બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના એક ડોકટરે આ સમસ્યાને દૂર કરવા માટે 10-3-2-1 નો ફોર્મ્યુલા દર્શાવ્યો છે. ડોક્ટર નો દાવો છે કે આ ફોર્મ્યુલા ઉપર અમલ કરીને તમે કોઈપણ દવા અથવા તો ઇલાજ વગર આસાનીથી દરરોજ ખૂબ જ સારી ઊંઘ લઇ શકો છો.આ ફોર્મ્યુલાની બ્રિટનમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
10-3-2-1 ટ્રીકથી આવશે ખૂબ જ સારી ઊંઘ
ધ સન ના રિપોર્ટ અનુસાર NHS માં તૈનાત ભારતીય મૂળના ડોક્ટર રાજ કરણે આ ફોર્મ્યુલા ટિક્ટોક ઉપર શેર કર્યો હતો. તેમને 10-3-2-1 ટ્રીકને વિસ્તારમાં જણાવતા કહ્યું કે ઊંઘવાના 10 કલાક પહેલા કેફીન પદાર્થ એટલે કે ચા,કોફી અને કોલ્ડ ડ્રિંકની માત્રા ખૂબ જ ઓછી કરી દેવી જોઈએ. કેફીનના સેવનથી ઊંઘ દૂર થઈ જાય છે અને અને રાત્રે વ્યક્તિ પડખા બદલ્યા કરે છે. તે જણાવે છે કે જો તમે દરરોજ રાત્રે 10 વાગ્યે બેડ ઉપર પહોંચી જાવ છો તો બપોરે 12 વાગ્યા પછી કેફીનથી જોડાયેલી વસ્તુઓનું સેવન બંધ કરો.
સુવાના 3 કલાક પહેલા બંધ કરો હેવી ડાયટ
આગળની ટિપ્સ વિશે તે જણાવે છે કે સૂવાના ત્રણ કલાક પહેલા હેવી ડાયટ અથવા તો ડ્રિંકનું સેવન બંધ કરી દેવું જોઈએ. તેનાથી ત્રણ કલાક પહેલા જમી લો. ભોજનને પચાવવા માટે શરીરને પર્યાપ્ત સમય મળી શકે છે અને રાત્રે ગેસ અથવા તો અપચા જેવી સમસ્યા થતી નથી. બેડ ઉપર અમુક સમય શરીરની સીધું કર્યા બાદ આંખો ખૂબ જ જલ્દી ઊંઘમાં ઘેરાઈ જાય છે અને વ્યક્તિ ઉંડી નિંદ્રામાં ચાલ્યો જાય છે.
બેડ ઉપર જવાના 2 કલાક પહેલા પતાવી લો કામ
ડૉક્ટર રાજ કરણ પોતાની ત્રીજી ટિપ્સ વિશે જણાવી રહ્યા છે કે સૂવાના બે કલાક પહેલા તમે પોતાના રૂટિન કામ ને સમાપ્ત કરો આમ કરવાથી તમારું દિમાગ રિલેક્સ ફીલ કરશે. જેથી બેડ પર સૂતી સમયે તમને મસ્તિષ્કમાં ઓફિસ અથવા તો ઘરના કામને લઈને વધારાની ચિંતા રહેશે નહીં. અને તેનાથી ખુબજ સારી ઊંઘ લાવવામાં મદદ મળશે.
સૂવાના 1 કલાક પહેલા બંધ કરો દરેક ગેજેટ
ડોક્ટર રાજકરણ પોતાના ચોથા અને છેલ્લા ટિપ્સ વિશે જણાવે છે કે સૂવાના 1 કલાક પહેલા તમે ટીવી, લેપટોપ અને મોબાઇલને બંધ કરો એટલે કે સ્ક્રીનથી દૂર થઈ જાવ. ખરેખર સ્ક્રિનથી બહાર નીકળતી બ્લુ લાઈટ આંખોમાં પીડા ઉત્પન્ન કરી શકે છે. જેની અસર આપણા દિમાગ ઉપર પડે છે. તેથી સૂવાના 1 કલાક પહેલા દરેક સ્ક્રીન બંધ કરી દેવાથી આંખો અને દિમાગને આરામ મળે છે અને તમે ખૂબ જ જલ્દી ઊંઘ આવી જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team