જો તમારા શરીર પર ફોલ્લીઓ, વારંવાર ખંજવાળ અથવા આ રીતે કોઈપણ લક્ષણ જોવા મળે તો તેને કયારેય નજરઅંદાજ કરશો નહિ.
વરસાદમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ઘણીવાર ખરજવાને કારણે ત્વચા પર બળતરા થાય છે. છાલા, સ્કિન રેશેઝ અને ચામડીના પડ ઉતરી શકે છે.
એટોપિક ડર્મેટાઈટિસ સૌથી સામાન્ય રૂપ છે. ઘણા લોકો તેને ફોલ્લીઓ વાળી ખંજવાળ પણ કહે છે. નિષ્ણાત મુજબ બે – ત્રણ ટકા યુવાનો અને લગભગ 25 ટકા બાળકોમાં આ બીમારી ખૂબજ સામાન્ય છે. એડીને સરળ ભાષામાં સમજો તો તે એક રીતે લાંબા સમય સુધી રહેતી ક્રોનિક બળતરા છે.
આ રોગના મુખ્ય લક્ષણો કયાં છે?
- સૂકી ખરબચડી ત્વચા
- ત્વચા પર ચાંભા ના નિશાન
- ત્વચા પર વગર કારણે દુખાવો થવો
- ત્વચા ફાટવી અથવા લાલ થવી
- પોપડી વળવી કે ભિંગડાવાળું સ્ત્રાવ
મુંબઈના ડી. વાઈ. પાટીલ હોસ્પિટલની ડો. કિરણ ગોડસે જણાવે છે કે લગભગ 10-15 ટકા ભારતીયોમાં જન્મના પેહલા વર્ષથી જ એડી થવાની અસર થાય છે. પરંતુ તેની બાળપણમાં જ સારવાર કરવામાં આવે છે. જણાવી દઈએ કે લગભગ 4 માંથી એક વયસ્ક ને એડીના લક્ષણોની જાણ 18 વર્ષ પછી થાય છે. ધ્યાન આપવાની વાત એ છે કે તેની અસરવાળા લોકોમાંથી ત્રીજા ભાગના બાળકો અને લગભગ 40 ટકા યુવાનોમાં આ બીમારીના કારણે જીવનની ગુણવતા પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. ઘણા કિસ્સાઓમાં તે ચિંતા, હતાશા વગેરેથી ઘેરાય છે. આત્મહત્યાનું પણ જોખમ વધી શકે છે.
ડોકટર મુજબ AD ગમે તે પ્રકારની હોય, ખંજવાળ થવાને કારણે તે ખૂબ પરેશાન કરે છે. ગંભીર કિસ્સાઓમાં ચામડી ઉતરવાની સાથે ખંજવાળ ચિંતાનો વિષય બની ગયો છે. નિષ્ણાત કહે છે કે જો તમારા શરીર પર ચાંભા , વારંવાર ખંજવાળ અથવા આ પ્રકારના અન્ય કોઈપણ લક્ષણ દેખાઈ તો તેને ક્યારેય નજરઅંદાજ કરશો નહિ. તાત્કાલિક ડોકટરની સલાહ લો. બીમારીને નજરઅંદાજ કરવા પર સમસ્યા વધી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team