હિંચકો ખાવો એ સંપૂર્ણ બોડીની કસરત છે, માનસિક સ્વાસ્થ્ય માટે પણ છે અદભુત ફાયદાકારક

Image Source

શ્રાવણ નો મહિનો એટલે કે વરસાદ અને મિત્રોની સાથે મજા કરવી તથા પાણીપુરી અને શ્રાવણ મહિનાના હીચકા વાત જ્યારે શ્રાવણ મહિનાના હીચકા ની આવે છે ત્યારે ઉંમરની કોઈ જ પ્રકારની સીમા રહેતી નથી અને આપણને કોઈ જ ચિંતા પણ રહેતી નથી. મિત્રોની સાથે હીચકા ખાવા તે આપણને બાળપણની યાદોની સાથે લઈ જાય છે અને આપણા દરેકનું બાળપણ ન જાણે કેટલી બધી યાદોથી જોડાયેલું છે પરંતુ જો તમે જાણો છો કે હીચકા ખાવાનો માત્ર આપણા શારીરિક પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે આવો જાણીએ હિંચકા ખાવાના ફાયદા.

આપણા સ્વાસ્થ્યના સુધારો લાવવા માટે શરૂઆતમાં આપણે વ્યાયામ કરવો જોઈએ અને અઠવાડિયા સુધી વ્યાયામ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં આપણને ખૂબ જ મદદ મળે છે જેનાથી તમારો અઠવાડિયાના પ્લાન માટેનો તે ખૂબ જ જરૂરી ભાગ બની જાય છે. હીચકા ખાવાનો માત્ર એક વ્યાયામ નો વિકલ્પ છે પરંતુ તે આપણને ડિપ્રેશન અને એક્ઝાઇટીથી પણ બચાવીને રાખે છે. તેમાં તમે માત્ર શારીરિક રીતે જ ઇનવોલ થતા નથી પરંતુ માનસિક રીતે પણ તેમાં તમે વ્યસ્ત રહો છો.

Image Source

1 શરીરનું સંતુલન અને શક્તિમાં સુધારો કરે

રિસર્ચ અનુસાર જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગો છો તો કસરત કરવા માટે હીંચકા ખાવાની શરૂઆત કરો હિચકા ખાતી વખતે વ્યક્તિના સંતુલન અને શક્તિનો ઉપયોગ થાય છે અને હિંચકો આ બંનેમાં સુધારો કરે છે શરીરને સંતુલન કરવા માટે આપણી અંદરની શક્તિને મજબૂત અને સ્થિર રહેવાની જરૂર પડે છે તથા પગને વાળવા સ્ટ્રેચ કરવા અને સહારા માટે આપણે સાઈડને મજબૂતીથી પકડી રહીએ છીએ તેથી આપણા હાથને પણ સીધા રાખવાની જરૂર પડે છે.

Image Source

2 એક કલાક હિચકો ખાવાથી કેલરી બર્ન થાય છે

એક કલાક હિચકો ખાવાથી એક સામાન્ય કદના વ્યક્તિનું ઓછામાં ઓછું 200 કેલરી બર્ન કરવા માટે ખૂબ જ પર્યાપ્ત છે. અને જો તમે ગીત સાંભળતા સાંભળતા હીચકા ખાશો તો તમે હીચકા ખાવાનો પણ આનંદ ઉઠાવી શકશો અને ગીતનો પણ.

3 તણાવમાં રાહત આપે છે

હિચકો ખાવાથી તણાવમાં રાહત મળી છે ઘણા બધા લોકોને પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે અને તેના લીધે જ તેઓના જીવનમાં તણાવ આવી જાય છે અને તેને દૂર કરવા માટે અમુક મિનિટ હીંચકા ખાવા જોઈએ. તદુપરાંત તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે તમારી આંખો બંધ કરો અને તમારા માથાને પાછળની તરફ ઝુકાવો. બસ યાદ રાખો કે તમારે રોકાવાનું નથી.

Image Source

4 સોશિયલ કનેકશન બનાવે છે

જ્યારે વાત હીચકા ખાવાની આવે છે ત્યારે ગ્રુપમાં બધાની સાથે જ હિંચકા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તેથી જ એકલા હીંચકા ખાવાની જરૂર નથી કોઈ મિત્ર અથવા પાર્ટનરની સાથે પાર્કમાં જવું જોઈએ અને એક સાથે હીચકા ખાવાનો આનંદ લેવો જોઈએ અને તમે એ જુઓ કે કોણ વધુ પર જઈ શકે છે અને બસ ચિંતા કર્યા વગર હીંચકા ખાવ અને વાતચીત કરો.

શાનદાર રીતે હિંચકા ખાવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય અને તમારી માનો દશામા સુધાર આવી શકે છે અને કોઈ બીજા વ્યક્તિની સાથે સ્વસ્થ રીતે જોડાવા તથા મૂડ સુધારવા તથા તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

કોઈપણ વ્યક્તિને જો પોતાના સ્વાસ્થ્યમાં સુધારો કરવો છે તે ભલે શારીરિક હોય કે પછી માનસિક એ બંને રીતે તેમને મહિનામાં ત્રણથી ચાર વખત હિંચકા ખાવાનો સમય જરૂરથી કાઢવો જોઈએ. આમ કરવાથી તમારો તણાવ ઓછો થઈ જાય છે, અને શક્તિ વધારવા માટે પણ મદદ કરે છે. તથા સંતુલનમાં સુધારો લાવે છે. તો આ શ્રાવણમાં તમે પણ હિંચકો ખાવાની શરૂઆત કરો અને અમુક જ સમયમાં તમારા સારા સ્વાસ્થ્યનો અનુભવ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “હિંચકો ખાવો એ સંપૂર્ણ બોડીની કસરત છે, માનસિક સ્વાસ્થ્ય માટે પણ છે અદભુત ફાયદાકારક”

Leave a Comment