40 વર્ષની ઉંમર પછી પુરુષો એ પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી, તેની માટે પોતાની થાળીમાં આ વસ્તુઓને જરૂર થી સામેલ કરો 

આજના સમયમાં ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીના કારણે પોતાની ફિટ રાખવાનું એક પડકારરૂપ કામ થઈ ગયું છે.એવું એટલા માટે કારણ કે દરેક વ્યક્તિનું કામ કોમ્પ્યુટર અથવા તો લેપટોપ ના માધ્યમથી થાય છે. જેના કારણે ફિઝિકલ ઍક્ટિવિટી બિલકુલ થઈ શકતી નથી ત્યાં બીજી તરફ અને અનહેલ્ધી જમવાનું જેના સેવન કરવાથી તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપો છો. પરંતુ 40 વર્ષની ઉંમરમાં પોતાની જાતને ફિટ રાખવી ખૂબ જ જરૂરી છે.તેની માટે તમારે પોતાની ખાણીપીણી અને આદતો ઉપર થોડો બદલાવ લાવવો જરૂરી છે.

સ્વામી રામદેવ અનુસાર 40 વર્ષની ઉંમર પછી વધુ પડતા લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે ડાયાબિટીસ, સ્થૂળતા, બ્લડ પ્રેશર, તણાવ, હાર્ટ એટેક, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી અને મેટાબોલિઝમ ધીમું થવું આ દરેક વસ્તુ સામેલ છે. એટલું જ નહીં જો તમે પોતનું યોગ્ય ઢંગથી ધ્યાન નહીં રાખો તો તમને હૃદય સંબંધિત ઘણી બીમારીઓને આમંત્રણ આપો છો. એવામાં જો તમે પોતાને રોગોથી મુક્ત રાખવા માટે 40 વર્ષની ઉંમર પછી જવાન જોવા માંગો છો તો પોતાની આદતો ની સાથે સાથે ખાણીપીણીમાં બદલાવ લાવવો જરૂરી છે. તેની માટે તમારા ડાયટમાં પ્રોટીન, ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર વસ્તુઓને સામેલ કરવી જોઈએ.

પોતાને રાખો હાયડ્રેડ

દરેક ઉંમરમાં લોકોને પોતાની જાતને હાયડ્રેટ રાખવામાં કોઈજ કમી રાખવી જોઇએ નહિં. જો તમારું શરીર યોગ્ય ઢંગથી હાઈડ્રેટ રહેશે તો તમે ઘણી બીમારીઓથી દૂર રહેવાની સાથે જ તમારી સ્કિનને હેલ્ધી અને ચમકદાર પણ બનાવશો. તેથી એક દિવસમાં ઓછામાં ઓછો બેથી ત્રણ લીટર પાણી પીવો પાણીની સાથે તમે ઈચ્છો તો નારિયેળ પાણી અથવા તો કોઈ પણ ફળ કે શાકભાજીનો જ્યૂસ અથવા તો હર્બલ ટી પી ને પોતાને ફિટ રાખી શકો છો.

ફાઇબર માટે આ વસ્તુઓ ખાઓ

શરીરને હેલ્ધી રાખવાની સાથે સાથે પાચન તંત્રને પણ ફિટ રાખવામાં ફાયબર મદદ કરે છે. તેની સાથે સાથે જ તે કોલેસ્ટ્રોલ, મોટાપો, બ્લડ પ્રેશર વગેરે ને કંટ્રોલ કરી શકો છો. તેથી જ પોતાના ડાયટમાં ફાઈબરથી ભરપૂર વસ્તુ જેમ કે બ્રોકોલી, કોબીજ, અખરોટ, એવોકાડો, સફરજન, ડ્રાયફ્રુટ મકાઈ વગેરેને સામેલ કરો.

સારી ચરબી મેળવવા માટે આ વસ્તુઓનું કરો સેવન

શરીરમાં ખરાબ ચરબીની ખૂબ જ અધિકતા હોય છે. તેથી જ આપણે એવી વસ્તુને પોતાની થાળી માં સામેલ કરવી જોઈએ જેમાં સારી ચરબીની વધુ માત્રા હોય. તેવામાં તમે એવોકાડો,ડ્રાયફ્રુટ, ચિયા સિડ્સ, ફેટી માછલી, ઇંડા,ઓલિવ ઓઈલ વગેરેને સામેલ કરો.

આખા અનાજ ખાઓ

40 વર્ષની ઉંમર પછી શરીરને તાકાતવાર અને આપણી સ્કિનને હેલ્ધી રાખવા માટે ડાયટમાં આખા અનાજ જેમ કે મકાઈ, ઓટ્સ, દલિયા,બ્રાઉન રાઇસ, જવ,ચણા,રાજગરો રાગી વગેરે જેવી વસ્તુઓને શામેલ કરો.

નેચરલ પ્રોટિન લો

આજના સમયમાં શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે અલગ અલગ રીતથી પાવડર અને કેપ્સ્યુલ વગેરેનું સેવન કરતા હોય છે.જેની સાઇડ ઇફેક્ટ હોય છે.તમે ઈચ્છો તો નેચરલ રીતે પણ શરીરમાં પ્રોટીન વધારી શકો છો તેની માટે તમારે ડાયટમાં દૂધ, દહીં,પનીર,સોયાબીન,રાજમાં વગેરેને સામેલ કરો.

આ જાણકારી આયુર્વેદિક ઉપાયો ના આધાર ઉપર લખવામાં આવી છે. ફક્ત ગુજરાતી તેના સત્યતાની કોઈ જ પુષ્ટિ કરતું નથી. તેના ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લો 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment