ચોમાસા દરમિયાન તાજા ખજૂરનુ સેવન તમારા પાચન અને હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે છે એક અદ્ભુત સારવાર

Image Source

તાજેતરમાં, પોષણ વિશેષજ્ઞ રિજુતા દિવેકરે ખજૂર ખાવાના કેટલાક જબરદસ્ત સ્વાસ્થ્ય લાભોની સૂચિ બનાવી છે. ખજૂરના ફાયદાની સાથે, તેને આહારમાં શામેલ કરવાની શ્રેષ્ઠ રીતો પણ અહીં જણાવેલ છે.

– ખજૂર તમને કબજિયાત અને એસિડિટીથી બચવા માટે મદદ કરી શકે છે

– ફ્રેશ ખજૂર એ ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે.

– ખજૂર કસરત માટે સ્ટેમિના વધારવામાં મદદ કરી શકે છે.

– ખજૂર ઊંઘ સુધારવામાં પણ મદદ કરી શકે છે.

જો તમે તમારી પ્લેટમાં સફરજન, કેળા, દ્રાક્ષથી કંટાળી ગયા છો, તો પછી સમય છે આ બધું બદલીને તમારી પ્લેટમાં ખજૂર મૂકવાનો, ખજૂર પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે જે તમને વધુ સારી રીતે સૂવામાં અથવા તમારા લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.  ન્યુટ્રિશન્સ તેમના આહારમાં ખજૂર હોવાના ફાયદાઓ વિશે વાત કરતા કદી થાકતા નથી.  ઇન્સ્ટાગ્રામ પર તાજેતરની પોસ્ટમાં, ન્યુટ્રિશનિસ્ટ રિજુતા દિવેકરે ખજૂર વિશે વાત કરી હતી, “આ ચોમાસામાં તમે શ્રેષ્ઠ વસ્તુ ચાવશો.

અહીં જાણો, તેમણે ખજૂર ખાવાના ફાયદાઓ વિશે શું કહ્યું-

1. તે લોહીમાં હિમોગ્લોબિનનુ સ્તર સુધારે છે અને તેથી ઓછા હિમોગ્લોબિન સ્તરથી પીડાતા લોકો માટે લોકપ્રિય પસંદગી છે. તે આપણી ઊર્જાના સ્તરમાં પણ સુધારો કરે છે.

2. તે તમને વધુ સારી રીતે સૂવામાં મદદ કરી શકે છે. તે મેલાટોનિન હોર્મોન મુક્ત કરવામાં મદદ કરે છે જે સારી નીંદ માટે સારી છે.

3. તે ચેપ સામે લડે છે અને એલર્જીની સારવાર કરવામાં મદદ કરી શકે છે.

4. તે કસરતની કામગીરીમાં વધારો કરી શકે છે કારણ કે તે કાર્બ્સનો સારો સ્રોત છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે તમારા વજનમાં વધારો કર્યા વિના, જોરદાર વર્કઆઉટ દરમિયાન ઊર્જા સ્તરને જાળવી રાખે છે.

5. તે તમારા આહારમાં ઘણાં ફાયબરનો ઉમેરો કરે છે અને તેથી કબજિયાત અને એસિડિટીની સ્થિતિમાં મદદ કરી શકે છે.

પરંતુ દિવસભર થોડી ખજૂર ખાવી તમારા સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે ફાયદાકારક ન હોઈ શકે. રિજુતા દિવેકર શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આ ફળ ખાવાની કેટલીક રીત સૂચવે છે.  તેની અહીં સૂચિ છે

1. સવારે ઉઠીને સૌપ્રથમ ખજૂર ખાવું જોઈએ.

2. જો તમારું હિમોગ્લોબિન લેવલ ઓછું હોય તો બપોરના ભોજન બાદ તેનું સેવન કરો.

3. તરુણાવસ્થાના બાળકો માટે, તેમને બપોરના ભોજનમાં આપો.

ખજૂર સ્થાનિક બજારોમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે અને પેકેજ્ડ ખજૂર કરતાં તાજુ ખજૂર ખાવુ વધુ સારું છે. રૂજુતા દિવેકર સૂચવે છે કે આ સ્વાદિષ્ટ ફળોનો નિયમિત પુરવઠો મેળવવા માટે તમે તમારા બગીચામાં તેમના બીજ રોપાવો.

આ સલાહ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે.  તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી.વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment