શું તમારી બનાવેલી રોટલી સોફ્ટ અને ફૂલેલી નથી બનતી ? તો અપનાવો આ ટિપ્સ 

Image Source

રોટલી આપણા રોજિંદા ખાનપાન નો મુખ્ય ભાગ છે. પરંતુ ઘણા લોકો રોટલી બરાબર બનાવતા નથી, એટલે કે તે ફૂલતી નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને નરમ અને ફૂલેલી રોટલી બનાવવા માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ.

સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવા માટેની ટિપ્સ

રોટલી બનાવી આમ તો મુશ્કેલ કામ નથી પરંતુ દરેક જણ ફૂલેલી અને સોફ્ટ રોટલી બનાવી શકતા નથી. મુલાયમ રોટલી બનાવવા માટે અમુક લોકો અડધા કલાક સુધી લોટ ને મસળે છે અથવા તો તેમાં તેલ અને ઘી ઉમેરે છે. પરંતુ અમે જે અહીં ટિપ્સ બતાવી રહ્યા છીએ તેમાં માત્ર લોટ અને પાણીની જરૂર પડશે. તો અમે તમને અહીં સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવાની રીત જણાવિશુ.

  • લોટ અને પાણી સમાન પ્રમાણમાં લો.
  • ઘણા લોકો એક સાથે લોટ માં પાણી ઉમેરી દે છે, જે બરાબર નથી.
  • સોફ્ટ રોટલી બનાવવા માટે હંમેશાં લોટમાં થોડું થોડું પાણી ઉમેરો અને કણકને થોડી થોડી માત્રામાં લોટ બાંધો.
  • પાણી ઉમેરતા જાવ અને લોટ ભેગો કરતા જાવ. આમ કણક બાંધવા પાણીની માત્રા ઓછી જોઈશે
  • આ રીતે કણક ભેળવવામાં ફક્ત 5 મિનિટનો સમય લાગશે.
  • કણક માં બધું પાણી ન ઉમેરો, અથવા તેને વધારે ઢીલો ના બાંધો.
  • એકવાર કણક બંધાઈ જાય પછી તેને ફેલાવીને  આંગળીઓથી દબાવો અને થોડા પાણીનો છંટકાવ કરો.

Image Source

સોફ્ટ રોટલી બનાવવાની ટિપ્સ અને યુક્તિઓ

  • આ કણકને બીજી થાળી માં પ્લેટથી ઢાંકી દો અને 5 મિનિટ સુધી મૂકી રાખો.
  • 5 મિનિટ પછી તમે જોશો કે લોટમાં જે પાણી ઉમેર્યું હતું તે પાણી શોષી લેશે. હવે ફરીથી કણક ને ગુંદી લો.
  • સોફ્ટ રોટલી બનાવવા માટે કણક તૈયાર છે.
  • જો તમે કણકને ફ્રિઝમાં મૂકી રહ્યા છો, તો પછી તેને એરટાઇટ કન્ટેનરમાં મુકો અને ઉપર 1/4 ચમચી તેલ લગાવો. 
  • આમ કરવાથી, કણક તાજી રહેશે અને તેના પર કોઈ સુકા પોપડા બનશે નહીં.
  • જો તમે કણક માં તેલ નાંખી તેને વરખના કાગળમાં લપેટીને ફ્રિઝમાં રાખો,તો પણ કણક તાજી રહેશે.
  • રોટલી ઉપર ઘી લગાવી ને રાખો, તેમ કરવાથી બનેલી રોટલી લાંબા સમય સુધી નરમ રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શું તમારી બનાવેલી રોટલી સોફ્ટ અને ફૂલેલી નથી બનતી ? તો અપનાવો આ ટિપ્સ ”

Leave a Comment