પાડોશીએ રાઝ બહાર પાડ્યું કે, ‘તારક મહેતા’ સીરીયલના આ અભિનેતાને રોજ શરાબની બોટલ જોતી હતી..

ગુજરાતીની ફેમસ કોમેડી સીરીયલ “તારક મહેતા કા ઉલટા ચશ્માં” લગભગ ઘરમાં જોવાતી હશે. આમ પણ ઘરનું વાતાવરણ કેવું હોય છે એ આ સીરીયલમાં બહુ સારી રીતે દર્શાવવામાં આવે છે. એથી વિશેષ ગોકુલધામ સોસાયટીની એકતા બહુ ઉચ્ચ દ્રષ્ટિકોણ દર્શાવે છે. અલગ-અલગ જાતિના લોકો પણ અહીં એકજૂથ થઈને રહે છે. સાથે એકબીજાને લાઈફને એન્જોય કરીને ખુશીખુશી જીવન પસાર કરે છે.

“તારક મહેતા કા ઉલટા ચશ્માં” સીરીયલમાં આવતા દરેક કલાકારોની પોતાની આગવી ઓળખ છે. એ સીરીયલના રોલને કારણે તો રીયલ લાઈફમાં પણ એ અભિનેતા અને અભિનેત્રીઓને એ જ નામથી ઓળખવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર આ સીરીયલમાં કલાકારો સારા એવા છવાઈ ગયા છે. આમ જોઈએ તો આ સીરીયલને પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી બનાવવમાં આવી છે.

આ સીરીયલના ડો. હાથીની જાણકારી આજ અમારા હાથમાં લાગી હતી અને એટલે જ તમારી સાથે શેયર કરીએ છીએ. શું એ સાચું છે કે, રોજ દારૂ પીવાથી ડો. હાથીનું મૃત્યુ થયું? કવિ કુમાર આઝાદ એટલે કે તારક મહેતાના ડો. હાથીભાઈનું મૃત્યુ થયું ગયું છે, પણ એ સમયમાં ડોકટરે મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. પરંતુ જયારે મૌત થયું એ વખતે તેના એક પાડોશીએ મીડિયા સામે એક રાઝ ખોલ્યું હતું. જે તેની લાઈફ સાથે જોડાયેલું હતું.

હાથીભાઈના પાડોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, હાથીભાઈ શરાબ પીવાના શોખીન હતા અને તેને દરરોજ રાતે શરાબ પીવા જોઈતું હતું. નિયમિત રૂપે શરાબનું સેવન કરતા હતા. વધુમાં તેને એ પણ જણાવ્યું હતું કે, જયારે મૌત થયું એ દિવસની એક દિવસ અગાઉ પણ તેને શરાબન બહુ પીધું હતું. ત્યારે તેને તેના અન્ય ત્રણ દોસ્તને પણ શરાબ પીવા માટે બોલાવ્યા હતા.

રીપોર્ટમાં માહિતી હતી એ મુજબ તમને જણાવીએ તો ડો. હાથીને પહેલા છાતીમાં બહુ દુખાવો થવા લાગ્યો હતો. એટલે તેને તુરંત મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ તો જયારે તેને હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તે બેહોશ જ હતા પણ ત્યાં પહોંચતા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. પણ બધા સામે એક જ પ્રશ્ન ઉઠે છે કે શું હાથીભાઈની મૌત નિયમિત શરાબ પીવાના કારણે જ થઇ હતી? આ પ્રશ્નના જવાબમાં પાક્કું એ તો ન કહી શકાય પણ કિસ્મતના કેલેન્ડરમાં જે લખ્યું હોય એ જરૂરથી થાય છે એ વાત નિશ્ચિત હોય છે.

કવિ કુમાર આઝાદ એટલે ડો. હાથીએ એક સર્જરી પણ કરાવી હતી ત્યાર બાદ તો તેનું વજન ૮૦ કિલો જેટલું ઓછું થઇ ગયું હતું. એટલે તો તે કહેતા પણ હતા કે, “મને તો એવું લાગે છે જાણે મારૂ જીવન જ બદલાઈ ગયું હોય..” સાચ્ચે જ સર્જરી બાદ હાથીભાઈ બિલકુલ ન્યુ લૂકમાં દેખાતા હતા. સીરીયલમાં પણ નિર્દોષ હાસ્ય કરાવનાર આ વ્યક્તિનું ચરિત્ર પણ રીયલ લાઈફમાં એકદમ નીખાલશતા ભર્યું હતું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment