શું તમે જાણો છો કે પાણી પીવાથી પણ હાઈ બ્લડપ્રેશર ઘટાડી શકાય છે!!કેટલી માત્રામાં પાણી પીવાથી ફાયદો થાય છે તે જાણો

Image Source

હાઈ બ્લડ પ્રેશર આજના સમયમાં ઘણું સાધારણ બની ગયું છે. તમે ઘણા લોકોને. આ સમસ્યાથી પીડાતા જોયા હશે. હાલમાં એમડી ડોકટરે જણાવ્યું છે કે પાણી પીવાથી પણ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને નજરઅંદાજ કરવી જોખમી સાબિત થઈ શકે છે. ખરાબ લાઇફસ્ટાઇલ હાઈ બ્લડ પ્રેશરમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી નિષ્ણાત હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વાળા લોકોને લાઇફસ્ટાઇલ સુધારવાની સલાહ આપે છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg સુધી હોય છે. 120 થી 140 સિસ્ટોલિક અને 80 થી 90 ડાયસ્ટોલિકની વચ્ચે બ્લડ પ્રેશરને પ્રી હાયપરટેન્શન માનવામાં આવે છે અને 140/90 થી વધારેને હાઈ બ્લડ પ્રેશર માનવામાં આવે છે. ઉંમર પ્રમાણે તેની રેન્જ બદલાતી રહે છે. સંશોધન મુજબ ભારતના લગભગ 30 ટકા યુવાનોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. તેમાંથી 34 ટકા શહેરી વિસ્તારમાં રહે છે અને 28 ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. સ્ત્રીઓની અપેક્ષાએ પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશરની સંભાવના 3 ટકા વધારે રહે છે. હાલમાં એક નિષ્ણાતે જણાવ્યું કે પાણી પીવાથી પણ હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર વિશે આ પણ જાણો

હાઈ બ્લડ પ્રેશરનો અર્થ છે કે તમારું હાર્ટ શરીરની ચારે તરફ લોહી તેની વધારે તાકાત સાથે પંપ કરે છે, જેટલું તેને કરવું જોઈએ. લોહીનું આ વધારે દબાણ રક્ત વાહીકાઓમાથી પસાર થવા માટે હદય, મગજ, કિડની અને આંખ સાથે શરીરના ઘણા અંગો પર વધારે દબાણ કરે છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે આ સમસ્યા પણ થઈ શકે છે.

 • હાર્ટ એટેક
 • હદયની બીમારી
 • સ્ટ્રોક
 • હદયનું થંભવુ
 • ધમનીની બીમારી
 • ડીમેંશિયા
 • કિડનીની બીમારી

કેટલું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે – The mirror મુજબ, ઇંગ્લેન્ડની એમડી ડોકટર મોનિકા વાસરમૈનએ કહ્યું, એક એકંદર ન્યુટ્રિશન નિષ્ણાત મુજબ હું હંમેશા મારા દર્દીને દરરોજ આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપુ છું. જોકે પાણી લોહીને ડીટોકસીફાઇ કરવામાં મદદ કરે છે અને વધારે સોડિયમને પણ શરીરમાંથી બહાર કાઢે છે કેમકે સોડિયમ બ્લડ પ્રેશરને હાઈ કરવાના જોખમને વધારે છે. ઘણા લોકોને એ વાતની જાણ હોતી નથી કે ક્રેનબેરીનું જ્યુસ હાઈ બીપી ઘટાડવામાં પણ મદદ કરે છે. ક્રેનબેરીના રસમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ સોજાથી લડવામાં મદદ કરે છે, રક્ત પ્રવાહને વધારો આપે છે અને રક્તવાહિનીઓને આરામ પહોંચાડે છે. આ બધાથી બ્લડ પ્રેશર લેવલ ઓછું થાય છે.

જો તમે દરરોજ આઠ ગ્લાસ પાણી પીઓ છો તો 24 કલાકમાં લગભગ 2 લીટર પાણી પી લેશો. તેનાથી બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળી શકે છે.

ખોરાક પર ધ્યાન આપો

ડોકટર મોનિકા વાસરમૈનએ આગળ જણાવ્યું, એવી કઈ વસ્તુ છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરી શકે છે. ચરબી વાળી માછલી જેમાં સૈલમન, ટુના, ટ્રાઉટ, સાર્ડીન, હેરિંગ અને મૈકેરલનો સમાવેશ થવો જોઈએ. ચરબી વાળી માછલીમાં ઓમેગા 3 ફૈટી એસિડની સારી માત્રાનો સોર્સ છે. જેનાથી બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ મળે છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ આ લોકોને હાઈ બ્લડપ્રેશર નું જોખમ રહે છે.

 • જેઓનું વજન વધારે છે.
 • જેઓ ઘણું મીઠું ખાય છે.
 • જેઓ પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાતા નથી.
 • જેઓ પૂરતી કસરત ન કરે.
 • જેઓ ખૂબ આલ્કોહોલ અથવા કોફી પીવે છે.
 • જેઓ વધુ ધૂમ્રપાનના સંપર્કમાં રહે છે.
 • જે પૂરતી ઊંઘ ન લે.
 • જેમની ઉંમર 65 થી વધુ હોય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment