શું તમે પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અપનાવો આ ૮ સરળ ઘરેલૂ ઉપાયો.

Image Source

ઉનાળામાં શરીરમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય બાબત છે. પછી ભલે તમે હળવા સુતરાઉ કપડા પહેરો કે પછી ૨૪ કલાક ડીઓડરન્સ લગાવી લો પરંતુ શરીરની દુર્ગંધથી બચી શકતા નથી. પરસેવાની દુર્ગંધ તમારા વ્યક્તિત્વ પર પણ અસર કરે છે. જોકે, એવા ઘણા ઘરેલુ ઉપાયો છે જેની મદદથી તમે પરસેવાની ભયંકર દુર્ગંધથી બચી શકો છો. ઘણા લોકોને ખૂબ વધારે પરસેવો વળે છે, પરંતુ તેઓ આ ઉપાય અજમાવે તો તેમને નિશ્ચિતરૂપે ફાયદો થશે. ચાલો જાણીએ કે આ ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક સરળ ઘરેલૂ ઉપાયો.

૧. સ્નાન કર્યા પછી થોડો બેકિંગ સોડા લઇને પાણીમાં ભેળવી તમારા અંડરઆર્મ અને શરીર પર લગાવો. ત્યારબાદ તેને સ્વચ્છ ટુવાલથી લૂછી લો જેથી તમને રાહત મળશે.

૨. બેકિંગ સોડાનો તમે ડીયો લગાવ્યા પછી પણ ઉપયોગ કરી શકો છો. ડિયો સ્પ્રે લગાવો અને પછી તેની ઉપર થોડો બેકિંગ સોડા લગાવી લો.

૩. સ્નાન કર્યા પછી તમે બેકિંગ સોડા અને લીંબુનો રસ ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને રાત્રે લગાવો.

૪. જો તમારે પરસેવાથી છુટકારો મેળવવો હોય તો દરરોજ સ્નાન કરવું જરૂરી છે. જો વધારે પરસેવો વળતો હોય તો દિવસમાં બે વાર સ્નાન કરવું યોગ્ય છે.

૫. કપડા પહેરતા પેહલા તમારા અંડરઆર્મ ને સૂકવી લો. તેનાથી ઓછો પરસેવો વળશે.

૬.તમારા અંડરઆર્મને સ્વચ્છ રાખો. તેનાથી પરસેવાને રોકવામાં મદદ મળે છે. તેનાથી વ્યક્તિગત સ્વચ્છતા રહે છે અને તમારી ત્વચા પણ ચેપ અને રોગથી બચે છે.

૭. તમારા આહારમાં પાણીનું મહત્વ વધારો. તેનાથી ફક્ત તમે સ્વસ્થ જ નહીં રહો પરંતુ શરીરમાંથી દુર્ગંધ પણ નહીં આવે.

૮. સ્નાન કર્યા પછી તમારા અંડરઆર્મ પર કાકડીનો ટુકડો ઘસો. કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે તમારા શરીરમાંથી બેક્ટેરિયાનો નાશ કરે છે અને દુર્ગંધ આવતી અટકાવે છે. તેમજ પાણી શરીરમાંથી પરસેવાને ડાયલ્યુટ કરીને પરસેવાથી ઉત્પન્ન થતી દુર્ગંધને રોકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

 

Leave a Comment