ચહેરા પર બેસ્ટ રીઝલ્ટ આપશે આ ફેસપેક – સો ટકાની આસપાસ રીઝલ્ટ મળશે..


દહીંને માત્ર જમણવા સમયે જ નહીં પણ બ્યુટીકેર માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આજે જાણીએ અમુક એવી ટીપ્સ જેને તમે આસાનીથી ફોલો કરી શકશો. ઘરે જ આ બ્યુટી ટીપ્સને અજમાવી શકો છો અર્થાત્ દહીંનો ઉપયોગ કરીને તમે ફેસપેક બનાવી શકો છો. જે તમારા ચહેરાની ત્વચાના નિખાર માટે જરૂરી છે. દહીં સ્કીન માટે બેસ્ટ છે.

ચાલો, જાણીએ દહીંના ફેસપેક પેક વિશેની વાતો. પછી તમે પણ ઘરે જ આ ફેસપેકને બનાવી શકો છો.

  • દહીં સાથે ઓલીવ ઓઈલનું ફેસપેક

દહીંમાં સહેજ નમક ઉમેરો અને ખુબ મિશ્રણ થાય એવી રીતે હલાવો. એટલે થોડું દહીં ઘટ્ટ થવા લાગશે. ત્યારબાદ તેમાં ઓલીવ ઓઈલના ૨-૩ ટીપા ઉમેરીને ફરીથી દહીંના મિશ્રણને હલાવો. આ ફેસપેકને અડધો કલાક માટે ચહેરા પર લગાવીને રાખો ત્યારબાદ હુંફાળા પાણી વળી ચહેરાને સાફ કરી નાખો.

  • દહીં અને મધનું ફેસપેક

મધમાં એન્ટીઓક્સીડેન્ટનો ગુણ હોય છે. એક કપ દહીંમાં ૩ ચમચી જેટલું મધ ઉમેરી આ મિશ્રણને સારી રીતે તૈયાર કરો પછી આ મિશ્રણને આખાચહેરા પર સારી રીતે લગાવી દો. અડધો કલાક આ ફેસપેકને ચહેરા પર લગાવીને રાખો ત્યાર બાદ ઠંડા પાણી વધે ચહેરાને સાફ કરી નાખો અને પછી બરફનો ટુકડો લઈને ચહેરા પર હળવા હાથે ઘસો.

  • દહીંથી ચેહરાની ત્વચા રહેશે હંમેશા યુવાન

દહીંથી ત્વચાનું મોસચ્યુર જળવાય છે. સાથે ત્વચા પરના મૃત કોષને દૂર કરે છે. દહીં એક નેચરલ બ્લીચીંગ એજેંટ છે. દહીંથી ચહેરા પરની કરચલી પણ દૂર થાય છે. દહીંનું લેકટીક એસીડ હોય છે જે મૃત કોષોને ચહેરા પરથી દૂર કરે છે. બ્લેક હેડ્સને દૂર કરવા માટે પણ દહીં જરૂરી છે. બસ, થોડી ઘટ્ટ દહીં લઈને તેને ચહેરા પર અડધા કલાક માટે લગાવથી ચહેરા પર તાજગી આવે છે.

  • ઉનાળામાં દહીંનું ફેસપેક અતિ ઉપયોગી છે

ઉનાળામાં ગરમીને કારણે ચહેરા પરની ત્વચા બ્લેક થઇ જાય છે અથવા ચહેરા પરની ચમક જતી રહે છે તો આવા સંજોગોમાં દહીંનું ફેસપેક બેસ્ટ રહે છે. કોસ્મેટીક આઇટેમને યુઝ કરવા કરતા નેચરલ આઇટેમનો યુઝ કરવો અતિ ઉતમ ગણાય છે. દહીં સાથે કેળાને ક્રશ કરીને પણ ફેસપેક બનાવી શકો છો.

આ રીતે તૈયાર કરેલા દહીંના ફેસપેકથી ઉનાળાની ગરમીમાં થતા ચહેરાની ત્વચા પરના નુકસાનને અટકાવી શકાય છે. સાથે દહીંના ફેસપેકના અદ્દભુત ફાયદાઓ છે, જેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ થવાની સંભાવના રહેતી નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment