માટે બજારમાં લાવી શકે ખૂબ જ જલ્દી નવશ્રી રાષ્ટ્રપતિના હાથથી પોતાનો પુરસ્કાર લેવા આવશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team