શું તમારે તોફાની અને હઠીલા બાળકોને સરખા કરવા છે!! તો આ 10 બાબતો શીખી લો પરેન્ટ્સ

મોટાભાગના માતા-પિતા અનુશાસન શીખવવાના નામે બાળકોને ઠપકો આપે છે અથવા તેને માર મારે છે જે એકદમ ખોટું છે. તમે વિનમ્ર અને સરળ રીતે પણ બાળકને અનુશાસન શીખવી શકો છો. નિષ્ણાંતોએ બાળકોને સકારાત્મક રીતે શિસ્તબદ્ધ રાખવા માટે કેટલીક ખાસ રીત જણાવી છે. સકારાત્મક રીતે શિસ્તની તકનીક બાળકોને સ્વભાવથી જવાબદાર બનાવે છે જેનાથી તે તેનું જીવન સારી રીતે જીવી શકે. તો ચાલો જાણીએ તેના વિશે.

બાળકોને ઉછેરવા એ સરળ કામ નથી. માતાપિતા દરેક સમય બાળકોની સાથે નમ્ર વ્યવહાર કરી શકતા નથી. બાળકોને સારા મનુષ્ય બનાવવા માટે તેને ડિસિપ્લિન એટલે શિસ્તમાં રાખવા જરૂરી હોય છે. મોટાભાગના માતા-પિતા અનુશાસન શીખવવાના નામે બાળકોને ઠપકો આપે છે અથવા તેને માર મારે છે જે એકદમ ખોટું છે. તમે વિનમ્ર અને સરળ રીતે પણ બાળકને અનુશાસન શીખવી શકો છો. નિષ્ણાંતોએ બાળકોને સકારાત્મક રીતે શિસ્તબદ્ધ રાખવા માટે કેટલીક ખાસ રીત જણાવી છે. સકારાત્મક રીતે શિસ્તની તકનીક બાળકોને સ્વભાવથી જવાબદાર બનાવે છે જેનાથી તે તેનું જીવન સારી રીતે જીવી શકે. તો ચાલો જાણીએ તેના વિશે.

બાળકો નહિ, વર્તન ખરાબ હોય છે

જો તમારું બાળક કોઈ બીજા બાળકને મારે છે તો તોફાની અને ખરાબ બાળક કહેવાના બદલે તેને જણાવો કે તેનું આ વર્તન ખોટું છે. બાળકોને પ્રેમથી કહો કે તેને બીજા બાળકને મારવા જોઈએ નહીં અને જે તે કર્યું છે તેના માટે માફી માંગે. તેનાથી તમારું બાળક સમજશે કે તમે તેને પ્રેમ કરો છો પરંતુ તેને પણ તેનો વ્યવહાર બદલવાની જરૂર છે.

કેવી રીતે વર્તન કરવું તે જણાવો

જો તમે જોવ છો કે તમારું બાળક કઈક ખોટું કરવાનો છે તો ‘તેવું ન કર’ એમ કેહવાને બદલે તેને જણાવો કે તેને શું કરવું જોઈએ. તમારા બાળકને વ્યવહાર કરવાની સાચી રીત જણાવી તેને યોગ્ય રીતે વ્યવહાર કરતા શીખવો.

સખતાઈ સાથે સહાનુભૂતિ રાખવી

સહાનુભૂતિ દેખાડવાથી બાળક તેવું સમજે છે કે તમે તેની લાગણીઓને અનુભવી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારું બાળક કહે છે, ‘ બીજા બાળકે પહેલા લડાઈ શરૂ કરી અથવા તે પોતાનો બોલ તેની સાથે શેર કરી રહ્યો નથી તો તમારે તેને શાંતિથી સાંભળી સમજાવવા પડશે. તમે બાળકને કહો કે અમે સમજીએ છીએ કે તું તે બોલથી રમવા ઈચ્છે છે પરંતુ તેને મેળવવાની આ રીત સાચી નથી. ભલે તમારું બાળક તમારી વાત માને નહિ પરંતુ તે તમારે વારંવાર બોલવું પડશે ત્યારે તેના વ્યવહારમાં બદલાવ આવશે. તમારા બાળક સાથે ધીરજ રાખો અને તમારો ગુસ્સો ગુમાવશો નહિ.

આત્મનિરીક્ષણનો સમય આપો

બાળકોને આત્મનિરીક્ષણનો પણ સમય આપવો જોઈએ. તેનાથી બાળકને સમજવાની તક મળશે કે તેને શું ખોટું કર્યું. પરંતુ, માતાપિતા રૂપે, તમારે તેને યાદ અપાવવું પડશે કે તે કોઈ સજા નથી. તેના માટે સૌથી સારી રીત છે કે એક શાંત જગ્યા પર એક ખુરશી રાખો જ્યાં તમારું બાળક થોડીવાર બેસી શકે અને તેના વ્યવહાર વિશે વિચારી શકે. આ પદ્ધતિને ટાઇમ આઉટ પદ્ધતિ પણ કેહવામાં આવે છે. યાદ રાખો કે તેને એક વારમાં પાંચ મિનિટથી વધારે છોડશો નહીં.

બાળકને વિકલ્પ આપો

તેનાથી તમારા બાળકમાં નિયંત્રણની ભાવના આવશે અને તેને તેમ લાગશે નહિ કે તમે હંમેશા તેને જણાવો છો કે શું કરવું છે. જો તમારા બાળકને કોઈ બીજા બાળક મારે છે, તો તમે બે વિકલ્પ આપી શકો છો. ઉદાહરણ તરીકે તેને પૂછો કે શું તમે બીજા બાળકને મારવા માટે માફી માંગવા ઇચ્છો છો અથવા જ્યાં સુધી શાંત ન થાવ ત્યાં સુધી ટાઇમ આઉટમાં જવા ઈચ્છશો?

ભૂલોને પાઠમાં ફેરવો

બાળકોને તેની ભૂતકાળની ભૂલોથી પણ ઘણું બધું શિખવી શકો છો. જેમકે જો બાળક કોઈ બીજા બાળક પાસેથી રમકડું છીનવે છે તો તમે તેને યાદ અપાવતા જણાવો કે જ્યારે તમારા મિત્રએ તે રમકડું છીનવી લીધું હતું જેનાથી તું રમી રહ્યો હતો તો તે સમયે તમને કેટલું ખરાબ લાગ્યું હતું, નહિ? જ્યારે તમે કોઈની પાસેથી કઈક લો છો, ત્યારે તેને પણ તેવોજ અનુભવ થાય છે. તેનાથી તમારા બાળકને તેના મિત્રની લાગણીઓને સમજવામાં મદદ મળશે.

હદ નક્કી કરો

બાળકો માટે કેટલીક હદ જરૂર નક્કી કરો. જેમકે જો તમારા બાળકને રમત પસંદ છે, તો તે સારી વાત છે પરંતુ તેના માટે કેટલાક નિયમ જરૂર બનાવો. ઉદાહરણ તરીકે બાળકને કહો કે તે તેનું હોમવર્ક પૂરું કર્યા પછી જ રમવા જઈ શકે છે, અથવા તે તેની બધી શાકભાજી પૂરી કર્યા પછી જ તેને આઈસ્ક્રીમ મળી શકે છે.

બાળકને ઓડર આપશો નહિ

તમારા બાળકને આદેશ આપવાને બદલે એ જણાવો કે તમે તેની પાસે શું કરાવવા ઇચ્છો છો. તમે તેને તે કામ કરવા માટે નવી રીત શીખવી પણ શકો છો. ઉદાહરણ તરીકે જો તમારૂ બાળક તેના કપડાને ફોલ્ડ કર્યા વગર પથારી પર છોડ્યા છે, તો તમે તેને પૂછી શકો છો કે આપણે આપણા કપડા ક્યાં રાખવા જોઈએ ? બાળકને આદેશ આપશો નહિ કે તે તેના કપડા કબાટમાં મૂકે.

પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવો

જો તમારા બાળક તમારી વાત માનવાની ના પડી રહ્યા છે અને હજુ પણ ખરાબ વ્યવહાર કરી રહ્યા છે, તો તમારે તેને તેના ખરાબ વ્યવહારના પરિણામો નો સામનો કરવા માટે પણ તૈયાર રાખવું. ધ્યાન રાખો કે તમે બાળક પ્રત્યે અસંસ્કારી ન બનો.

સારા વ્યવહારને પુરસ્કાર આપો

બાળકોને સારા વ્યવહાર માટે હંમેશા પુરસ્કાર આપવા જોઈએ. તેનાથી બાળક એ રીતે વ્યવહાર કરવા માટે પ્રોત્સાહિત થશે. ધ્યાન રાખો કે તમારે તમારા બાળકને પુરસ્કાર આપવાનો છે તેને લાંચ આપીને મુંઝવણમાં મૂકશો નહી. જો તમે તમારા બાળકને સારો વ્યવહાર કરવા પર ઈનામ આપીને પ્રેરિત કરવાનો પ્રયાસ કરો છો, તો તે એક રીતે લાંચ છે. બાળકોને લાંચ આપવી તેને ચાલાકી કરવાનું શીખવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment