શું તમે કમરના દુખાવાથી જલ્દીથી રાહત મેળવવા માંગો છો? તો અજમાવો આ ઘરેલું ઉપાયો

Image Source

કમરના દુખાવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોને જ નહીં પરંતુ યુવાનોને પણ પરેશાન કરવા લાગી છે. જેનું કારણ ખોટી જીવનશૈલી સાથે કલાકો સુધી ખોટી મુદ્રામાં બેસી રેહવુ પણ છે. તો આજે આપણે તેને દૂર કરવાના ઘરેલું ઉપાયો વિશે જાણીશું0પ.

ટીવી જોતા હોય, મોબાઈલ ચલાવતા હોય અને કામ કરતા હોય ત્યારે આપણે આપણી મુદ્રામાં ધ્યાન આપતા નથી અને આ વસ્તુઓ કમરના દુખાવાનું કારણ બને છે. સતત એક જ સ્થિતિમાં બેસી રેહવું, હલનચલન કરવું નહિ અને વિટામિન ડીની ઉણપ પણ કમરના દુખાવાનું કારણ બને છે. જો ખૂબ વધારે દુખાવો થાય, તો જલ્દીથી ડોકટરને બતાવો, પરંતુ જો થોડો દુખાવો થાય છે, તો પછી આ ઉપાયો એકવાર અજમાવી જુઓ, જે ખૂબ અસરકારક છે. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે, તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચારો કરો છો, પરંતુ તેની અસર થોડા સમય માટે જ રહે છે. આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેને અજમાવીને ઝડપથી રાહત મેળવી શકાય છે.

કમરનો દુખાવો દૂર કરવાના ઘરેલું ઉપાયો:

૧. કમરના દુખાવામાં રાહત મેળવવા માટે એક કડાઈમાં સરસવનું તેલ નાખી અને તેમાં લસણની ત્રણ-ચાર કળીઓની સાથે અજમા નાખીને પણ ગરમ કરો. ઠંડુ થયા પછી આ તેલથી કમરની માલિશ કરો. જે તમને ખૂબ ઝડપથી રાહત આપશે.

૨. કડાઈમાં બે-ત્રણ ચમચી મીઠું નાંખો અને તેને સરખી રીતે ગરમ કરો. હવે આ ગરમ મીઠાને એક સુતરાઉ કાપડમાં બાંધીને તેની પોટલી બનાવો. અને આ પોટલીથી કમરના દુખાવાવાળી જગ્યા પર શેક કરો. આ ખૂબ જ અસરકારક ઉપાય છે.

૩. તમે જે પણ કાર્ય કરી રહ્યા હોય, પરંતુ તેનું ધ્યાન આપવું કે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રેહવુ નહીં. દર 40 મિનિટ પછી ખુરશી પરથી ઉભા થઈને થોડું હલનચલન કરતા રેહવુ.

૪. કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે, જે કમરના દુખાવાનું સૌથી ખાસ કારણ છે, સાથે જ કેલ્શિયમ યુક્ત વસ્તુઓ ખાવાની સાથે, થોડીક વાર માટે તડકામાં ચોક્કસ બેસવું જોઈએ.

૫. અજમાને તપેલીમાં નાખી ધીમા તાપે શેકી લો અને ઠંડુ થાય પછી તેને ધીમે ધીમે ચાવીને ગળી જાઓ. તેનું નિયમિત સેવન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment