સામાન્ય સાઈકલને સોલર સાઈકલમાં ફેરવી, જેથી ના તો પેટ્રોલની ચિંતા ના પ્રદૂષણની

Image Source

વારંગલ જિલ્લાના ગોપાલપુરમ ગામના વતની રાજુ મુપ્પરાપુ એ એક સામાન્ય સાઇકલમા ફેરફાર કરી તેને સૌર ઊર્જા દ્વારા સંચાલિત સાઈકલમાં ફેરવી. આ પહેલા પણ તેણે ઘણી શોધ કરી છે.

આજે દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો આકાશને સ્પર્શે છે અને તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. એક તરફ, જ્યાં લોકો આ સમસ્યા માટે સરકાર અને પ્રશાસનને દોષ આપે છે, ત્યારે ઘણા લોકો તેનું સમાધાન શોધી રહ્યા છે. જેમ કે તેલંગાણાના વતની રાજુ મુપ્પરાપુએ કર્યું છે. તેમણે સામાન્ય સાયકલને રૂપાંતરિત કરીને, તેને સૌર સંચાલિત સાયકલમાં ફેરવી દીધી છે. જેથી તે સરળતાથી ગમે ત્યાં આવી જય શકે છે.

વારંગલ જિલ્લાના ગોપાલપુરમ ગામમાં રહેતો આશરે  31 વર્ષીય રાજુ મુપ્પરાપુ પોતાની એક નાની ટૂલ વર્કશોપ ચલાવે છે. જ્યાં તે વિવિધ પ્રકારના નવીનતાઓ પણ કરતા રહે છે. તે કહે છે કે તેના પિતા ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા હતા અને રાજુ પર તેનો પ્રભાવ નાનપણથી જ રહ્યો હતો. આથી, રાજુ હંમેશાંથી કંઇક અલગ કરવાનું વિચારે છે. સતત પેટ્રોલના વધતા ભાવો જોઇને તેને લાગ્યું કે તેણે કંઈક એવું બનાવવું જોઈએ કે જેથી તેને ટુંકુ અંતર કાપવા માટે મોટરસાયકલો, સ્કૂટરો અથવા કાર પર આધારિત રહેવું ન પડે.

આપણે ત્યાં પરિવહનનો સૌથી સસ્તો અને પર્યાવરણને અનુકૂળ સાધન સાયકલ છે. પરંતુ, તમે સામાન્ય સાયકલથી લાંબુ અંતર કાપી શકતા નથી. તેથી, ઇલેક્ટ્રિક સાયકલનો ઉપયોગ યોગ્ય છે. પરંતુ, બજારમાં મળતી ઇલેક્ટ્રિક સાયકલની કિંમત ખૂબ વધારે છે. તેથી, તેને દરેક લોકો ખરીદવી ખરીદી શકતા નથી. આવી સ્થિતિમાં રાજુએ વિચાર્યું કે તેણે કંઇક એવું કરવું જોઈએ, જેથી લોકોને ઓછા ખર્ચે ઊર્જાથી ચાલતી સાયકલ મળી રહે.

Image Source

સૌર ઉર્જાથી ચાલતી સાયકલ બનાવી:

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા રાજુએ કહ્યું કે તેણે સામાન્ય સાયકલમાં થોડા ઘણા ફેરફાર કરીને પોતાની સોલર સાયકલનું મોડેલ તૈયાર કર્યુ. તે જણાવે છે કે, “મેં આમાં સોલર પેનલ્સ અને આશરે 12 વોલ્ટની બેટરીનો ઉપયોગ કર્યો છે. બેટરી સોલર પેનલથી ચાર્જ કરવામાં આવે છે અને તે સાઈકલમાં રહેલી 24-વોલ્ટની ડીસી મોટર ચલાવે છે. જો સૂર્યપ્રકાશ ન હોય ત્યારે બેટરી ચાર્જ ન પણ થાય, તો તમે તેનો ઉપયોગ સામાન્ય સાયકલની જેમ કરી શકો છો.

રાજુ કહે છે કે એકવાર ચાર્જ થયા પછી, આ સાઈકલ 20 થી 25 કિ.મી. સુધી ચાલી શકે છે અને તેનીઝડપ 25 કિ.મી. પ્રતિ કલાકની છે. તેમણે જણાવ્યું કે, “જો તમારે શહેરમાં જ કોઈ કામ માટે ક્યાંક જવું પડે, તો આ સૌર સાઈકલ એક સારો વિકલ્પ છે. કારણ કે, આ તમારા પેટ્રોલના પૈસા બચાવશે. અને જો તમે સ્કૂટર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે તેના બદલે આ સૌર સાઈકલ ખરીદી શકો છો. કારણ કે, તેની કિંમત બીજી ઇલેક્ટ્રિક સાયકલોની સરખામણીમાં ઘણી ઓછી છે. એક સૌર સાઈકલના ઉત્પાદનનો ખર્ચ આશરે 9000 રૂપિયા થાય છે અને હું તે ગ્રાહકોને આશરે  10,000 રૂપિયાની કિંમતે આપું છું.

Image Source

સાથે જ, તે આગળ કહે છે કે તેમનો પ્રયત્ન સૌર સાયકલની કિંમતમાં વધુ ઓછી કરવાનો છે. જેના પર તે કામ કરી રહ્યો છે અને તેને આશા છે કે તે તેની કિંમત વધુ ત્રણ-ચાર હજાર રૂપિયા ઘટાડી શકશે.

રાજુ અત્યાર સુધીપોતાના સિવાય બીજા છ લોકો માટે પણ આ સાયકલ બનાવી ચૂક્યા છે. તેના એક ગ્રાહક, નામપલ્લી રાજકુમાર જણાવે છે કે, “મેં રાજુ પાસે મારી જુની સાઇકલને સૌર સાયકલમાં પરિવર્તિત કરાવી છે અને તે ખૂબ સારી રીતે ચાલી રહી છે. જો સાયકલ પર બે લોકો બેઠા હોય, તો પણ તે આશરે  20 કિમી પ્રતિ કલાકના હિસાબે ચાલે છે. હવે,લાંબા અંતરની મુસાફરી કરતી વખતે પણ થાક અનુભવતા નથી કારણ કે મોટાભાગના સમયે તમારે જાતે પેડલ કરવાની જરૂર પણ પડતી નથી. જો સાયકલ સંપૂર્ણ ચાર્જ હોય, તો તમે તેને આશરે 30-40 કિ.મી. સુધી ચલાવી શકો છો.”

આ સૌર સાયકલ સસ્તી અને વધુ અસરકારક હોવાની સાથે, પર્યાવરણ સાથે અનુકૂળ પણ છે. તેનાથી ફક્ત પેટ્રોલ અને ડીઝલ પરના તમારા ખર્ચમાં ઘટાડો નહીં થાય, પરંતુ જેટલો તમે સાયકલનોવધુ ઉપયોગ કરશો એટલું જ તમે પ્રદૂષણ ઘટાડવામાં ફાળો આપશો.

Image Source

અન્ય આવિષ્કારો પણ કર્યા છે:  

આ પહેલીવાર નથી, જ્યારે રાજુએ કંઇક અલગ કર્યું હોય. ઘણાં વર્ષોથી, રાજુ સતત ટેક્નોલોજીની મદદથી સામાન્ય સમસ્યાઓનું નિરાકરણ શોધવાનો સતત પ્રયત્ન કરી રહ્યો છે. આ પહેલા, તેમણે સાર્વજનિક ક્ષેત્રો જેવા કે બસ સ્ટેન્ડ માટે સોલર સંચાલિત ‘ફોન ચાર્જિંગ બૂથ’ બનાવ્યો હતો. તેનાથી આવતા જતા લોકો તેમના ફોન ચાર્જ કરી શકે છે. પોતાના ગામના ખેડુતોની મુશ્કેલીને સમજીને, તેમણે તેમના માટે પણ ઘણાં નવીન મશીનો બનાવ્યા જેમ કે- ‘વીડ કટર’, ‘સોલર પેસ્ટિસાઇડ સ્પ્રેયર’, ‘સોલર પાવર્ડ મલ્ટિપર્પઝ ગ્રાસ કટર મશીન’ અને ‘લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર સેન્સર’ વગેરે.

તેના ‘લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર સેન્સર’ ને ઘણી ઓળખ મળી છે. જિલ્લાના આશરે 100 થી વધુ ગામોમાં આ સેન્સર લગાવવામાં આવ્યો છે. તે જણાવે છે કે, “આ ડીવાઈસ સેન્સરથી કામ કરે છે. તેને જાણ થઈ જાય છે કે તેની નજીક ક્યારે પ્રકાશ છે અને ક્યારે અંધારું છે. જો આ ડિવાઇસને ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવે તો પછી આ સેન્સરની મદદથી, તે આપમેળે સ્ટ્રીટલાઇટ્સ ચાલુ અને બંધ કરી દે છે.

રાજુ ઘણીવાર જોતો હતો કે તેના ગામની સ્ટ્રીટલાઇટ સવારે પણ ચાલુ રહેતી હતી અને કોઈ પણ તેમને બંધ કરવાની તસ્દી લેતા ન હતા. જેથી ઉર્જાનો બગાડ થતો હતો. પરંતુ, તેની આ ડિવાઇસ લાગ્યા પછી, સ્ટ્રીટલાઇટ્સ આપમેળે રાત્રે ચાલુ થાય છે અને સવારે આપમેળે બંધ થાય છે. તેણે આ ડિવાઇસને સૌ પ્રથમ તેના ગામમાં લગાવ્યું, જ્યાં તે સફળ રહ્યું. ત્યાર પછી, વહીવટીતંત્રે આ ડિવાઇસને વધુ 100 ગ્રામ પંચાયતોમાં લગાવ્યું. જેથી લોકોની અજાણતાને લીધે થતા ઉર્જાના બગાડને અટકાવી શકાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *