ઢીલી અને લટકી ગયેલી સ્કિનને દૂર કરવાની આસન રીત

Image Source

જો તમારી સ્કિન ખૂબ જ ઢીલી થઈ ગઈ છે અને તેને ટાઇટ કરવા માટે એક્સપર્ટના જણાવ્યા અનુસાર નુસખા તમે ટ્રાય કરી શકો છો.

આપણે દિવસ-રાત જે પણ કરીએ છીએ જેની અસર આપણી સ્કિન ઉપર જરૂર પડે છે હા આપણને  સોફ્ટ અને પ્લમ્પ સ્કિન જોઈતી હોય છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી સ્કિનની ઇલાસ્ટિસિટી પણ પૂરી થઈ જાય છે. અને તે આપણી સ્કિન માટે મુશ્કેલી ભર્યું થઈ જાય છે કે આપણે આપણી સ્કિનની કેર એવી રીતે જ કરીએ જેવી પહેલા કરતા હતા.

આપણા સ્કિનની સંભાળ પણ ઉંમરની સાથે-સાથે બદલતી રહેવી જોઈએ જેનાથી સ્કીનની ઇલાસ્ટિસિટી યોગ્ય બનેલી રહે એવા ઘણા કારણે હોઈ શકે છે જેનાથી આપણી સ્કિન લુસ થઇ જાય છે અને તેની નેચરલ સુંદરતા ખરાબ થઈ જાય છે આજે અમે તે કારણો વિશે પણ વાત કરીશું અને તેની સાથે સાથે નેચરલ ઉપાય ની પણ વાત કરીશું જેનાથી આપણી સ્કિન ટાઇટ થશે.

Image Source

કયા કાણોથી લટકવા લાગે છે ત્વચા

  • જરૂરથી વધારે વજન ઓછું હોવું
  • વધુ સૂરજના તડકામાં રહેવું
  • સ્મોકિંગ કરવુ
  • ખરાબ ડાયટ લેવું
  • સ્કિનમાં મોઇશ્ચ્યુરાઇઝર ઓછું

આ દરેક કારણ તમારી સ્કિનને ઢીલી કરી શકે છે અને ઓઇલ મસાજ આ સમસ્યાઓ માટે અસરદાર સાબિત થઈ શકે છે. પરંતુ જો તમને એવું લાગે છે કે તમે સંપૂર્ણ રીતે તેને યોગ્ય કરી શકો છો તો તેવું નહીં થાય હા તમારી સ્કિનનો ઢીલાપણું જરૂર ઓછું થઈ શકે છે અને તે લચીલું પણ બની શકે છે પરંતુ તમે એવું વિચારો કે મસાજથી મારી સંપૂર્ણ લટકતી સ્કીન સેલ્યૂલાઈટ થઇ જાય તો તેવું થશે નહીં.

સ્કિન મસાજ માટે બેસ્ટ ઓઇલ્સ

જો તમે સ્કિન મસાજ કરવા માંગો છો તો કોઇ કેમિકલ મસાજ ઓઇલ ની જગ્યાએ તમે નેચરલ ઓઇલની પસંદગી કરો.

નારિયેળનું તેલ

નારિયેળનું તેલ તમારી સ્કિન સેલ્સમાં આસાનીથી ઉતરી જાય છે અને તેનાથી તમારી સ્કિન વધુ મોઇશ્ચરાઇઝ થઈ જાય છે. જો તમે પોતાની સ્કિનમાં પાંચથી દસ મિનિટ માટે ઉપરની તરફ નારિયેળ તેલથી મસાજ કરો છો તો તે લટકતી તેમને ઓછી કરવા માટે ખુબ ફાયદાકારક થાય છે. તમે આ તેલને આખી રાત પોતાની સ્કિન પર લગાવીને રાખો અને સવારે તેને સાફ કરી લો.

બદામનું તેલ

સ્કિનની ઇલાસ્ટિસિટી વધારવા માટે બદામનું તેલ ખૂબ જ લાભકારી સાબિત થઇ શકે છે.બદામના તેલમાં ઘણી માત્રામાં વિટામિન ઈ જોવા મળે છે અને તે સ્કિનને ફર્મ બનાવવા માટે મદદ કરી શકે છે. બદામના તેલને આખી રાત શરીર પર લગાવી રાખવાની જરૂર નથી તેને તમે નાહતા પહેલા પોતાની સ્કિન પર લગાવીને વીસ-પચ્ચીસ મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ હલકા ક્લીન્ઝર થી સ્નાન કરો. તે તમારી માટે ઘણું સુટેબલ થશે અને ચહેરાના મસાજ માટે પણ ઉપયોગ કરી શકાય છે.

ફિશ ઓઇલ

સ્કિન ટાઈટનિંગ માટે સૌથી સારું ઓઇલ ફિશ ઓઇલ ને માનવામાં આવે છે અને આ ઓઈલ સ્કિનમાટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે. જો તમે તેને લગાવી શકો છો તેનો જરૂર થી ટ્રાય કરો નાહવાના દસથી પંદર મિનિટ પહેલા તેને સરકયુલર મોશન માં મસાજ કરો. અને તેને સંપૂર્ણ રીતે તમારા શરીરમાં ઉતારવા દો. ફિશ ઓઇલ પીલ્સનું ડોક્ટર પણ સજેશન આપે છે. જેનાથી આપણી સ્કિન ટાઇટ થઇ શકે છે પરંતુ એવી કોઈપણ વસ્તુ ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાવ.

Image Source

સ્કિનને ટાઇટ કરવા માટેના બોડી પેક

સ્કિન ટાઈટ કરવા માટે ઓઇલ્સ નો ઉપયોગ તો તમને જણાવી દીધો.માટે તમે અમુક પેકનો ઉપયોગ પણ કરી શકો છો.

એલોવેરા

એલોવેરા નૅચરલ મૉઇસ્ચરાઇઝર પણ કહેવામાં આવે છે અને તે ખબર ટ્રીટમેન્ટમાં પણ ખૂબ જ સારું સાબિત થઇ શકે છે એલોવેરા જેલનો રેગ્યુલર ઉપયોગ કરવાથી લટકેલી સ્કિન ને આપણે યોગ્ય કરી શકીએ છીએ. તમે તમારી સ્કિન પર 15 20 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ હળવા ગરમ પાણીથી ધોઇ લો. તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કરવું જોઈએ.

મુલતાની માટી

મુલતાની માટીને મિનરલ્સથી ભરપૂર માનવામાં આવે છે અને તેના ઘણા ફાયદા હોય છે તેના કારણે આપણા બ્લડનું સર્ક્યુલેશન પણ ખૂબ જ સારું રહે છે અને આપણી સ્કિન ટાઇટ થાય છે.

તમે મુલતાની માટી અને ગુલાબજળની સ્મુધ પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવી શકો છો. તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી લગાવીને રાખવો અને પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો.તમે ઈચ્છો તો તેની અંદર મધ પણ ઉમેરી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તેની સાથે જ તમારી સ્કિન મોઇસ્ચરાઇઝ પણ કરવી પડશે.

Image Source

ઈંડાની સફેદી અને મધ

સ્કિન ટાઇટનીંગ માટે ઈંડાની સફેદી અને મધ બંને ફાયદાકારક સાબિત થઈ શકે છે તેના ઘણા ફાયદા હોય છે અને તે બંને ભેગા થાય ત્યારે એમને પ્લમ્પ બનાવી શકે છે. ઈંડાની સફેદીમાં એમ્બ્યુમીન નામનું એક પ્રોટિન હોય છે જે આપણા સ્કિનના સેલ્સને યોગ્ય કરી શકે છે અને આપણે ચીનમાં લચીલાપણું લાવીને નેચરલ ગ્લો લાવી શકે છે. મધમાં નેચરલ એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે.જે આપણા શરીરના ટોક્સિન્સ ને દૂર કરવાનું કામ કરી શકે છે.

ઈંડાની સફેદી ની સાથે મધ ઉમેરીને તમે ચહેરા ગરદન છાતી વગેરે જગ્યાએ પણ લગાવી શકો છો તેને 15 મિનિટ માટે મૂકી રાખ્યા પછી હળવા ગરમ પાણીથી ધોઈ શકો છો તે ઘણી અસર દિવસથી તમારા ચહેરાને ટાઈટ કરી શકે છે.આ પેકનો અઠવાડિયામાં એક વખત જરૂર થી પ્રયોગ કરો.

ગુલાબ જળનો ઉપયોગ જરૂર કરો

સ્કિનને ટાઇટ કરવા માટે ગુલાબ જળનો ઉપયોગ એક બહેતર ઉપાય છે.અને તેઓ એટલા માટે છે કે તે ખૂબ જ સારુ ટોનર સાબિત થઇ શકે છે અને તે સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવે છે. તેને તમારા ચહેરા અને ગરદન પર જરૂરથી લગાવો જેનાથી તમારી સ્કિનની પોર્સ ટાઇટ થશે અને રીંકલ્સ ની સમસ્યા પણ ઓછી થઈ જશે. ગુલાબજળને લગાવીને સૂકાવા દો.

આ દરેક ઉપાયથી તમારી સ્કિનનું ઢીલાપણું દૂર કરવામાં મદદ કરી શકે છે અને તેની સાથે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે રેગ્યુલર એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી સાબિત થશે જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ નહીં કરો તો તમારી સ્કિનમાં પેટ અને સેલ્યુલાઇટ વધી જશે.આ ઉપાય સંપૂર્ણ રીતે તેમનું ઢીલાપણું ઓછું નથી કરતા પરંતુ તેમાં મદદ જરૂર કરી શકે છે.

નોંધ : આ ઉપાયથી ઢીલી સ્કીનમાં થોડો કસાવ આવશે પરંતુ જો તમને સ્કિનની કોઇ સમસ્યા છે અને વધુ પડતા રીંકલ્સ પડી ગયા છે તો ચાર ઈંચથી વધુ ફેટ લોસ નું કારણથી કે લટકી ગઇ હશે તો તે સંપૂર્ણ રીતે કોસ્મેટિક ટ્રીટમેન્ટથી જ સારું થશે, જેની માટે તમારે ડોક્ટરની સલાહ લેવી પડશે અને અહીં જણાવી છે તે તેમના કસાવ લાવવા માટે છે, પરંતુ તમે એવી આશા ન રાખશો કે તેનાથી સમસ્યા સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment